Book Title: Pragnav Bodh Part 02 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 7
________________ (૫૧) આજ્ઞા ચોર તણો વિશ્વાસ કરી કોણ ઊગરે રે, કરી. તેમ જ વિષય-કષાય મુમુક્ષને છેતરે રે; મુમુક્ષ) જેણે જીત્યા તે ચોર અજેય તે જિન ખરા રે, અજેય આશ્રય તેનો જો હોય, લૂંટે નહીં વાઘરા રે. લૂંટે ૪ અર્થ :- જેમ ચોરનો વિશ્વાસ રાખી સુખ માને તે જીવનો કેમ ઉદ્ધાર થાય. તેમ વિષયકષાયરૂપી ચોર કે ઠગ મુમુક્ષુને પણ છેતરી જાય છે. જ્યાં સુખ નથી ત્યાં સુખબુદ્ધિ કરાવે છે. જેણે એ વિષયકષાયરૂપી ચોરને જીત્યા તે જ ખરેખરા જિન છે. રાગદ્વેષને જેણે જીત્યા તે જિન છે. આવા જ્ઞાની પુરુષનો આશ્રય એટલે શરણ જો હોય તો વિષયકષાયરૂપી વાઘરા તેને લૂંટી શકે નહીં. દ્રૌપદીએ શ્રીકૃષ્ણનું શરણ લીધું તો ચીર પૂરાવા લાગ્યા. લંગડી બકરીએ જંગલના રાજા સિંહનું શરણ લીધું તો બચી ગઈ. તેમ પુરુષનો આશ્રય લે અને તેમની આજ્ઞા ઉપાસે તો વાસનાના મૂળીયા ઘીમે ઘીમે કપાતા જાય. શ્રી મોતીભાઈ ભાવસારે ઉત્તરસંડામાં પરમકૃપાળુદેવને કહ્યું કે આપના મળ્યાથી સંસારસુખની ઇચ્છા મટી ગઈ, માટે જાણીએ છીએ કે આપ જ્ઞાની છો. ૪. ગહન વને જેમ વ્યાધ્ર અંધારે જીંવ હરે રે, અંઘારે પણ હોય પાસે પ્રકાશ સંતાતા તે ફરે રે; સંતાતા પરમ પુરુષનો સંગ સકળ દુઃખ તે હરે રે, સકળ૦ સજ્જનની આજ્ઞા ય ઉપાસી જીવ તરે રે. ઉપાસી. ૫ અર્થ - જેમ સંસારરૂપી ગહનવનમાં અજ્ઞાનરૂપી અંધકાર છવાયેલ હોય ત્યાં કમરૂપી વાઘ જીવનો ઘાત કરે છે. પણ જો પાસે આત્મજ્ઞાનરૂપી પ્રકાશ હોય તો તે કમરૂપી વાઘ સંતાતા ફરે છે. તેમ સંસારરૂપી ગહનવનમાં આત્મજ્ઞાની પરમપુરુષનો સાથે સંગાથ હોય તો સર્વ પ્રકારના દુઃખનો નાશ થાય છે. કેમકે સજ્જન એવા જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધીને જીવ સંસારરૂપી ભયંકર જંગલને પણ પાર કરી લે છે. સાચા પુરુષ મળે, ને તેઓ જે કલ્યાણનો માર્ગ બતાવે તે જ પ્રમાણે જીવ વર્તે તો અવશ્ય કલ્યાણ થાય. સપુરુષની આજ્ઞા પાળવી તે જ કલ્યાણ.” (વ.પૃ.૭૧૧) “ગુરુનો છંવાળુવત્ત’ ગુરુની આજ્ઞાએ પ્રવર્તવું. ગુરુની આજ્ઞાએ ચાલતાં અનંતા જીવો સીયા, સીઝે છે અને સીઝશે.” (પૃ.૫૩૧) “આખો માર્ગ જ્ઞાનીની આજ્ઞામાં સમાય છે એમ વારંવાર કહ્યું છે. “આચારાંગસૂત્ર'માં કહ્યું છે કે – (સુઘર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે, કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન તેણે અમને આમ કહ્યું છે.) ગુરુને આથીન થઈ વર્તતા એવા અનંતા પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા.” (વ. પૃ.૫૩૨) //પા. સંસાર ચહે નહીં જીવ જો આતમભાવથી રે, જો આ તો વ્રત-તપને ગૌણ ગણી સ્વભાવથી રે, ગણી આદરશે સત્સંગ સ્વરૂપ વિચારવા રે, સ્વરૂપ ઉપાસશે સત્સંગ, સ્વચ્છેદ વિસારવા રે. સ્વચ્છેદ ૬ અર્થ :- જે જીવ તન્મયતાપૂર્વક સંસારને ઉપાસવા ઇચ્છતો નથી તે વ્રત તપને ગૌણ ગણી સાચા આત્મભાવથી સ્વરૂપ વિચારવા સત્સંગની ઉપાસના કરશે અને સ્વચ્છંદને રોકવા માટેનો પુરુષાર્થ આદરશે. કા

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 623