Book Title: Pratikraman Guide Author(s): Dhiraj Damji Pasu Gala, Publisher: Aath Koti Nani Paksha Sthanakvasi Jain Sakal Sangh Mumbai View full book textPage 2
________________ સંપાદકની કલમે: પંચ પરમેષ્ટીને નમસ્કાર પ્રતિક્રમણ કંઠસ્થ કરવા ઈચ્છુક ઘણા શ્રાવક શ્રાવિકાઓ એનું પુસ્તક જોઈને ગભરાઈ જાય છે. મોટું છે, અઘરું છે....વગેરે વગેરે..ઘણા તો અધવચ્ચે જ છોડી દે છે કારણ કે એમને સમયનો અભાવ પણ નડે છે. જે ટેક્નિક વાપરીને હું ઓછા સમયમાં પ્રતિક્રમણ શીખ્યો હતો તે ટેક્નિક વિશેનું લખાણ જ્યારે મેં મુરબ્બી શ્રી દામજીભાઈ એંકરવાલા અને મહાસંઘના પદાધિકારીઓને બતાવ્યું ત્યારે સૌએ એકીઅવાજે એને ઉપયોગી માર્ગદર્શિકા તરીકે જણાવ્યું. એક અઘરું પાઠ્ય પુસ્તક વાંચવા માટે ઉપયોગી તેવી આ ગાઈડ છે. આ પુસ્તિકાનો ઉપયોગ કરવાથી મનમાં રહેલો ભય નીકળી જાય છે અને પ્રતિક્રમણ કંઠસ્થ કરવાનો સમય પણ પચાસ ટકા ઘટી જાય છે. અર્ધમાથ્વીના શબ્દો સમજવા માટે ગુજરાતી અર્થ અને સમજણ આપવામાં આવી છે. એટલે જ પ્રતિક્રમણનું પુસ્તક મોટું લાગે છે. હકીકતમાં એ ઘણું નાનું છે. એમાં પણ અર્ધમાથ્વીના શબ્દો શરૂઆતના અડધા ભાગમાં જ છે અને તે પણ થોડા જ છે. પછી તો ખામણાં સરળ ગુજરાતી ભાષામાં છે પણ પ્રમાણમાં ઘણાં મોટાં છે તે ઉપરાંત ઘણા પાઠ તો સામાયિકના રીપીટ થાય છે. તથા ઈચ્છામિ ઠામિ (૪) અને ખમાસમણાંના (૬) પાઠ, કુલ દસ વખત પ્રતિક્રમણમાં રીપીટ થાય છે. એટલે ખામણાં અને આ પાઠ સૌ પ્રથમ શીખી લો તો પચાસ ટકા પ્રતિક્રમણ આવડી જાય છે અને મનમાં એમ લાગે કે હવે આટલું જ બાકી છે. તેમાં પણ બારવ્રત જે અઘરાં લાગે છે એમને કોષ્ટકના રૂપમાં પાંચ ભાગ પાડીને જોઈશું તો ખબર પડશે કે ત્રીજો અને પાંચમો ભાગ બારે ય વ્રતમાં સરખા છે. એટલે ચાળીસ ટકા નીકળી ગયા. તેવી જ રીતે બીજો ભાગ ઘણામાં સરખો છે અને ઘણામાં અમુક શબ્દો રીપીટ થાય છે આવી રીતે સરખામણી કરતાં અને તફાવતોની નોંધ લઈને યાદ કરતાં જલ્દી યાદ રહી જાય છે. અને એકીસાથે બોલવાનું આવે તો ત્યારે ભૂલો નહીંથાય. ચોથું શ્રમણ સૂત્ર પણ ઉપરથી અઘરું લાગે છે. પરંતુ એને કોષ્ટકરૂપે ગોઠવી પાકું કરીએ તો અઘરું નથી. પ્રતિક્રમણ એક આવશ્યક ક્રિયા છે. અને આમ તો દરેક શ્રાવકને એ કંઠસ્થ હોવું જ જોઈએ. આ ગાઈડનો ઉપયોગ કરીને દરેક કુટુંબમાં એકાદ વ્યક્તિ પ્રતિક્રમણ શીખે અને શીખેલી વ્યક્તિ જો અન્ય પાંચ જણને શીખવાડે તો પ્રતિક્રમણ સાક્ષરતાનું પ્રમાણ ઘણું વધી જાય. વધુમાં વધુ શ્રાવકો પ્રતિક્રમણ કંઠસ્થ કરશે તો આ પુસ્તિકા પ્રગટ કરવાનું કાર્ય સાર્થક ગણાશે. આ પુસ્તિકા સંબંધી આપના કોઈ સૂચન હોય તો મને જરૂરથી | (૨)Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 32