Book Title: Pragnav Bodh Part 01 - Pages From 401 to 590
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 2
________________ 3७४ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ વાપરવા? તેના ઉત્તરમાં જણાવવાનું કે જે વડે ઘર્મપ્રાપ્તિ તથા ઘર્મ-આરાઘનામાં પોતાને અને પરને મદદ મળે તેવાં કામમાં વાપરવા ઘટે. વપરાયા પહેલાં તે સંબંઘી વિચાર કરતાં પણ ઘર્મધ્યાન થાય છેજી. જગતના જીવો પોતાની સ્વચ્છંદ પ્રવૃત્તિમાં પડ્યા છે, તે કેવી રીતે જ્ઞાનીના માર્ગને પામે, જ્ઞાનીની આજ્ઞાને પામે? તે વિચારતાં પ્રથમ કાર્ય એક સત્સંગ સમજાય છેજી. જ્ઞાનીની આજ્ઞાનું આરાઘન તે જ ઘર્મ છે. તેની પ્રાપ્તિ ઘણા જીવોને કેમ થાય? તેનો વિચાર કરી, જેને જેને ઘન આદિની ખામીને લઈને સત્સંગ આદિ સાઘનમાં વિઘ નડતાં હોય તેને તેવી અનુકૂળતા કરી આપવામાં ઘન વપરાય તે સારા માર્ગે વપરાયું ગણાય..... એક વિભાગ તો બ્રહ્મચારી ભાઈબહેનો જે આશ્રમમાં જીવન પર્યત રહેનાર છે અને જ્ઞાનીની આજ્ઞામાં જીવન ગાળનાર છે, તેમના ખોરાક, કપડાં, દવા વગેરે તેમ જ તેમને સ્વાધ્યાય માટે ગ્રંથ વગેરે તથા ભણવા-ભણાવવામાં ખર્ચ કરવો પડે તે અર્થે વાપરવાનું નક્કી કર્યું છે. બીજા વિભાગમાં જ્ઞાન ખાતે ખર્ચ કરવાની સૂચના કરી છે કે કોઈ સન્શાસ્ત્ર લખાવવાં હોય, છપાવવાં હોય, મુમુક્ષુ જીવોને વહેંચવા હોય, કે નવાં ખરીદીને પુસ્તક ભંડાર કરવો હોય તે ખાતે વાપરવા.” (પૃ.૩૪૮) “આશ્રમમાં રહી પરમપુરુષે બતાવેલ માર્ગે જીવન ગાળવાની ભાવના અંશે મૂર્તિમંત કરવા મકાન કરાવવાનો લક્ષ છે; તે ભાવના હવે વિશેષ કાર્યકારી બને તેવી બીજી અનુકૂળતાઓ તે જ અર્થે કરતા રહેવા ભલામણ છેજ.” (પૃ.૩૪૩) આરપા મુનિ-ચરણે ન પાવન રે જો મન, ઘર ગૃહીતણું, સ્મરણે કે દાને રે, તો પાપ-ભીનું ગણું. જ્ઞાની ૨૬ અર્થ :- આત્મજ્ઞાની મુનિ ભગવંતના ચરણકમળથી, દાનના નિમિત્તે જે ગૃહસ્થનું ઘર પાવન થયું નથી અથવા આવા જ્ઞાની ભગવંતે આપેલ સ્મરણમંત્રથી જેનું મન પવિત્ર થયું નથી, તો તેનું ઘર કે મન તે પાપથી જ ભીંજાયેલું છે એમ હું માનું છું. કહ્યું છે કે – “સગાઈ સાચી સૃષ્ટિમાં, છે સદ્ગુરુની એક; બીજી તેના ભક્તની, બાકી જુઠી અનેક.” પારકા ઘરે ભાવ વિકારી રે કહાય ન દેવ ખરા, જીવ-દયા ન મુખે રે ગણો નહિ ઘર્મ જરા. જ્ઞાની. ૨૭ અર્થ:- સાચા દેવ, ગુરુ, ઘર્મની પ્રભાવના નિમિત્તે, ઉત્તમ દાનનો પ્રવાહ વહાવા યોગ્ય છે, તે હવે જણાવે છે – જે રાગદ્વેષના ચિતરૂપી સ્ત્રી કે શસ્ત્રને ઘારણ કરી વિકારી ભાવોને પોષે છે તે સાચા દેવ કહેવાય નહીં. પણ જે રાગ દ્વેષ અજ્ઞાનથી રહિત વીતરાગ હોય તે જ સાચા દેવ માની શકાય. તથા જે ઘર્મમાં જીવોની રક્ષા કરવારૂપ દયાઘર્મની મુખ્યતા નથી તે જરા પણ સતઘર્મ નથી, કારણ કે ઘર્મનું મૂળ દયા છે. “અહિંસા પરમોઘમ' પારણા આત્મજ્ઞાન વિના જો રે ગણો નહિ સાઘુ, ગુરુ. જે સુપાત્રે ન દીધું રે ગણો ઘન તેહ બૂરું. જ્ઞાની ૨૮ અર્થ – જે આત્મજ્ઞાન રહિત છે તેને સાઘુ કે ગુરુ ગણો નહીં. આત્મજ્ઞાનથી યુક્ત એ જ સાચા મુનિ અથવા ગુરુ છે. “આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય.” શ્રીમદ્ રાજચંદ્ર

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 190