Book Title: Pragnav Bodh Part 01 - Pages From 401 to 590
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 9
________________ (૩૧) દાન ૩૮૧ કૂપ-પાણીથી ખેતી રે કર્યું નહિ ખાલી થશે, પાણી કાઢયા કરે તો રે નવું ઊભરાતું જશે. જ્ઞાની, ૫૮ અર્થ :- કુવાના પાણી વડે ખેતી કરવાથી તે પાણી ખાલી થશે નહીં. પણ તે પાણીને જેમ કાઢ્યા કરીએ તેમ તેમ તે કૂવામાં નવું પાણી સેરોમાંથી ઊભરાયા કરશે. તેમ લક્ષ્મીનો દાનમાં જેટલો સદુઉપયોગ થશે તેટલી તે વૃદ્ધિને પામશે. વિદ્યાપતિનું દ્રષ્ટાંત - એક વિદ્યાપતિ નામનો વ્યક્તિ હતો. તેને સ્વપ્ન આવ્યું કે સાત દિવસમાં ઘરમાંથી લક્ષ્મી ચાલી જશે. તેની પત્નીએ કહ્યું કે એ લક્ષ્મી ઘરમાંથી જાય તેના પહેલાં જ આપણે તેનું દાન કરી દેવું જોઈએ અને આપણે પરિગ્રહ પરિમાણ વ્રત લેવું જોઈએ. ખૂબ દાન કરવાથી તેનું પુણ્ય વધી ગયું અને લક્ષ્મી ઘરમાંથી ખૂટે જ નહીં. તે ઘર છોડી પરગામ ચાલ્યા ગયા. તે ગામનો રાજા મરણ પામ્યો હોવાથી પંચદિવ્ય થયા અને તેને ત્યાં પણ રાજા બનાવ્યો. પરિગ્રહ પરિમાણ જેટલું જ ઘન પોતાનું માની બાકી બધું તે પ્રજાને માટે ખર્ચ કરવા લાગ્યો. એમ જેમ જેમ જીવ દાનધર્મ આચરે તેમ તેમ નવું નવું પુણ્ય વૃદ્ધિ પામ્યા કરે છે. પ૮ાા. જેમ શંખ નકામો રે નિઃશબ્દ, શ્વેત છતાં, તેમ યશ નહિ પામે રે ઘનિક કંજૂસ થતાં. જ્ઞાની ૫૯ અર્થ - જેમ શંખ દેખાવે સુંદર શ્વેત હોવા છતાં જો નિઃશબ્દ છે. અર્થાત્ અવાજ કરતો નથી તો તે નકામો છે, તેમ ઘનિક પણ જો કંજૂસ છે તો તેનો યશ જગતમાં ગવાતો નથી. પો. જીવતાં શબ જેવો રે ઘનિક તે રંક અરે! ૐ કલંક વિનાનો રે છતાં નહિ કોઈ સ્મરે. જ્ઞાની ૬૦ અર્થ - જો ઘનિકનું રંક એટલે ગરીબ જેવું વર્તન હોય તો તે જીવતા છતાં પણ શબ એટલે મડદા જેવો છે. તેને બીજો કોઈ કલંક લાગ્યો ન હોય છતાં પણ તેનું નામ ઉચ્ચારવા કોઈ રાજી નથી. ૬૦ના સ્વ-પ્રારબ્ધ પ્રમાણે રે ભંગી, ભૂપ પેટ ભરે, નર ભવ, ઘન, સમજણ રે સફળ સત્-દાન કર્યું. જ્ઞાની ૬૧ અર્થ :- પોતાના પ્રારબ્ધ પ્રમાણે ભંગી હો કે રાજા હો સર્વે પેટ તો ભરે જ છે. પણ મનુષ્યભવમાં ઘન પામી સાચી સમજણ વડે સત્કાર્યમાં જો તે ઘનનો ઉપયોગ કરવામાં આવે તો તેનું જીવન કે ઘન કે સમજણ સફળ છે. વસ્તુપાળ-તેજપાળનું દ્રષ્ટાંત – વસ્તુપાળ-તેજપાળ બેય મંત્રીઓ હતા. તેઓ પોતાના થનને જમીનમાં દાટી સુરક્ષિત કરવા માટે જંગલમાં ખાડો ખોદવા લાગ્યા. તો તે ખાડામાંથી નવા ઘનના ઢગલા નીકળ્યા. તે જાણી માતાએ કહ્યું કે પુણ્ય પ્રબળ છે તેથી ઘનને સુરક્ષિત કરવા જતાં નવું ઘન પ્રાપ્ત થયું. માટે હવે તેનો ઉત્તમ ક્ષેત્રોમાં સદુઉપયોગ કરી દો. પછી તેમણે આબુ દેલવાડા વગેરેના શ્રેષ્ઠ મંદિરો બંઘાવી જૈનઘર્મની ખૂબ પ્રભાવના કરી. તેથી તેમનું જીવન, ઘન કે સમજણ સફળ થઈ. /ક૧ાા ઘન સાથે ન આવે રે, સ્વજન સ્મશાન સુઘી, પુણ્ય પરભવ-ભાથું રે કરી લે કૅ કરથી. જ્ઞાની ૬૨ અર્થ – ઘન કોઈની સાથે આવતું નથી. પોતાના સ્વજન કુટુંબીઓ પણ સ્મશાન સુધી વળાવા

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 190