Book Title: Pragnav Bodh Mokshmala
Author(s): Bhagwandas Mansukh Mehta
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 11
________________ આત્મભ્રાંતિ એ જ આ જીવની મોટામાં મોટી મૂલગત ભૂલ છે; અને આ અવિઘારૂપ આત્મભ્રાંતિથી જ ભવભ્રાંતિ ઉપજી છે. એટલે આત્મભ્રાંતિ છોડી જીવ જે દેહાદિ અને રાગાદિ પરાભવ પ્રત્યે આત્મભાવ ધરવાની ‘ના' પાડે, “પ્રત્યાખ્યાન' કરે, રાગ-દ્વેષમોહરૂપ વિપરીત ભાવે પરિણમવારૂપ વિભાવ છોડી દીએ, તો ભાવકર્મ ન બંધાય, અને તેના નિમિત્ત અભાવે દ્રવ્યકર્મ પણ ન બંધાય અને આ પ્રકારે ભાવકર્મ-દ્રવ્યકર્મનું દુક્ર (Vicious Circle) તૂટી કર્મબંધની સાંકળ (Chain) તૂટે. આમ આ બંધસંકલના તોડવાની લગામ આત્માના હાથમાં છે; એ વિભાવરૂપ ભાવકર્મ પરિણામે નહિ પરિણમવાની બ્રેક (Brake) દબાવવારૂપ પુરુષાર્થની રહસ્યચાવી (Master-key) પુરુષના (આત્માના) પોતાના ગજવામાં જ છે. મોહનિદ્રામાંથી જાગેલો આત્મા વિવેકખ્યાતિ વડે પોતાના શુદ્ધ સ્વરૂપનું ભાન પામી, વિભાવરૂપ અધર્મને ત્યજી આત્મસ્વભાવરૂપ સનાતન આત્મધર્મન ભજે તો મોક્ષ હથેળીમાં જે છે. આમ કર્મનિબદ્ધ આત્માના (પુરુષના) પુરુષાર્થનો માર્ગ સદાય સાવ ખુલ્લો પડયો છે. ભવસ્થિતિ આદિ ખોટા ન્હાના છોડી દઈ જીવ સત્ય પુરુષાર્થ કરે એટલી જ વાર છે. આ અનંત શક્તિના સ્વામી પુરુષ-સિંહનો (આત્માનો) હુંકાર કર્મ-શૃંગાલને નસાડવા માટે બસ છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ વીરગર્જના કરી છે તેમ ‘જબ જાગેંગે આત્મા, તબ લાગેંગે રંગ” એ જ પરુષનુ પરમ પુરુષાર્થપ્રેરક ઉદ્ધોધન છે કે “જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ.” આ મોક્ષપુરુષાર્થની સિદ્ધિનો રત્નત્રયીરૂપ અમોઘ ઉપાય પરમ પુરુષ વીતરાગોએ પ્રદર્શિત કર્યો છે. ભવરોગના ભિષગવર એવા આ વીતરાગોએ આ સમ્યગુદર્શન– જ્ઞાન–ચારિત્રરૂપ દિવ્ય રસાયનનું નિરૂપણ કર્યું છે, જેનું સેવન કરવાથી આત્મા નીરોગી બને છે. જિનના મૂળમાર્ગરૂપ આ દિવ્ય રસાયનનો સરસ રસ આ ગ્રંથમાં મૂળરૂપે રહ્યો હોઈ, તેની શાખા-પ્રશાખારૂપ સર્વ શિક્ષાપાઠોમાં સર્વત્ર વ્યાપક બન્યો (૧૦)

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 312