________________
૨૦
પ્રબુદ્ધ જીવન
શ્રી ર. વ. દેસાઈ Qડૉ. રણજિત પટેલ (અનામી)
‘યુગમૂર્તિ વાર્તાકાર’ શ્રી રમાલાલ વસંતલાલ દેસાઈને મળવાનું સદ્ભાગ્ય મને એકાદ દાયકામાં પાંચેક વાર થયેલું. ગુજરાતખ્યાત વિદ્યાસંસ્થા-‘સર્વ વિદ્યાલય’-કડીના એકવારના મારા અધ્યાપક શ્રી ડાહ્યાભાઈ હરગોવિંદદાસ જાની પૂનાના બી.એ. હતા સને ૧૯૨૦. કડી છોડ્યા બાદ તેઓ વડોદરાની કૃષિ સંસ્થા ‘મોડેલ ફાર્મ’ના સુપ્રિન્ટેન્ડેન્ટ થયેલા. શ્રી દેસાઈ સાહેબ ત્યારે વડોદરા રાજ્યની નોકરીમાં ઊંચા હોદ્દા પર–નાયબ સુબા હતા. શ્રી જાની સાહેબે ‘ઋણ-મુક્તિ' નામે એક પુસ્તક લખેલું, જેની ‘પ્રસ્તાવના’ દેસાઈ સાહેબે લખેલી. તે જ અરસામાં, મુંબઈની ‘ફાર્બસ સભા’ની એક ઈનામી નિબંધ હરીફાઇમાં પ્રથમ આવેલ મારું પુસ્તક 'ગુજરાતીની શરીર સંપત્તિ જેની પ્રસ્તાવના જાની સાહેબે લખેલી ને અમદાવાદની પ્રકાશન સંસ્થા-ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે’ પ્રગટ કરેલું. ‘ૠણ-મુક્તિ’ અને ‘ગુજરાતણોની શરીર સંપત્તિ' દેસાઈ સાકીબને ભેટ આપવા હું મારા ગુરુ શ્રી જાની સાહેબ સાથે ગયેલો તે મારી પ્રથમ મુલાકાત. મોટા રાજ્યના મોટા ઑફિસર તરીકેનો કોઈ પણ પ્રકારનો રૂ-આબ કે દોરદમામ ન મળે. માખણ જેવો મુલાયમ સ્વભાવ. સ્નેહસભર આંખો. નાગરીકે નજાકત. ઓફિસર તરીકે તો લોકપ્રિય ખરા જ પણ વિશેષ તો નવલકથાકાર તરીકે જાણીતા. આવા મોટા ગજાના સાહિત્યકારને મળવાનો મારો પ્રથમ અનુભવ.
તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮
તરીકે જવું જોઈએ.' મેં કહ્યું: “સાહેબ ! આપણે ત્યાં કૉલેજો કેટલી? સુરતની એમ.ટી.બી., વડોદરાની વડોદરા કૉલેજ, અમદાવાદની ગુજરાત, એલ.ડી., જૂનાગઢની બાઉદ્દીન, રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજ, ને ભાવનગરની શામળદાસ કૉલેજ.' મારા જવાબથી એ મંદ હસ્યા ને કહેઃ “જુઓ પટેલ! તમો અધીરા ન થાવ. રાહ જુઓ, કૉલેજ માટે પ્રયત્ન કરો. હવે ગુજરાતમાં પણ વધુ કૉલેજો થશે.’ તત્કાળ તો મેં માંડી વાળ્યું ને બધું જ ધ્યાન બી. ટી. માટે કેન્દ્રિત કર્યું. શ્રી જાની તે વખતે લીંબડા પોળમાં હતા. જાણવા મળ્યું કે તેઓ પણ ટોબેકો ઈન્સ્પેક્ટર થવાને બદલે મુંબઈ ગયા ને સમય જતાં પબ્લિક પ્રોસિક્યુટર થયા.
