________________
પ્રબુદ્ધ જીવન
માર્ચ, ૨૦૧૬
સ્વીકારનાર પોતાના સગા ભાઈ મીમાંસકને પણ નાસ્તિક કહેવા પડે એટલે મનુ મહારાજે આ ગૂંચમાંથી મુક્તિ મેળવવા નાસ્તિક શબ્દની ટૂંકી વ્યાખ્યા કરી દીધી અને તે એ કે વેદનિંદક હોય તે નાસ્તિક, આ હિસાબે સાંખ્ય લોકો જે નિરીશ્વરવાદી હોઈ એકવાર નાસ્તિક ગણતા તે પણ વેદનું અમુક અંશે પ્રામાણ્ય સ્વીકારતા હોવાથી ધીરેધીરે નાસ્તિક કહેવાતા મટી આસ્તિક ગણાવા લાગ્યા, અને જૈન, બૌદ્ધ જેવા જે વેદનું પ્રામાણ્ય તદ્દન જ ન સ્વીકારતા તેઓ નાસ્તિક પક્ષમાં રહ્યા. અહીં સુધી તો આસ્તિક નાસ્તિક શબ્દના પ્રયોગ વિષે થયું. હવે બીજી બાજુએ, જેમ પુનર્જન્મવાદી અને વેદવાદી લોકો પોતાથી વિભિન્ન એવા પક્ષને માટે ઓળખાણ ખાતર નાસ્તિક શબ્દ વાપરતા અને વ્યવહારમાં કોઈક શબ્દ વાપરવાની જરૂર તો પડે જ, તેમ પેલા વિભિન્ન પક્ષવાળાઓ પણ પોતાના પક્ષને અને સામા પક્ષને ઓળખાવવા અમુક શબ્દો વાપરતા. તે શબ્દો બીજા કોઈ નહિ પણ સમ્યગુદષ્ટિ અને મિથ્યાદષ્ટિ. પુનર્જન્મને માનવા છતાં પણ કેટલાક વિચારકો પોતાના ઉંડા વિચાર અને મનનને પરિણામે એમ જોઈ શક્યા હતા કે સ્વતંત્ર ઈશ્વર જેવી વસ્તુ નથી; અને તેથી તેઓએ ભારેમાં ભારે વિરોધ અને જોખમ વહોરીને પણ પોતાનો વિચાર લોક સમક્ષ મૂક્યો હતો. એ વિચાર મૂકવા જતાં છેવટે વેદોનું પ્રામાણ્ય સ્વીકારવાની ના પાડી હતી. એ લોકો એમ ધારતા અને સાચે જ પ્રામાણિકપણે ધારતા કે તેઓની દષ્ટિ એટલે માન્યતા સમ્યક એટલે સાચી છે, અને સામા વેદવાળા પક્ષની માન્યાતા મિથ્યા એટલે ભ્રાત્ત છે. તેથી માત્ર સમભાવે તેમણે પોતાના પક્ષને સમ્યગદષ્ટિ અને સામાને મિથ્યાષ્ટિ તરીકે ઓળખાવ્યો. આ રીતે જેમ સંસ્કૃતજીવી વિદ્વાનોએ પોતાના પક્ષ માટે આસ્તિક અને પોતાથી ભિન્ન પક્ષ માટે નાસ્તિક એ શબ્દો વ્યવહાર ખાતર યોજ્યા હતા તેમ પ્રાકૃતજીવી વિદ્વાનોએ પોતાના પક્ષ માટે આસ્તિક અને પોતાથી ભિન્ન પક્ષ માટે નાસ્તિક એ શબ્દો વ્યવહાર ખાતર યોજ્યા હતા તેમ પ્રાકૃતજીવી જેન અને બૌદ્ધ તપસ્વીઓએ પણ પોતાના પક્ષ માટે સમ્યગ્દષ્ટિ (સમાદિષ્ટિ) અને પોતાથી ભિન્ન પક્ષ માટે મિથ્યાદષ્ટિ (મિચ્છાદિઠ્ઠિ) શબ્દ યોજ્યા. પણ એટલાથી કંઈ અંત આવે તેમ થોડું હતું? મન અને મતભેદનું વટવૃક્ષ તો જમાના સાથે જ ફેલાતું જાય છે એટલે જૈન અને બૌદ્ધ બન્ને વેદવિરોધી હોવા છતાં તે બન્ને વચ્ચે પણ પ્રબળ મતભેદ હતો. પણ મનુષ્ય પ્રકૃતિમાં જેમ મીઠાશ તેમ કડવાશનું પણ તત્ત્વ છે. આ તત્ત્વ દરેક જમાનામાં ઓછુંવતું દેખાય છે. શબ્દો કોઈ જાતે સારા કે નરસા નથી હોતા. તેના મધુરાણા અને કડવાશપણાનો અથવા તો તેની પ્રિયતા અને અપ્રિયતાનો આધાર તેની પાછળના મનોભાવ ઉપર અવલંબિત હોય છે. આ વસ્તુ આપણે થોડાક દાખલાઓથી વધારે સ્પષ્ટ કરીને સમજી શકીશું. નાગો, લુચ્ચો અને બાવો એ શબ્દો લ્યો અને વિચારો. નાગો સંસ્કૃતમાં નગ્ન અને પ્રાકૃતમાં નગિણ. લુચ્ચો સંસ્કૃતમાં લંચક અને પ્રાકૃતમાં લંચઓ. બાવો સંસ્કૃતમાં વપ્તા અને
