Book Title: Pragnav Bodh Part 01 - Pages From 401 to 590 Author(s): Bramhachari, Paras Jain Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 5
________________ (૩૧) દાન 3७७ સમ્યક્ ગુણરત્ન રે પવિત્ર મુનિ નરખી, કોણ સજ્જન એવો રે નિમંત્રે ન જે હરખી? જ્ઞાની ૪૧ અર્થ :- તો સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ ગુણરત્નોથી પવિત્ર એવા મુનિને જોઈ કોણ સજ્જન પુરુષ એવો છે કે જે તેમને હર્ષ પામીને આમંત્રણ આપે નહી; અર્થાત જરૂર આપે. II૪૧ાા સુંજન એમ માને રે અકાળે સુપુત્ર મરે, નહિ તે દિન ભંડો રે થવાનું થયા જ કરે- જ્ઞાની અર અર્થ:- સજ્જન પુરુષ તો એમ માને છે કે ઉમ્ર પાક્યા પહેલા જ સુપુત્રનું મરણ થઈ જાય, તો પણ તે દિન ભૂંડો નથી. કેમકે જે થવાનું છે તે તો સદા થયા જ કરે છે. જરા પણ દાન ન દીધું રે તે દિન દિલે દુખે, પોતાથી બને તે રે ચૂકે નહિ સંત સુખે. જ્ઞાની. ૪૩ અર્થ :- પણ જે દિવસે દાન અપાયું નહીં તે દિવસ સજ્જનના દિલમાં દુઃખ આપે છે. પોતાથી બની શકે તેટલું તે સંતપુરુષોને સુખ પમાડવા માટે કરી છૂટે છે, પણ તે અવસરને ચૂકતા નથી. ૪૩ાા ઘર્મભાવ ઘનિકના રે દાને સાકાર થતા, શશ-કરે ઝરે જળ રે દીપે ચંદ્રકાન્ત-પ્રભા. જ્ઞાની ૪૪ અર્થ :- ઘનવાન પુરુષની ઘર્મભાવના તે દાન આપવા વડે સાકાર થાય છે. જેમ ચંદ્રકાન્ત મણિ સાચો ક્યારે સિદ્ધ થાય કે જ્યારે ચંદ્રમાના દર્શન થતાં તેમાંથી જળ ઝરે છે ત્યારે. માજા કોને ક્યારે ઇચ્છિત રે મળ્યા ઘનના ઢગલા? ક્યાંથી દાન દેવાના રે ભાવો ઊભરાય ભલા? જ્ઞાની. ૪૫ અર્થ :- જેમ પ્રાણી ઇચ્છે તેમ કોને ઘનના ઢગલા મળી ગયા? એવું ક્યારેય બનવાનું નથી. છતાં જીવ એમ માને છે કે દાન તો અમારેય ઘણું આપવું છે પણ ઘન મળે તો. એવા જીવોને દાન દેવાના સાચા ભલા ભાવો મનમાં ક્યાંથી ઊભરાય. ૪પા. તેથી એક કોળિયો રે નહીં તો અર્થો ભલો, વળી તેથી ય અર્થ રે સુપાત્રે દેવાનું મળો. જ્ઞાની૪૬ અર્થ - તેથી જે મળ્યું છે તેમાંથી એક કોળિયા જેટલું કે તેનાથી પણ અર્થે અથવા તેનાથી પણ અર્ધ સુપાત્રે દાન દેવાનું મને નિમિત્ત મળો તેમજ પૂજ્યભાવે આપવાના ભાવ પણ મને ઉપજો. પણિયા શ્રાવકન દ્રષ્ટાંત :- પૂણિયો શ્રાવક પોતે એક દિવસ ઉપવાસ કરીને પણ સાઘર્મીભાઈને જમાડે અને બીજે દિવસે તેની પત્ની ઉપવાસ કરે અને સાથÍભાઈને જમાડે. પછી આખો દિવસ ઘર્મધ્યાનમાં વ્યતીત કરે. એમ શુદ્ધ નિર્મળ જીવન ગાળી ઉત્તમ ગતિને પામ્યા. શાલિભદ્રના જીવે પૂર્વે ભરવાડના ભવમાં રડીને બનાવડાવેલી ખીર પણ મુનિને વહોરાવી દીધી. હે ભગવાન! તેવા ભાવ મને પણ આપજો. I૪૬ાા મિથ્યાત્વી પશુ પણ રે સુદાનના ભાવ કરે, તો ય કલ્પતરું-સુખ રે લહી સભાવ ઘરે- જ્ઞાની. ૪૭Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 190