Book Title: Pratikraman Guide Author(s): Dhiraj Damji Pasu Gala, Publisher: Aath Koti Nani Paksha Sthanakvasi Jain Sakal Sangh Mumbai View full book textPage 5
________________ પ્રતિક્રમણ શીખવા માટે શોર્ટ કટ પ્રતિક્રમણ શીખવું અઘરું નથી, એ મોટું પણ નથી. જો આ ગાઈડમાં બતાવેલા શોર્ટ કટ, મેથડ અને ટેક્નિક વાપરશો તો બહુ ઓછા સમયમાં એકદમ સરળતાથી યાદ થઈ જશે. આ ગાઈડ માત્ર એ ટેક્નિક બતાવશે, શીખવાનું તો માત્ર પુસ્તકમાંથી જ છે. પ્રતિક્રમણ શીખવા માટે અતિ જરૂરી: અતિ દઢ સંકલ્પ અને બર્નિંગ ડિઝાયર બહુ જરૂરી છે. પ્રતિક્રમણ પૂરું ન આવડે ત્યાં સુધી તમારી કોઈ અતિ પ્રિય વસ્તુનો ત્યાગ કરવાની બાધા લો. ગુરૂદેવની હાજરી હોય તો પ્રતિક્રમણ એમની પાસેથી મંડાવો તો એમના આશીર્વાદ, એમની આત્મશક્તિનો લાભ તમને મળે. ગુરુદેવની અનુપસ્થિતિમાં કોઈ કલ્યાણ મિત્ર કે નજીકના પાઠશાળાના શિક્ષકો પાસે મંડાવવું. જેથી યોગ્ય માર્ગદર્શન પણ મળી રહે. મનમાં પ્રબળ ઈચ્છા હોવી જોઈએ કે એક વખત તો જાહેરમાં સ્થાનકમાં મારે પ્રતિક્રમણ બોલાવવું જ છે. થોડું થોડું આવડતું જાય તેમ કોઈ કલ્યાણ મિત્રની સાથે બેસીને બોલાવવું, બાકીનું બીજા પૂરું કરે. આમ કરવાથી ભૂલો નીકળતી જશે અને આત્મવિશ્વાસ વધતો જશે તથા બાકીનું જલ્દીથી પૂરું કરવાની તાલાવેલી લાગશે. શીખતી વખતે પાટી પેન અથવા વાઈટ બોર્ડ સાથે રાખવાથી જ્ઞાનની આશાતના ટળે છે. પ્રતિક્રમણ શીખવા માટેનો ક્રમઃ ૧. ખામણાં ૨. ઈચ્છામિ ઠામિનો પાઠ ૩. ઈચ્છામિ ખમાસમણાનો પાઠ ૪. બારવ્રત ૫. શ્રમણ સૂત્ર ૬. બાકીના પાઠ. ઉપરોક્ત ક્રમ પસંદ કરવાના કારણો: ૧. ખામણા બહુ સરળ છે, જલ્દી યાદ રહેશે તેથી તે સૌથી પ્રથમ યાદ કરવા, જેથી મનમાં એમ લાગે કે મને ૫૦ ટકા પ્રતિક્રમણ આવડી ગયું. તેમાં પણ ત્રીજું નમોથુણ આવડતું જ હોય એટલે પમ્ ખામણું એ જ છે તથા દરેક ખામણાંનો છેલ્લો ભાગ સરખો છે. માત્ર એટલું યાદ રાખો કે : ૧ લા ખામણાંમાં કેવળ જ્ઞાન, કેવળ દર્શન, ચારિત્ર અને તપ. ૨ જા ખામણાંમાં કેવળ જ્ઞાન, કેવળ દર્શન. ૩ જા, ૪થા અને ૫ માંમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. ૨. તે રીતે તસ્યઉતરી અને લોગસ્સના પાઠ બધાને આવડતા હોયPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32