Book Title: Pragnav Bodh Mokshmala Author(s): Bhagwandas Mansukh Mehta Publisher: Shrimad Rajchandra Gyanmandir View full book textPage 9
________________ શ્રીમદ્ પ્રદર્શિત કરેલ સળંગ અનુક્રમમાં કંઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી, એટલું જ નહિ પણ તે કડક રીતે જાળવવામાં આવ્યો છે, અને તેમ કરવામાં આવ્યું છે તે સહેતુક છે. કારણકે પ્રજ્ઞાનિધાન શ્રીમદ્ આ પ્રજ્ઞાવબોધના એક પછી એક પાઠના વિષયની પરમાર્થ કર્યાત્મક સંકલનામાં કેવો અદ્ભુત પ્રજ્ઞાતિશય દાખવ્યો છે, તેનો પરિચય આ લેખકે યથાસ્થાને સ્પષ્ટ કરી બતાવેલ શિક્ષાપાઠોના પૂર્વાપર સંબંધ પરથી સુજ્ઞ વિવેકી વિચક્ષણ વાંચકને થશે. પ્રમાણમાં આ ગ્રંથનું કદ બાલાવબોધ મોક્ષમાળા કરતાં મોટું છે તે સકારણ છે. બાલાવબોધ પામીને આગળ વધેલા આત્મવિઘાર્થી અર્થે પ્રજ્ઞઅવબોધ હોય એટલે સ્વાભાવિક રીતે જ ઉપલા ધોરણના પુસ્તકની જેમ આ પ્રજ્ઞાવબોધનું પ્રમાણ મોટું છે, અને એના પાઠોનું માપ બાલાવબોધના પાઠ કરતાં પ્રાય: દોઢું કે કવચિત્ વધારે રાખવામાં આવ્યું છે. બાકી ભાવની અપેક્ષાએ તો ભાવવારિધિ શ્રીમદ્દ્ની કૃતિના અનંતાંશને પણ આ પામી શકે એમ નથી જ. આ પ્રજ્ઞાવબોધના પ્રત્યેક પાઠના અંતે સારરૂપ એક બે કળશકાવ્ય (કવચિત્ વધારે) રચ્યા છે, જેથી આખા પાઠનું તાત્પર્ય બુદ્ધિગ્રાહ્ય બની પ્રાજ્ઞજનોના હ્રદયમાં સ્થિર થઈ શકે. અત્રે પ્રેસ અંગે પરમાર્થસ્નેહી શ્રી મનુસુખલાલભાઈ તારાચંદ મહેતા તથા શ્રી ચંદુલાલભાઈ ગુલાબચંદ મહેતાએ મિત્રભાવે સદ્ભાવથી લીધેલ શ્રમ માટે આભાર વ્યક્ત કરૂં છું. આ પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા બાલાવબોધ મોક્ષમાળાનું અનુસંધાન હોઈ, માત્ર પઠન નહિ પણ મનન કરવા યોગ્ય પાઠય પુસ્તક તરીકે જે તેનું ઉપયોગિપણું છે તે જ આનું ઉપયોગિપણું છે; અને જે તેનું પ્રયોજન છે તે જ આનું પ્રયોજન છે. એટલે બાલાવબોધ મોક્ષમાળા અંગે તેના સમર્થ કર્તા પુરુષે તેની મુખમુદ્રા-પ્રસ્તાવનામાં જે ટંકોત્કીર્ણ વચન લખ્યા છે તે સર્વ અન્ને પણ લાગુ પડે છે : ‘આ ગ્રંથ સ્યાદ્વાદ તત્ત્વાવબોધ વૃક્ષનું બીજ છે. તત્ત્વજિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવું એમાં કંઈ અંશે દૈવત રહ્યું છે. એ સમભાવથી કહું છઉં. બહુ ઊંડા ઉતરતાં આ મોક્ષમાળા મોક્ષના કારણરૂપ થઈ પડશે. મધ્યસ્થતાથી (૮)Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 312