________________
૧૮
પ્રબુદ્ધ જીવન
'રામ્યક્ત્વ' એટલે 'સાચા સુખની પ્રતીતિ'
n ડૉ. છાયાબેન શાહ
સૌ પ્રથમ સુખ એટલે શું ? એ વિષે વિચારણા કરીએ તો વિવિધ મંતવ્યો આવે. એક મત પ્રશાર્ણ સુખી એને કહેવાય કે જેને જીવનમાં સફળતા પ્રાપ્ત કરી છે. કારોસ સ્લીમ, વોરન બફેટ, બીલ ગેટ્સ કે લક્ષ્મી મિત્તલ જેવા ધનાઢ્યો અત્યંત સુખી છે. બીજા મત પ્રમાણે જેમને કળા સાહિત્ય કે સંગીત ક્ષેત્ર વિશ્વસ્તરે યશ-પ્રતિષ્ઠા-આદર પ્રાપ્ત કર્યા છે તે ખરેખર સુખી છે. એક મત એવો પણ છે કે જેને ધન-પ્રતિષ્ઠા સાથે કોઈ લેવા-દેવા નથી. એને તો બસ આખા વિશ્વમાં એક વ્યક્તિ એને ચાહે છે. એટલી સંવેદના જ પરમસુખ આપતું લાગે છે. પ્રેમની પરાકાષ્ઠા એ પ્રેમીજન માટે સુખ છે. નકારાત્મક રીતે વિચારીએ તો જગતના સંઘર્ષથી કંટાળી જઈ પોતાની જાતને વ્યસનમાં ડૂબોડી દઈ કેટલીક વ્યક્તિઓ અને સુખ માને છે.
ઉપરોક્ત સુખોને સુખ માનીએ અથવા તો એને ભોગવનારને સુખી માનીએ તે પહેલા ઉપસ્થિત થતા કેટલાંક સમીકરણોના જવાબ આપવા પડે.
પહેલો પ્રશ્ન એ થાય કે ઉપરોક્ત સુખો અને ભોગવનારને સંપૂર્ણ તૃપ્તિ આપે છે ખરા? એ સુખોની પરાકાષ્ઠા ‘બસ હવે પૂરતું છે' એવી અનુભૂતિ કરાવે છે ખરા? દુનિયાનો અનુભવ એમ કહે છે કે આ સુખો તૃષ્ણા વધારે છે. એન્ડ્રુ કારનેગી, એક સફળ બીઝનેસમેન મૃત્યુના બિછાના પર કહે છે કે હું દશ અબજ ડોલર જ કમાયો. મારે તો ૧૦૦ અબજ ડોલર કમાવવા હતા. આ કહેવાતા સુખી માનસિક અસમાધિથી પીડાવે છે. કાર્યોથી રીબાવે છે. ભોજન છે પણ ભૂખ નથી. પથારી છે પણ નીંદર
નથી.
તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮
જવાબ મળે છે કે કરોડપતિ રોડપતિ પણ થઈ શકે છે. પ્રતિષ્ઠા-આદર ગુમાવવા પણ પડે છે. પ્રેમગીતો કરતા વિહગીતો વધારે છે. કવિશ્રી કાલિદાસે એમની દરેક અમર કૃતિમાં પ્રેમને પીડા ને દુઃખ આપનાર બતાવ્યો છે. એમાં જ તેનું મહત્ત્વ સ્થાપિત કર્યું છે.
ત્રીજો પ્રશ્ન એ ઉભો થાય કે આ કહેવાતું સુખ દરેક સંજોગમાં સુખ રૂપે રહે છે કે સંજોગ પ્રમાણે એની વ્યાખ્યા બદલાતી રહે છે? દૂધપાકના પહેલા ચાર વાડકા સુખ આપતા હતા એ જ દૂધપાકનો પાંચમો વાડકો ત્રાસ રૂપ લાગે છે. વધુ પડતા વિષર્ષોથી ઉબાઈ જવાય છે.
ચોથો અને અંતિમ પ્રશ્ન ઉભો થાય છે કે જો ઉપરોક્ત સુખો જ સાચા સુખ હોય તો એવા તો અનંત સુખો જેમની પાસે હતા એવા તીર્થંકર પ્રભુએ તેનો ત્યાગ કેમ કર્યો? જેમના જન્મતાની
સાથે જ સિદ્ધાર્થ રાજાને ત્યાં દરેક પ્રકારની વૃદ્ધિ થવા માંડી. તેથી તો પ્રભુનું નામ વર્ધમાન પાડ્યું. છતાંય પ્રભુ મહાવીર તેને છોડીને ક્રમ ચાલ્યા ગયા? પ્રવચન સાચુંઢારમાં કહ્યું છે : ગાડી-થોડોધન-વૈભવને છોડીને શ્રમશ બનનાર તીર્થંકર પ્રભુના જે દર્શન કરે છે તે પણ ધન્ય છે.
