Book Title: Pratikraman Guide Author(s): Dhiraj Damji Pasu Gala, Publisher: Aath Koti Nani Paksha Sthanakvasi Jain Sakal Sangh Mumbai View full book textPage 7
________________ બાર વ્રત યાદ રાખવાની ટ્રીક દરેક વ્રતના વિષય અલગ અલગ છે. વ્રતના પહેલા ભાગમાં એ વ્રત વિશેના શબ્દો છે અને ચોથા ભાગમાં અતિચારના શબ્દો છે. ૧. પહેલા વ્રતમાં જીવ હિંસા ટાળવાની વાત છે એમ યાદ કરો એટલે ‘ત્રસજીવ, બેઈન્દ્રિય...’ વગેરે શબ્દો યાદ આવે. એ જ પ્રમાણે અતિચારમાં કોઈ જીવને બંધનમાં રાખ્યા હોય, એને માર માર્યો હોય..વગેરે યાદ કરીને ‘બંધે, વહે...’ યાદ આવી જાય. ૨. બીજા વ્રતમાં જૂઠું ન બોલવાની વાત છે. આપણે સામાન્ય રીતે કન્યા / વર વિશે, ગૌમાતા (ગોવાલિક), વગેરે વિશે જૂઠું બોલીએ, એવી રીતે કોઈની થાપણ છીનવી લેવાની વૃત્તિ હોય તો જૂઠું બોલીએ. એમ યાદ કરવાથી ‘કશાલિક...' અને ‘થાપણ મોસો...' વગેરે શબ્દો યાદ આવી જાય. એવી જ રીતે સહસા કોઈને ધ્રાસકો પડે એવું બોલવાના અતિચારથી પાછા વળવું એમ યાદ કરીને ‘સહસ્સા...’ વગેરે અતિચારો યાદ આવી જાય. ૩. એવી જ રીતે ત્રીજા વ્રતમાં કોઈના ખેતર, વાડીમાં બાકોરું (ખાતર) પાડી ગાંઠડી છોડી વગેરે રીતે ચોરી કરવાની વાત છે એમ યાદ રાખીએ તો ‘ખાતર ખણી...’ વગેરે શબ્દો યાદ આવી જાય. એવી જ રીતે ચોરીનો માલ ખરીદવાની, ચોરને મદદ કરવાની વાત પરથી ‘તેન્નાહડે..' વગેરે અતિચારો યાદ આવી જાય. ૪. ચોથા વ્રતમાં પોતાના જીવનસાથી સ્ત્રી/ પુરૂષ સિવાય કોઈની સાથે મૈથુન ન સેવવાની વાત આવે છે. એના પરથી ‘સદાર/ સભરથાર સંતોષીએ...’ વગેરે શબ્દો યાદ આવી જાય. તેવી જ રીતે ત્વરિત એટલે કે ઈન્વરીક ચાલી જવાની છે એવી સ્ત્રી / પુરૂષ સાથે ગમન કરવા વગેરે અતિચારોની વાત આવે છે, એના પરથી ‘ઈત્તરિય...’ વગેરે અતિચારો યાદ આવી જાય. ૫. પાંચમાં વ્રતમાં ખેતર, ચાંદી, સોના વગેરેના પરિગ્રહનું યથા પરિમાણ ક૨વાની વાત છે એટલે ‘ ખેતવથ્થુનું યથા પરિમાણ...’ વગેરે શબ્દો યાદ આવી જાય. તેવી જ રીતે ખેતર વગેરે વસ્તુઓની પ્રમાણ મર્યાદા ઓળંગવાની વાત આવે છે એના પરથી ‘ખેતવથ્થુ પમાણાઈક્કમે...' વગેરે ( ૭ )Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32