આ વાતને માંડ ચારેક માસ થયા હશે ત્યાં તો એજ્યુકેશનસાયકોલો-ફ્રેકલ્ટીના ઑફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રી ચંપકલાલ ત્રિવેદીએ મને શુભ સમાચાર આપ્યા કે રણજિતભાઈ! સને ૧૯૪૬ના જૂનથી પેટલાદમાં, દાતાર શેઠ શ્રી રમણલાલ પરીખની ઉદાર સખાવતથી આર્ટ્સ સાયન્સ કૉલેજો થનાર છે તેમાં તમાં ખસૂસ અરજી કરો. એક મિત્રને નાતે તેમણે અંગત વાત જણાવી ઈન્ટરવ્યૂ લેનારાઓમાં આપણા પ્રિન્સિપાલ સાહેબ-ડીન પ્રો. ટી. કે. એન. મેનન સાોબ પણ હશે. મેં અરજ કરી. તેરેક ઉમેદવારો હતા. સને ૧૯૪૬ના ડિસેમ્બરમાં ઈન્ટરવ્યૂ થયાં તો મારા સુખદ આશ્ચર્ય વચ્ચે મેં અર્ધો ડઝન ઈન્ટરવ્યૂ લેનાર મહાનુભાવોમાં, ‘સૌમ્ય-સંસ્કાર-મૂર્તિ' શ્રી દેસાઈ સાહેબને પણ જોયાં. હું
એ પછી સને ૧૯૪૪માં, એમ.એ. પછી બી. ટી. કરવા હું વડોદરાની ‘એજ્યુકેશન એન્ડ સાયકોલોજી' ફેકલ્ટીમાં દાખલ થયો.આશાવાદી બન્યો. ઈન્ટરવ્યુ લેનારમાં શ્રી મણિભાઈ વી. દેસાઈ, ૧૯૪૫ના આંગરમાં 'સમાજ વિજય'માં જાહેર ખબર વાંચી જ્યોનિ લિમિટેડવાળા શ્રી ભાઈલાલભાઈ અમીન, પેટલાદના એક જેમાં વડોદરા રાજ્યને આઠ ટોબેકો ઈન્સ્પેક્ટરોની આવશ્યકતા દાતાર શ્રી ભીમનાથ દીક્ષિત, પ્રિ. ટી. કે. એન. મેનન, અગાઉથી હતી. ખેતીમાં મારા પિતાજી તમાકુનું પણ ઠીકઠીક વાવેતર કત્તા નિમાયેલા પ્રિ. કે. એલ. દેસાઈ (સુરતની એમ.ટી.બી.ના અંશે જી અને દર વરસે પાક-ઉત્પાદનની આંકણીમાં રાજ્યના અધિકારી-ભાષા ઓની હેરાનગતિનો કડવો અનુભવ થતો. એમની એવી ઇચ્છા ખરી કે હું શિક્ષક થવાને બદલે રાજ્યની કોઈ રેવન્યુખાતાની નોકરીમાં જોડાઉં. મેં અરજી કરી. આઠ ઈન્સ્પેક્ટરોની જગ્યા માટે ૧૨૦ અરજીઓ આવેલી. ઈન્ટરવ્યૂમાં આઠની પસંદગીમાં છ દક્ષિણી ભાઈઓ હતા ને બે ગુજરાતી. બે ગુજરાતીમાં હું એક. બીજા ભાઈ, મુંબઈની ફાર્બસ સભાના મંત્રી શ્રી અંબાલાલ બુલાખીદાસ જાનીના સગા ભત્રીજા શ્રી અતુલ કે અજય જાની (!) હતા. તેઓ એમ.એ., એલએલ.બી. હતા. ઈન્ટરવ્યૂ લેનારમાં રેવન્યુ ખાતાના પ્રધાન શ્રી આંબેગાંવકરની સાથે નાયબ સુબા શ્રી રમણલાલ વ. દેસાઈ પણ હતા. પ્રથમ પરિચય તો હતો જ...પણ ‘ઈન્ટરવ્યૂ'માં તેમણે મને એમ કહ્યું કે ‘મિસ્ટર પટેલ! જુઓ આ જગ્યા તો કેવળ ગ્રેજ્યુએટ્સ માટે છે. તમારા જેવા ફર્સ્ટ કલાસ ગ્રેજ્યુએટ આ ધંધામાં આવે તેના કરતાં શિક્ષણના ક્ષેત્રમાં હોય તો ઉભયને ઉપકારક નીવડે. તમારે તો કોઈ કૉલેજમાં લેક્ચરર
સાહિત્યના નિવૃત્ત પ્રોફેસ૨) વગેરે હતા. ઈન્ટરવ્યૂ એકદમ સરસ ગયો. પ્રિ. મેનન અને શ્રી રમણલાલ દેસાઈ, તો મને ઓળખતા હતા ને પ્રિ. કે. એલ. દેસાઈ મારા ‘ઈન્ટરવ્યૂ'થી પ્રસન્ન હતા. આખરે શ્રી ૨. વ. દેસાઈના બોલ ને આશીર્વાદ કેવળ ચાર જ માસમાં ફળ્યા. પછી પ્રિ. મેનન સાહેબ દ્વારા જાણવા મળ્યું કે મારી પસંદગીમાં દેસાઈ સાહેબનો હિસ્સો મોટો હતો. ૧૯૪૬ના જૂનથી પેટલાદની કૉલેજો શરૂ થઈ ગઈ. ૧૯૪૭માં કૉલેજનો વાર્ષિકોત્સવ ઉજવવાનો હતો. પ્રિ. કે. એલ. દેસાઈએ ‘ચીફ ગેસ્ટ’ તરીકે કોને આમંત્રણ આપવું તેની ચર્ચા માટે મને બોલાવ્યો. મેં યુગમૂર્તિ વાર્તાકાર તરીકે પ્રતિષ્ઠા પામેલા શ્રી દેસાઈ સાહેબનું નામ સૂચવ્યું. સર્વાનુમતે એ સ્વીકારાયું...ને દેસાઈ સાહેબ ઊમળકાથી આવ્યા. ભાષણમાં એમણે વડોદરા રાજ્યનાં ચારેક નગરોનો ઉલ્લેખ કર્યો. વડોદરા, મહેસાણા, અમરેલી અને પેટલાદ. એમાંય પેટલાદની ત્રણેક મિલો, દાતાર શેઠશ્રી રમણલાલ પરીખની ઉદારતા, શ્રી મોતીભાઈ અમીનની આશ્રમ-પ્રવૃત્તિ ને