Book Title: Pragnav Bodh Part 01 - Pages From 401 to 590
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 3
________________ (૩૧) દાન ૩૭૫ આતમજ્ઞાની શ્રમણ કહાવે બીજા તો દ્રવ્ય લિંગી રે.” -શ્રી આનંદઘનજી આવા દેવ-ગુર્ઘર્મ નિમિત્તે સુપાત્રમાં જો ઘન વપરાયું નહીં, તો તે ઘન શા કામનું કે જે માત્ર પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં વપરાવાથી કર્મબંઘન કરાવી બૂરું ફળ આપનાર સિદ્ધ થાય છે. ૨૮ સુપાત્રને દાન રે વ્રતે વળી ઘર્મ થતો, મહા મંત્ર સમો તે રે ત્રણે જગને જીંતતો. જ્ઞાની. ૨૯ અર્થ - લોભ છોડવા અર્થે સુપાત્રે દાન કરવાથી જીવને શ્રાવકકર્મ કે મુનિઘર્મ પાળવાની ભાવના જાગે છે. પછી ક્રમાનુસાર જીવ સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષને પામે છે. જેથી ત્રણેય જગતને જીતનારો એવો લોભ ગણાય છે. માટે સુપાત્રમાં દાન કરવું તેને તમે મહામંત્ર સમાન જાણો. બોઘામૃત ભાગ : ૩'માંથી :- “ખરી રીતે તો લોભનો ત્યાગ કરવા અર્થે દાન કરવાનું છે. જન્મમરણનું કારણ મોહ છે અને તેમાં મુખ્ય લોભ છે. તે લોભને લઈને જીવ અનેક પ્રકારનાં પાપ કરીને ભવ ઊભા કરે છે. ભક્તિભાવના સહિત સત્સંગની ઇચ્છાની વમાનતા કર્તવ્ય છેજી.” (પૃ.૫૦૪) //ર૯મી એવા થર્મ-ઘનીને રે, કહો, કમી શાની રહે? સુખ-સાહ્યબી, ગુણો રે અનુપમ તેહ લહે. જ્ઞાની ૩૦ અર્થ - દાનધર્મને પાળનારા એવા ઘર્મ ઘનિકને કહો શાની કમી રહે. તે તો દેવ મનુષ્યની અનુપમ સુખ સાહ્યબીને પામી, ઉત્તમ ક્ષમા આદિ ગુણો પ્રગટ કરી અંતે કેવળજ્ઞાનને પામશે. /૩૦ાા એક દાન સુપાત્રે રે કરે, ભરે ભાથું ભલું; બીજો વૈભવ ભોગવે રે અરે! પૂર્વ પુણ્ય ઢળ્યું. જ્ઞાની૩૧ અર્થ - એક જીવ સુપાત્રે દાન કરવાથી ઘણું બધું પુણ્યનું ભાથું ભેગું કરે છે. જ્યારે બીજો તે ઘનને વૈભવ વિલાસમાં વાપરી પૂર્વે બાંધેલા પુણ્યને રાખમાં ઘી ઢોળે તેમ ઢોળી નાખે છે. ૩૧ાા. પહેલો પુણ્યકમાણી રે લઈ પરલોક જશે, બીજો ખાલી હાથે રે જશે, દુર્ભાગી થશે. જ્ઞાની૩૨ અર્થ - સુપાત્રમાં ઘનને વાપરનાર પુણ્યની કમાણી કરીને પરલોકમાં જશે. જ્યારે બીજો અહીં પુણ્યને ખાઈ જઈ ખાલી હાથે દુર્ગતિમાં જઈને દુઃખ ભોગવશે. “પુણ્ય ખીન જબ હોત હૈ, ઉદય હોત હૈ પાપ; દાઝે વનકી લાકરી, પ્રજળે આપોઆપ.” આલોચનાદિ પદ સંગ્રહ કરવા નર-જન્મ મળ્યો તો રે સુતપ ગણ ભવ-સેતુ, દાનપૂજા વિનાનું રે સ્વઘન બંઘન-હેતુ. જ્ઞાની ૩૩ અર્થ - મનુષ્ય જન્મ મળ્યો છે તો સમ્યક્તપને આદરો કે જે ભવસમુદ્ર ઓળંગવા માટે પુલ સમાન છે. “ઇચ્છા નિરોશસ્તપઃ” -મોક્ષશાસ્ત્ર મનુષ્યભવમાં ઇચ્છાઓનું સ્વરૂપ સમજી તેને ઘટાડવી એ જ ખરું તપ છે. તથા દાન કે ભગવાનની પૂજામાં વપરાયા વગરનું પોતાનું ઘન, તે માત્ર વિષયકષાયને અર્થે ખર્ચવાથી જીવને કર્મબંઘનનું જ કારણ થાય છે. ૩૩ાા.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 190