આ પ્રશ્નો એમ સાબિત કરે છે કે આ કહેવાતા સુખો એ સાચા સુખ નથી. પરંતુ આશ્ચર્ય એ છે કે અનંતાકાળના ભવભ્રમણ પછી પણ જીવને આ પૌદ્ગલિક સુખો એ સુખ નથી એવો વિચાર સુદ્ધા નથી આવતો. મોહનીયકર્મ અને જ્ઞાનાવરણય કર્મને કારણે જીવ ઈન્દ્રિયોના વિષયમાં જ સુખ માને છે. અનુકૂળતા જ ગમે છે. પૌદ્ગલિક સુખો પ્રાપ્ત કરવામાં જ જીવનની ક્ષણો ખરચી નાંખે છે. શાસ્ત્રો આ સૃષ્ટિને ધ દૃષ્ટિ કર્યો છે. અવળી સમઝણની ગાંઠ' ગ્રંથી કર્યુ છે. જીવ આ ગ્રંથી પકડીને એક ગતિમાંથી બીજી ગતિમાં ભવભ્રમણ કર્યા જ કરે છે.
નયસારના ભવમાં પ્રભુ મહાવીરના જીવને સત્સંગનો યોગ પ્રાપ્ત થશે. જમવા બેસે છે ને વિચાર આવ્યો કે કોઈ અતિથિને પહેલા જમાડું. ઝાડ પર ચડીને જુવે છે તો કેટલાક મુનિ ભગવંતો માર્ગ શોધી રહ્યા છે. પોતે જઈને મુનિ ભગવંતોને બોલાવી લાવે છે. આહાર આપે છે ને પછી આગળ માર્ગ બતાવવા જાય છે. છૂટા પડતા મુનિ મહારાજ કહે છે, 'સંસારમાં ભૂલા પડેલા એવા
બીજો પ્રશ્ન એ ઉભો થાય કે શું આ સુખો ચિરંજીવી છે ? એક અમને તેં માર્ગ બતાવ્યો. હવે સંસારમાં ભૂલા પડેલા એવા તને વાર મળે પછી હંમેશ ટકી રહે છે? અમે માર્ગ બતાવીએ.' મુનિ ભગવંત નયસારને પૌદ્ગલિક સુખોની, સંસારની ક્ષણભંગુરતા સમજાવી. અનાદિકાળની ગ્રંથીમાં તીરાડ પડી. સમ્યક્ત્વ પ્રાપ્ત થયું ને પછી આગલા ભવોમાં એવો પુરુષાર્થ કર્યો કે તીર્થંકરત્ત્વનું સુખ પ્રાપ્ત કર્યું.
યોગષ્ટિ સમુચ્ચયમાં આ. હરિભદ્રસૂરિજી લખે છે કે જીવ ષષ્ટિમાંથી સંજોંગ પ્રાપ્ત થતાં જ્યારે મિત્રા નામની પહેલી
યોગદૃષ્ટિમાં પ્રવેશે છે ત્યારે તણખા જેટલો સત્યનો પ્રકાશ થાય છે. આ પ્રકાશ નહિવત્ હોવા છતાં સંપૂર્ણ જ્ઞાનનું કારણ બને છે. જીવ મિત્રા-તારા-બાલા-દિપા-અનુક્રમે સ્થિર દૃષ્ટિ સુધી પહોંચે છે ત્યારે તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે.
આ સમ્યકત્વ એટલે સત્યની પ્રતીતિ-હય-ઉપાદેયના વિષેની પ્રાપ્તિ-વસ્તુને તેના યથાર્થ સ્વરૂપમાં જોવાની દૃષ્ટિ. જીવ જ્યારે આ સમ્યક્ત્વને પામે છે ત્યાર પછી જ સાચું સુખ શેમાં છે તેનું તેને જ્ઞાન થાય છે. સાચા સુખની અનુભૂતિ થાય છે.
પરંતુ કેટલાંક હળુકર્મી જીવોને એવો સંજોગ પ્રાપ્ત થાય છે, એવું નિમિત્ત પ્રાપ્ત થાય છે કે અંતે આ પૌદ્ધિક સુખોથી ઉપર એક નવી દિશાના સુખની વિચારણા કરવાની સ્ફૂરણા થાય છે. અનાદિકાળની ગ્રંથીમાં તીરાડ પડે છે.