Book Title: Pragnav Bodh Mokshmala Author(s): Bhagwandas Mansukh Mehta Publisher: Shrimad Rajchandra Gyanmandir View full book textPage 6
________________ પ્રથમવૃત્તિ પ્રસ્તાવના “તે ત્રિશલાતન મન ચિંતવી જ્ઞાન વિવેક વિચાર વધારું, નિત્ય વિશોધ કરી નવ તત્ત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારૂં; સંશય બીજ ઊગે નહિ અંદર જે જિનના કથનો અવધારું, રાજ્ય સદા મુજ એ જ મનોરથ, ધાર, થશે અપવર્ગ, ઉતારૂં. શ્રી મોક્ષમાળા મોક્ષમાળાની આ લઘુ ભગિનીનો જન્મ ધણા લાંબા ગાળે થાય છે. વર્તમાન યુગના સંતશિરોમણિ શ્રીમદ્ રાજચંદ્ર સં. ૧૯૪૧ માં બાલાવબોધ મોક્ષમાળાની રચના કરી; અને આ પ્રજ્ઞાવબોધ મોક્ષમાળાની રચના આ લેખકે સં. ૨૦૦૭ માં કરી. આમ આ બન્ને મોક્ષમાળાના અંતરાલમાં છાસઠ વર્ષ જેટલો દીર્ઘ સમય વ્યતીત થયો છે. મોક્ષમાળાના ચાર ભાગ લખવાની શ્રીમની યોજના હતી. તેમાં બાલાવબોધ મોક્ષમાળા અને તેના ઉપહારરૂપ ભાવનાબોધ મોક્ષમાળા એ બન્નેની રચના તેઓશ્રીએ સં. ૧૯૪૧-૪૨ માં કરી; ત્રીજા વિવેચનરૂપ ભાગની સ્પષ્ટ યોજના તેમણે નિર્દેશી નથી, પરંતુ ચોથા ભાગરૂપ પ્રજ્ઞાવબોધ મોક્ષમાળાના પાઠોની નામાવલીની સંકલના (વિષયાનુક્રમણિકા-Index) તેઓશ્રીએ સં. ૧૯૫૬ માં પ્રકાશી (શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૮૬૫-૨). પણ તે પછી તરતમાં-સં. ૧૯૫૭ માં તો તેઓશ્રીનો દેહોત્સર્ગ થયો. એટલે આ પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા તેઓશ્રીના વરદ સ્વશ્રીહસ્તે લખાવાનું બન્યું નહિ. તથાપિ તે જ અરસામાં આર્ષદ્રષ્ટા શ્રીમદ્ આ સંબંધમાં આ લેખકના પૂ. સદ્ગત પિતાશ્રી સાથેના સત્સંગ પ્રસંગમાં માર્મિક ભવિષ્યવાણી ઉચ્ચારી હતી કે એનો પ્રજ્ઞાવબોધ ભાગ ભિન્ન છે. તે કોઈ કરશે.' (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૮૦૫). આજે અર્ધશતાબ્દિ જેટલો સમય વ્યતીત થયે આ વાણી અત્રે ફલવતી બનવાની સંભાવના ઉપસ્થિત થઈ (૫)Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 312