Book Title: Pragnav Bodh Part 01 - Pages From 401 to 590
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 7
________________ (૩૧) દાન જેમ દરિયો ડોળતાં રે ગુમાવેલ રત્ન જડે, તેમ નરભવ, ઘન, ધર્મ રે લહી હજીયે રખડે. જ્ઞાની ૫૧ == અર્થ :— જેમ દરિયો ડોળતા ગુમાવેલ રત્ન પણ જડી જાય છે; તેમ ઉત્તમ મનુષ્યભવમાં ઘન અને ધર્મનો જોગ પામી પુરુષાર્થ વડે આત્મરત્ન મેળવી શકે છે. પણ જીવ હજી સંસારમાં જ રઝળ્યા કરે છે, એ જ જીવની મૂઢતા છે. દાન-બુદ્ધિ ન જાગી રે તે નર રત્ન ભરે કાણી નાવમાં મૂરખ રે, દરિયો કહો કેમ તરે? જ્ઞાની પ૨ અર્થ :— ધનનો યોગ હોવા છતાં પણ જો દાન દેવાની બુદ્ધિ જાગૃત નહીં થઈ તો તે મૂરખ એવો મનુષ્ય કાણી નાવમાં રત્ન ભરવા સમાન કામ કરે છે; તો કહો તે દરિયાને પાર કેમ જઈ શકે, અધવચ્ચે જ બૂડી મરે. કહેવાનું તાત્પર્ય કે ઘનનો સદ્ઉપયોગ જીવ ન કરે તો તે ઘન બધું અહીં જ પડ્યું રહે; અને પોતે ઘનની મૂર્ચ્છને કારણે સંસાર સમુદ્રમાં બૂડી મરી દુર્ગતિએ ચાલ્યો જાય. ।।૫૨ા યશ જે આ ભવે કે રે, સુખી પરલોક કરે, એવું દાન સુપાત્રે રે કરે ન પનિક અરે!- જ્ઞાની- ૫૩ ૩૭૯ અર્થ :— દાન કરનાર જીવ આ ભવમાં યશ પામે, તેનો સંગ કરવા લોકો ઇચ્છે અને પરલોકમાં પણ પુણ્યના પ્રભાવે તે સુખી થાય, એવો એ દાનધર્મનો મહિમા છે. તો જે થનિક છે તે શું અરે ! સુપાત્રે દાન ન કરે ? ||પા ખરે! તે ઘન-રક્ષક રે ખર સમ ભાર ઘરે, પુત્રાદિનો નોકર રે મરી જશે ખાલી કરે. જ્ઞાની- ૫૪ : અર્થ :— જો સુપાત્રે દાન ન કરે તો ખરેખર ! તે ઘનનો માત્ર રક્ષક છે. જેમ પોલીસ બેંક તિજોરીની રક્ષા કરે તેવો છે. અથવા બેંકમાં લાખો રૂપિયાના નાણા ગણનાર ક્લર્ક જેવો છે. જેમ ગઘેડો ભાર ઉપાડીને ફરે છે તેની જેમ માત્ર ધનના ભારને ઉપાધિરૂપે તે વહન કરે છે. પોતે તો જાણે પુત્ર સ્ત્રી આદિનો નોકર છે. તેમના અર્થે ધનની રખવાળી કરી અંતે મરી જઈ ખાલી હાથે અહીંથી દુર્ગતિમાં ચાલ્યો જશે. કંજૂસ વણિકનું હૃષ્ટાંત – મહીસુર નામના નગરમાં મોહનદાસ નામનો વિણક ઘણો કંસ હતો. તે દિવસમાં એકવાર જમતો અને આહાર પણ ઘી વિનાનો લૂખો લેતો હતો. તેણે ચોરીના ભયથી દ્રવ્યને જમીનમાં દાટી દીધું હતું. રાત્રે પોતે તે ધનની ચોકી કરતો. જાડા અને મલિન વસ્ત્રો પહેરતો. ઘરમાં મહેમાન આવે તો તેને ગમે નહીં. આવી ઘનની મૂર્છાના કારણે મારું મારું કરતાં બધું અહીં જ પડી મૂકી મરીને એકેન્દ્રિય પૃથ્વીકાયમાં ઉત્પન્ન થયો. ત્યાંથી ઘણો કાળ સંસારમાં ભટકશે. એમ જ્ઞાની ભગવંતે ઉપદેશમાં જણાવ્યું. -ગૌતમપૃચ્છા (પૃ.૩૩૮) II૫૪|| જિનમંદિર અર્થે રે ગુરુ-દેવ-પુજા વિષે, જ્ઞાન-દાને, દુખીને રે આહારાદિ કે હર્ષે- જ્ઞાની ૫૫ અર્થ :જિન મંદિર માટે કે સદૈવ, સદ્ગુરુની પૂજા પ્રભાવના અર્થે કે જ્ઞાનદાનમાં કે દુઃખી જીવોને આહારાદિ આપવામાં હર્ષપૂર્વક જે ઘન વપરાય તે જ કાર્યકારી છે; અન્યથા માત્ર ઉપાધિરૂપ છે, જ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 190