પ્રાકૃતમાં વંધ્યા અથવા બપ્પા. જે માત્ર કુટુંબ અને માલમત્તા જ નહિ પણ કપડાં સુદ્ધાંનો તદ્દન ત્યાગ કરી આત્મશોધન માટે નિર્મમત્વ વ્રત ધારણ કરતો અને મહાન આદર્શ નજર સામે રાખી જંગલમાં એકાકિ સિંહની પેઠે વિચરતો તે પૂજય પુરુષ નગ્ન કહેવાતો. ભગવાન મહાવીર આજ અર્થમાં નગ્ન તરીકે પ્રખ્યાતિ પામ્યા છે. પરિગ્રહનો ત્યાગ કરી અને દેહદમનનું વ્રત સ્વીકારી આત્મસાધના માટે જે ત્યાગી થતો અને પોતાના મસ્તકનાં વાળને પોતાનાને હાથે ખેંચી કાઢતો તે લુંચક અર્થાત્ લોચ કરનાર કહેવાતો. એ શબ્દ શુદ્ધ ત્યાગ અને દેહદમન સૂચવનાર હતો. વર્તા એટલે સર્જક અને સર્જક એટલે વડીલ અને સંતાનનો પૂજ્ય. આ અર્થમાં બપ્પા અને બાવા શબ્દ વપરાતો. પરંતુ હંમેશાં શબ્દોના વપરાશની મર્યાદા એક સરખી નથી રહેતી. તેનું ક્ષેત્ર નાનું મોટું અને વખતે વિકૃત થઈ જાય છે. નગ્ન એટલે વસ્ત્ર રહિત તપસ્વી; ને આવો તપસ્વી એટલે માત્ર એક કુટુંબ અગર એક જ પરિવારની જવાબદારી છોડી વસુધા કુટુંબિક બનનાર અને આખા વિશ્વની જવાબદારીનો વિચાર કરનાર. પરંતુ કેટલાક માણસો કુટુંબમાં એવા નીકળે કે જેઓ નબળાઈને લીધે પોતાની કૌટુંબિક જવાબદારી ફેંકી દે છે, અને તેની જગાએ વધારે સારી અને વધારે વ્યાપક જવાબદારી સ્વીકારવાને બદલે આળસ અને અજ્ઞાનને લીધે તેઓ પોતાના કુટુંબને અને પોતાની જાત સુદ્ધાંને બીનજવાબદાર થઈ ભટકતા અને રખડતા રામ થઈ જાય છે. આવા માણસો અને પેલા જવાબદાર નગ્ન તપસ્વીઓ વચ્ચે ઘર પ્રત્યેની બીનજવાબદારી પુરતું, ઘર છોડી ગમે ત્યાં ભટકવા પૂરતું સામ્ય હોય છે. આટલા સામ્યને લીધે પેલા બીનજવાબદાર માણસોના લાગતાવળગતાઓએ તે રખડતા રામને તિરસ્કારસુચક તરીકે અગર પોતાની અરુચિ દર્શાવવા તરીકે નાગો (નગ્ન) કહ્યો. આ રીતે વ્યવહારમાં જ્યારે કોઈ એક જવાબદારી છોડે, આપેલું વચન ન પાળે, માથેનું કરજ અદા ન કરે, તેને દાદ ન આપે ત્યારે પણ તે તિરસ્કાર અને અણગમાના વિષય તરીકે નગ્ન કહેવાયો. બસ ! ધીરે ધીરે પેલો મૂળ નગ્ન શબ્દ પોતાના મહાન તપ, ત્યાગ અને પૂજ્યતાના અર્થમાંથી સરી ધીરે ધીરે માત્ર બીનજવાબદાર એ અર્થમાં આવીને અટક્યો અને આજે તો એમ બની ગયું છે કે કોઈ ત્યાગી સુદ્ધાં પોતાને માટે નાગો શબ્દ પસંદ નથી કરતો. દિગંબર ભિક્ષુકો જેઓ તદ્દન નગ્ન હોય તેઓને પણ જો નાગો કહેવામાં આવે તો તેઓ પોતાનો તિરસ્કાર અને અપમાન માને. લુચક શબ્દ પણ પોતાનું પવિત્ર સ્થાન ગુમાવ્યું છે, અને કહેલું ન પાળે, બીજાને ઠગે તેટલા જ અર્થમાં સ્થાન લીધું છે. બાવો શબ્દ તો ઘણીવાર બાળકોને ભડકાવવાના અર્થમાં જ વપરાય છે, અને કેટલીકવાર તો કશી જ જવાબદારી ન ધરાવતો હોય તેવા આળસી અને પેટભરૂ માટે પણ વપરાય છે. આ રીતે ઉપયોગની પાછળના સારા કે નરસા, આદર કે તિરસ્કાર, સંકુચિત કે વિસ્તૃત ભાવને લીધે શબ્દો પણ એકજ છતાં ક્યારેક સારા, ક્યારેક નરસા,