Book Title: Prachin Bharat Varsh Bhag 05
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 10
________________ પ્રથમના ચાર પુસ્તકમાં નવીન હકીકત તે ભરેલી હતી જ, પરંતુ આ પાંચમામાં તો તેથીયે વિશેષ નવીન છે. એટલે ટૂંકામાં ટૂંકે ઉલ્લેખ કરવા જતાં પણ, પ્રસ્તાવના કદ વધી જવાની બીક રહે છે, જેથી સારે રસ્તે એ છે કે, ચોદે પરિચ્છેદના આરંભમાં ઉતારેલ સંક્ષિપ્ત સાર વાંચી જવા વિનંતિ છે. માત્ર ખાસ ખાસ બે ત્રણ બાબતે ઉપર લક્ષ દોરવું રહે છે તેને જ ખ્યાલ અત્ર આપીશું. (૧) આંધ્રુવંશના સ્થાપક શ્રીમુખને સમય, માતપતા અને કુળને લગતી હકીકત તદન આશ્ચર્યમુગ્ધ કરે તેવી લાગશે. (૨) શકસંવતની સ્થાપના ઈ. સ. ૭૮માં શાલિવાહન રાજાના હસ્તે કરવાની મનાઈ છે તે મંતવ્યમાં પણ ઘણી રીતે સુધારો કરવા ગ્ય જણાશે. (૩) મૈત્રક, શૈકૂટક અને ચાલુક્યવંશની ઉત્પત્તિનું જોડાણ ગુપ્તવંશ સાથે હેવાનું પુરવાર કરી બતાવ્યું છે જેથી તે સર્વના સમય વિશે પણ નવીન જ પ્રકાશ પડતે જણાશે. (૪) પ્રાચીન સમયે રાજાઓ વચ્ચેનાં યુદ્ધોને રાજદ્વારી દષ્ટિએ જે જોવાનું રહ્યું છે તેમાં પણ ફેરફાર કરીને કેવળ ધાર્મિક દ્રષ્ટિથી નિહાળવાનું બતાવાયું છે. એટલે પણ ભારતીય ઈતિહાસનું કલેવર બદલાઈ જતું દેખાશે. (૫) તે જ પ્રમાણે (સુદર્શન તળાવ અને હાથીગુફા આદિના) શિલાલેખો, (સમ્રાટ પ્રિયદર્શિનના) ખડક લેખો અને (આંધ્રપતિઓના) દાનપત્રો પણ ધામિક ગેરવતા જાહેર કરતા બતાવાયા છે; એટલે રાજ્યનું તેમજ પ્રજાનું માનસ રાજ્યભ અને દ્રવ્યલોભને બદલે આત્મીય ભાવનાથી પોષાયલું તથા તે જ માર્ગ વહેતું જતું દેખાશે. આવા આવા પ્રકારના નવીન ત પ્રગટ થતાં જણાયાં છે, જે સર્વેને નવીન દષ્ટિકણથી અભ્યાસ કરવાની ખાસ આવશ્યકતા હવે ઉભી થતી જણાય છે. એટલે જ પુ. ૪ની પ્રસ્તાવનામાં જે શબ્દો મેં ઉચ્ચાર્યા છે તે ફરીને જણાવવાની રજા લઉં છું કે “ભૂતકાળના વિદ્વાને ભૂલ ખાય જ નહીં, તેઓ જે વદે છે અથવા વધા છે તે સર્વદા જડબેસલાક જ રહેવું જોઈએ ઈ. ઈ. પ્રકારનું માનસ હવે પલટ માંગે છે.” આટલી વિનંતિ કરી આ પ્રસ્તાવને સમાપ્ત કરું છું. વડોદરા, રાવપુરા, વસંતપંચમી વિક્રમાર્ક ૧૯૯૭ વિવોપાસક ત્રિભુવનદાસ લ. શાહ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 436