Book Title: Pragnav Bodh Mokshmala
Author(s): Bhagwandas Mansukh Mehta
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 8
________________ માર્ગે ગમન કર્યું તે માર્ગ એ ન્યાયે–યથાશે રથોદ્દેશ યથોપશે તે સાધુચરિત મહતુ પુરુષના આદેશ પ્રમાણે, ઉદ્દેશ પ્રમાણે ને ઉપદેશ પ્રમાણે, આ લેખકે પણ ‘લડથડતું પણ ગજબચ્ચું ગાજે ગજવર સાથે રે' એવા આત્મવિશ્વાસથી આ સાહસ કર્યું છે. તે ‘વિશ્વમુવમંડનું ભવતુ ' આ પ્રજ્ઞાવબોધ મોક્ષમાળામાં નોકારવાળીની જેમ એકસો આઠ પાઠરૂપ ૧૦૮ મણકા છે, અને તે શુભ સંખ્યા જાણે પંચ પરમેષ્ઠિના એકસો આઠ ગુણનું સહજ સ્મરણ કરાવે છે. આવી મંગલમયી આ મોક્ષમાળાના એકસો આઠ પાઠમાં ૭૬ પાઠનો સ્પષ્ટ નામનિર્દેશ શ્રીમદ્જીએ સ્વયં પ્રદર્શિત કર્યો છે; અને ચૌદ પાઠ મહત્પુરુષ ચરિત્ર માટે, દશ પાઠ ભાગમાં વધારાને માટે, છ પાઠ હિતાર્થી પ્રશ્નો માટે અને બે પાઠ સમાપ્તિઅવસરને માટે નિયત રાખવાનું તેઓશ્રીએ સૂચન કર્યું છે. આમ એકસો આઠ પાઠની આ સંકલનાબદ્ધ યોજના છે. ક્યા ચરિત્રો મૂકવા તેનો નિર્દેશ શ્રીમદ્ કર્યો નથી, એટલે અત્રે યથાયોગ્ય ચરિત્રની ચૂંટણી આ લેખકે કરી તે યથાસ્થાને મૂક્યા છે; અને તેમાં શ્રીમના ચરિત્રને પણ પ્રસંગોચિત જાણી સ્થાન આપ્યું છે તે સુજ્ઞ સજ્જનોને સમુચિત જ જણાશે. પાઠોમાં વધારના ભાગ માટે જે દસ પાઠ અનામત રાખ્યા છે, તે માત્ર દસ પાઠની અલ્પ મૂડીને પણ અત્રે ઘણી જ કરકસરથી વિવેકપૂર્વક ઉપયોગ કરવો પડ્યો છે; તેમજ ‘હિતાથી પ્રશ્નો' એમ મોઘમ રીતે છ પાઠની યોજના શ્રીમદ્ કહી છે, એટલે કે હિતાર્થી પ્રશ્નોની પસંદગી કરવામાં પણ યથાયોગ્ય વિવેક વાપરવો પડયો છે. છેવટે સમાપ્તિઅવસરના બે પાઠ કહ્યા છે, તે માટે શ્રીમની મોક્ષમાળાની શૈલી અનુસાર છેલ્લા બે ટુંકા કાવ્યો પ્રયોજ્યા છે. આમ શ્રીમદ્ સૂચવેલ વિષયસૂચિ (Index) અનુસાર પાઠના મથાળાં (Headings) પ્રમાણે યથામતિ આ એકસો આઠ પાઠનું આલેખન આ લેખકે કર્યું છે. વચમાં યથાયોગ્ય સ્થાને ચરિત્રો અને વધારાના ભાગના પાઠ મૂકાવાને લીધે સંખ્યાના અનુક્રમમાં ફેર પડ્યો હોય તે ભલે, બાકી (૩)

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 312