Book Title: Prem Pank
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 2
________________ આ પુસ્તક વિષે ' ખ્યાત ફ્રેંચ નવલકથાકાર અલેકઝાન્ડર ડૂમાકૃત “ શ્રી મસ્કેટિયર્સ” શ્રેણીની સત્તરમી સદીના કેન્ય રાજદરબારના બરકંદાજેની પ્રેમ-શૌર્યે ભરી ગાથાને સાકાર કરતી પાંચ નવલકથાઓમાંથી પ્રેમશૌર્યને રાહે !” “વીસ વરસ બાદ ” તથા “ કામિની અને કાંચન !” એ ત્રણ નવલકથાઓ એક પછી એક બહાર પડી ચૂક્યા પછી આ ચેાથી નવલકથા બહાર પડે છે. આ નવલકથાનાં પાત્રો મુખ્યત્વે કાન્સના રાજદરબારના ઉમરાવ ખાનદાનનાં અર્થાત્ ક્ષત્રિય વર્ગના છે. બીજા રાજદરબારની જેમ એ પાત્રો હજી વિલાસવૈભવમાં સડીને ગંધાઈ ઊઠયાં નથી. હજી પ્રેમના અને શૌચેના ખેલ સાથે જ ખેલી શકે તેવાં તેજસ્વી છે. આ વાર્તાના ચાર ભાગ પૂરા કરીને બહાર નીકળીએ છીએ, ત્યારે જાણે છેવટના પાંચમા ભાગમાં જે નતીજે નીકળવાનું છે, તેના ઓળા સામેથી ઘેરાતા નજરે પડે છે. પાંચમા ભાગમાં નવલકથાનું કાર્ય તેની ચરમ કોટીએ પહોંચે છે; સાથે સાથે નવલકથાકારના કસબ પણ ! * દગા કિસીકા સગા નહિ' એ નામે પાંચમો ભાગ પણ આ ચોથા ભાગની સાથે જ બહાર પડવાને હેઈ, ભારતીય ભાષાઓમાં કદાચ પહેલી વાર આટલા વિસ્તારથી ઊતરેલી આ પાંચ બહત નવલકથાઓ પ્રકાશિત કરવાનું પ્રકાશન સંસ્થાનું એક ગૌરવવંતું કાર્ય પૂરું થાય છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 408