Book Title: Prem Pank Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad View full book textPage 5
________________ પ્રકાશકનું નિવેદન પ્રેમ-શૌર્યના રાહે માથાં હથેળીમાં લઈને ઘૂમનાર ડ્રાંસના શૂરવીર બરકંદાજોની જશ-ગાથા તે ‘શ્રી મસ્કેટિયર્સ.' આ જાણીતી નવલકથા મૂળ પાંચ સ્વતંત્ર પુસ્તકો રૂપે બહાર પડી છે. પરિવાર સંસ્થાએ એ પુસ્તકોને “થ્રી મસ્કેટિયર્સ” નવલકથાના પાંચ ભાગ રૂપે પ્રસિદ્ધ કરવાનું નક્કી કર્યું હાઈ, પ્રથમ ત્રણ ભાગ (‘પ્રેમશૌર્યના રાહે!', ‘વીસ વરસ બાદ !’, ‘કામિની અને કાંચન !') વિસ્તૃત સંક્ષેપ રૂપે એક પછી એક પ્રસિદ્ધ કર્યા હતા. બાકીના બે ભાગ હવે પાંચ-છ વર્ષ પછી બહાર પડે છે. અલબત્ત, સંપાદકશ્રીએ તે પાંચે ભાગ પ્રેસ માટે આઠ વર્ષ પહેલાં તૈયાર કરી આપ્યા હતા; પરંતુ ન ધારીએ ત્યાંથી આસમાની-સુલતાની આવીને ઊભી રહે છે, અને માનવીનું ધાર્યું પાર પડતું નથી. એ આસમાની-સુલતાનીની વિગતામાં વાચકોને ઉતારવાના ન હોય. ઉત્સાહી વાચકો જે બે બાકી ભાગા માટે આગ્રહભરી ઉઘરાણી કર્યા કરતા હતા, તે હવે વાચકના હાથમાં મૂકી શકીએ છીએ, એ બદલ સૌના ભાગ્યવિધાતાના આભાર માનવા રહ્યો. અમારાં ટાંચાં સાધના માટે ‘ભગીરથ કહી શકાય એવા આ કાર્યમાં સતત પ્રેરણા અને ઉત્સાહ આપવાનું કામ તે અમારાં પુસ્તકોના વાચકોએ જ કરેલું છે. તેમને અહીં યાદ કરવા ઘટે. ગુજરાતી વાચકના હાથમાં આ નવલકથાઓ પહોંચાડવાની મૂળ પ્રેરણા આપનાર સ્વ૦ મગનભાઈ દેસાઈને, તથા તે કામમાં ચાલુ ઉત્સાહ પૂરનાર સ્વ0 મણિભાઈ વાઘજીભાઈ પટેલ, તથા સ્વ0 ઠાકોરભાઈ દેસાઈને અને અંતે તેના વિદ્રાન સંપાદક શ્રી. ગેાપાળદાસ જીવાભાઈ પટેલને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તા. ૧૫-૮-૭૫ પુ પહેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 408