Book Title: Prem Pank Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad View full book textPage 8
________________ ભાગે મૂળ સ્વતંત્ર નવલકથાઓ જ છે; માત્ર વસ્તુના ક્રમની રીતે અમુક ક્રમમાં વાંચવી જોઈએ એટલું જ. ગુજરાતીમાં એ પાંચે સ્વતંત્ર નવલકથાઓને “શ્રી મસ્કેટિયર્સ' એ નામની નવલકથાના પાંચ ભાગ રૂપે દર્શાવી છે, પણ તેથી તે દરેક સ્વતંત્ર નવલકથા મટી જતી નથી. દરેક નવલકથાની શરૂઆતમાં “મંડાણ” નામથી પાત્રોની કે વસ્તુની ઓળખરૂપે એક ઉપદ્યાત તૈયાર કરીને મૂકેલો છે. તે તેમ જ પાત્રસૂચિ, એ બેની મદદથી એ પાંચમાંથી કોઈ પણ એક નવલકથા સ્વતંત્રપણે વાંચી શકાય એમ છે – મૂળે એમ જ વંચાતી આવી છે. આ વાર્તાના ચાર ભાગ પૂરા કરીને બહાર નીકળીએ છીએ, ત્યારે જાણે છેવટના ભાગમાં જે નતીજો નીકળવાનો છે, તેના ળા સામેથી ઘેરાતા નજરે પડે છે. સાચા વાર્તાકારે બધી બાબતેને અનુરૂપ ફેજ દર્શાવવો જ રહ્યો; અને આપણને લાગ્યા વિના રહેતું નથી કે, આપણે આ વાર્તાકાર આપણને એ સાચા ફેજ તરફ જ લઈ જવાની દૃષ્ટિ, હિંમત તથા કસબવાળો છે. કારણકે, માનવમાં રહેલી અનંતની – ભૂમાની – પૂર્ણની તમન્ના ભલે મર્યાદિત ક્ષેત્રમાં ગમે તેટલો રંગ દેખાડે, પરંતુ છેવટે પૂર્ણતાનો પોકાર જ તે બધામાં તેને ગોઠવાવા દેતો નથી; – જગતની રચના જ માનવને પૂર્ણતા તરફ લઈ જવા માટે હોઈ, અલપમાં રાચવા જતાં તેને ઠોક જ પડયા કરે છે. સાચા લેખકોએ પિતાનાં પાત્રોને અચૂક પડતા એ ઠોક બતાવવા જ જોઈએ, તો જ તેમની વાર્તા વાસ્તવિક બને. અંતે, નવજીવન ટ્રસ્ટના જે કાર્યકરો, તથા ટેકનિશિયને તેમજ ચિત્રકાર શ્રી. રજની વ્યાસે આગળના ત્રણ ભાગોની જેમ આ ભાગને ચિત્રો અને સુંદર કલેવર પૂરું પાડવામાં ઉત્સાહથી મદદ કરી છે, તેમને સૌને સહર્ષ યાદ કરીને વિરમું છું. તા. ૧-૮-૭૫ ગેપાળદાસ જીવાભાઈ પટેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 408