Book Title: Prem Pank
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ પણ કાદવ ઊભો થાય કે કમળ! પણ દરેક જણ માટે એ વસ્તુ ઘટ સાથે જડેલી છે, એ નક્કી ! પ્રેમ કરો અને પસ્તાઓ, કે તરી જાઓ! આપણી આ નવલકથાનાં પાત્રો મુખ્યત્વે ફ્રાંસના રાજદરબારનાં ઉમરાવ ખાનદાનનાં અર્થાત્ ક્ષત્રિાયવર્ગનાં છે. બીજા રાજદરબારોની જેમ એ પાત્રો હજુ વિલાસ-વૈભવમાં સડીને ગંધાઈ ઊઠયાં નથી. હજ પ્રેમના અને શૌર્યના ખેલ સાથે જ ખેલી શકે તેવાં તેજસ્વી છે. પ્રેમની સાથેનો શુરાતનનો અંશ તેમના પ્રેમને ગંધાઈ ઊઠત બચાવી લે છે. બાકી “મેડમ’ અને દ ગીશના ગેરકાયદે પ્રેમમાં શું વખાણવા લાયક તત્ત્વ છે? પરંતુ પુરુષ દ ગીશ છે, અને પ્રેમ-પાત્ર સ્ત્રી “મૅડમ’ છે, તેથી જ એ કાદવમાંથી પણ અમુક જાતની ઉદાત્તતારૂપી કમળ ઊભું થાય છે. અલબત્ત, એમાંથી બને સુખી થાય છે કે યશસ્વી નીવડે છે, એવું કાંઈ નથી, – બંને જણ મૃત્યુને આરે જ ઊભેલાં રહે છે. પરંતુ એ બેના પ્રેમની અલ૫-અતિઅલ્પ-તુચ્છ કથા પણ કળાકારે આલેખવા જેવી અવશ્ય બની રહે છે. બીજો કાળો કાદવ છે યુવાન રાજા લૂઈ-૧૪ અને લુઇઝા વચ્ચેના પ્રેમને. આ નવલકથામાં તેને શરૂઆતને આકર્ષક ભાગ જ આવે છે, પણ ઇતિહાસ ઉપરથી જાણી શકીએ છીએ તેમ, આ જ લુઇઝા રાજા લૂઈ૧૪નાં સંતાનોની માતા બન્યા પછી પાછી અવગણાય છે અને તૉનેશાત – મૅડમ તસ્પા રાજાની નવી પ્રેમપાત્ર બને છે. પરંતુ તેથી કરીને જે પ્રેમપ્રસંગ વાર્તામાં વાર્તાકારે સંઘરવા લાયક ગણ્યો છે, તે ફેંકી દેવા જેવો નથી! એમ તો સમગ્રની દૃષ્ટિએ જોતાં સરવાળે કર્યું જીવન ફેંકી દેવા જેવું નથી હોતું? છતાં એવા જીવનમાં પણ કયાંક ને કયાંક અમુક તણખાઓ એવા પ્રગટયા હોય છે, જે કાવ્ય અને સાહિત્યનું વસ્તુ બનવા યોગ્ય હોય છે અને બને છે. ૩ જેમણે “શ્રી મસ્કેટિયર્સ' વાર્તાના પ્રથમ ત્રણ ભાગ વાંચ્યા છે, તે આ ચોથા ભાગને વિશેષ આસ્વાદ લઈ શકશે. પરંતુ આ પાંચે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 408