Book Title: Pragnav Bodh Part 01 - Pages From 401 to 590
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 4
________________ 395 પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સતત દુઃખ દેતી રે દુર્ગતિ-દૂત વળી, દાન-હીન વિભૂતિ રે મળી જાય તોય, બળી!જ્ઞાની. ૩૪ અર્થ - દાન આપવાના ભાવથી હીન, મળેલ ઘન કે વૈભવ જીવને દુર્ગતિના દૂત સમાન છે, કે જે જીવને અધોગતિમાં લઈ જઈ સતત દુઃખ આપે છે. એવી વિભૂતિ મળી જાય તોયે બળ્યું. એના કરતાં તો ન મળે તે વધારે સારું છે. ૩૪ એથી ભલી ભિક્ષા રે નહીં પાપ-તાપ તહીં, ચિત્તવૃત્તિ ન ચોટે રે ભલા-બૂરા ભાવ મહીં. જ્ઞાની૩૫ અર્થ – ભલે માંડ માંડ પેટ ભરાય અથવા ભિક્ષા માગીને ગુજરાન ચલાવવું પડે તોય સારું છે કે જ્યાં ઘનના મદનું પાપ નથી અથવા તેને ભોગાદિમાં ખર્ચી ચિંતા કરવાનો તાપ નથી. ઘનાદિ વિશેષ પ્રાપ્ત નહીં હોવાથી, તે નિમિત્તે સારા ખોટા રાગદ્વેષના ભાવો કરી ચિત્તવૃત્તિને ચોટવાનો પણ જ્યાં અવકાશ નથી. રૂપા પ્રભુ-ચરણે ન પ્રીતિ રે, નહીં ભક્તિ દાન વિષે, ગૃહ-ઘર્મ રહ્યો ક્યાં રે? રહો ગૃહી શા મિષે? જ્ઞાની૩૬. અર્થ :- જો પ્રભુના ચરણમાં પ્રીતિ નથી કે દાન આપવાના ઉત્તમ ક્ષેત્રોમાં ભક્તિ નથી તો પછી ગૃહસ્થ તમારો ઘર્મ ક્યાં રહ્યો? તમે ઘરમાં કયા બહાને પોતાને શ્રાવક માનીને રહો છો? ૩૬ાા બહુ કાળે મળ્યો આ રે નરભવ ભવ ભમતાં, કરો કાર્ય અલૌકિક રે સદા મુનિ-પદ રમતાં. જ્ઞાની૩૭ અર્થ – સંસારમાં ભટકતાં ઘણો કાળ વીત્યા પછી આ મનુષ્યભવ મળ્યો છે. હવે તો આત્મજ્ઞાન સહિત મુનિપદને અંગીકાર કરી સ્વસ્વરૂપમાં રમણતા કરો તથા અલૌકિક એવા મોક્ષપદને મેળવવાનું જ કાર્ય કરો. II૩૭ના તેમ જો ન બને તો રે યથાશક્તિ વ્રતો ગ્રહો, મુનિભાવ ટકાવી રે સદા દાન દેતા રહો. જ્ઞાની ૩૮ અર્થ :- મુનિઘર્મ અંગીકાર કરવાની યોગ્યતા નહીં હોય તો યથાશક્તિ શ્રાવકના વ્રતો ગ્રહણ કરો. મનમાં સદા મુનિ બનવાના ભાવ ટકાવી રાખી સુપાત્રે દાન દેતા રહો. ૩૮. યશ-ભોગના યત્નો રે કદી પુણ્ય-યોગે ફળે, સુપાત્ર-પ્રમોદે રે વિના દાન પુણ્ય મળે. જ્ઞાની. ૩૯ અર્થ - કદી પુણ્યનો યોગ થાય તો યશ માટે કે ભોગ માટે કરેલા પ્રયત્નો ફળે છે. પણ સુપાત્રમાં કોઈ દાન આપે અને તે જોઈ પ્રમોદ પામે, તો દાન દીઘા વગર જ જીવ પુણ્યની કમાણી કરે છે. ૩૯ ભલે વેરી પઘારે રે સુજન-ઘેર કાર્યવશે, આસન-સ્વચને રે દઈ માન પ્રસન્ન થશે. જ્ઞાની ૪૦ અર્થ :- સજ્જનને ઘેર ભલે પોતાનો વેરી પણ કોઈ કાર્યવશાત્ આવી ચઢે તો તેને આસનનું દાન આપવાથી કે સારા વચન બોલી માન આપવાથી તે પણ પ્રસન્ન થાય છે. ૪૦ના

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 190