Book Title: Parshwanath Prabhu Charitra
Author(s): Devbhadracharya
Publisher: Jain Atmanand Sabha

Previous | Next

Page 8
________________ એમ ભવ્યાત્માઓને ભાન થાય છે, અનુપમ પૂજ્યભાવ ઉત્પન્ન થાય છે, અને જિનેશ્વર દેવેની ફરમાવેલ આજ્ઞાનું આરાધન કરનાર ભવ્યાત્માને જગતમાં કલ્યાણની પરંપરા ઉત્પન્ન થતાં સર્વ વાંછિતની સિદ્ધિ અને છેવટે મોક્ષપ્રાપ્તિ અવશ્ય થાય છે. જિનેશ્વર દેના ચરિત્રનું શ્રવણ-મનન-વાંચન કરવાથી આત્માને રત્નત્રયી, સર્વ સિદ્ધિ, પરમાત્મપણું, અને છેવટે અનંત સુખની પ્રાપ્તિ થાય છે. શ્રી તીર્થકર દેને અનુ અસાધારણ મહિમા હોવાથી અને આત્મકલ્યાણના પરમ સાધનરૂપ હોવાથી શ્રી જિનેન્દ્ર દેના ચરિત્રો જ પ્રથમ સ્થાન ધરાવે છે. આ કાળે એ પૂજનીય, વંદનીય, દેવાધિદેવ તીર્થકર ભગવંતના અભાવે આ કાળમાં તેમની અમૃતમય વાણી જે આગમ વિગેરેમાં ગુંથાએલી છે એ જ આપણી ખરી મીલ્કત-સમૃદ્ધિ છે કે જેનાથી જીવનના આદર્શો-ધર્મગુરુઓ, લોકનેતાઓ, સંઘ, સમાજ, જ્ઞાતિના આગેવાનો ઘડી શકે છે. વગેરે કારણેથી આ સભાએ દેવાધિદેવ જિનેન્દ્ર પ્રભુના ઉત્તમ કોટીના ચરિત્રનું કાર્ય હાથ ધર્યું છે અને તેથી– અત્યાર સુધી આ સભા તરફથી શ્રી રૂષભદેવ પ્રભુ, શ્રી સુપાર્શ્વનાથ તીર્થકર દેવ, શ્રી ચંદ્રપ્રભુ સ્વામી, શ્રી વાસુપૂજ્ય ભગવાન, શ્રી વિમલનાથ જિનંદ્ર, શ્રી શાંતિનાથ જિનેશ્વર, શ્રી નેમનાથ જિનદેવ, શ્રી મહાવીર ભગવંત, મળી આઠ દેવાધિદેવના શ્રી પૂર્વાચાર્યો પૂજ્ય પુરુષો રચિત સચિત્ર સુંદર ચરિનું પ્રકાશન કરેલું છે અને તેજ ક્રમ પ્રમાણે :- શ્રી શ્રેયસ્કર, વિદાહર શ્રી પાર્શ્વનાથ ભગવંતનું આ સુંદર, અલૌકિક, અનુપમ ચરિત્રનું પ્રકાશન કરી આ સભાએ જ્ઞાનભક્તિ કરી છે, કે જેમાં અધ્યાત્મ જ્ઞાનના બેધક વિષયે, પ્રભુના દશ ગણધર ભગવાનના પૂર્વ ભવના વિસ્તારપૂર્વક રસિક વર્ણનો, અનેક દષ્ટાંતે, અંતર્ગત કથાઓ, ઉપનયે અને વિવિધ ભાવે વગેરે આવેલા છે. અત્યારસુધીમાં પ્રગટ થયેલાં તીર્થકર ભગવંતોના ચરિત્રમાં આ ચરિત્ર બહુ જ વિદ્વત્તાપૂર્ણ કૃતિ છે અને તેમાં અપૂર્વતા, રસિકતા, મધુરતા, અનુપમતા વિશેષ વિશેષ હોવાથી વાંચકની ધર્મભાવનાને પિષે ' છે અને પંડિત પુરૂષ અને બાળજીને એક સરખું ઉપયોગી થઇ પડે તે રીતે સાદી, સરલ, ગુજરાતી ભાષામાં તેને અનુવાદ કરાવેલ છે. - આ ગ્રંથના કર્તા પૂજ્ય શ્રી દેવભદ્રાચાર્ય મહારાજ છે. તેઓશ્રી મહાન વિદ્વાન ઉચ્ચ કોટીના સાહિત્યકાર વિક્રમની બારમી સદીમાં થયેલા છે. તેઓશ્રી આચાર્ય પદારૂઢ થયાં પહેલાં તેઓશ્રીનું ગુણચંદ્રગણું નામ હતું, તે વખતે સંવત ૧૧૩ માં શ્રી મહાવીર ચરિત્ર વિસ્તારપૂર્વક ૧૨૦૨૫ લોકપ્રમાણે રચેલ હતું, તેને અનુવાદ પણ આ સભાએ સંવત ૧૯૯૪ માં પ્રકટ કરેલ છે. બીજે ગ્રંથ શ્રી કથારનષ પ્રાકૃત ભાષામાં આચાર્ય. પદારૂઢ થયા પછી સંવત ૧૧૫૮ ની સાલમાં રચેલો છે, તે સંવત ૨૦૦૦ની સાલમાં (મૂળ) આ સભા તરફથી પ્રકટ થયેલ છે, જે ઘણી જ અનુપમ કૃતિ છે અને તેનું ઉચ્ચકોટીનું સંશોધન કાર્ય સાક્ષરવર્યશ્રી પુણ્યવિજયજી મહારાજે કૃપા કરી કરી આપેલ છે, તેને અનુવાદ પણ હાલમાં આ સભા તરફથી છપાય છે અને આ. શ્રી પાર્શ્વનાથ ભગવાનના અપૂર્વ . ચરિત્રની રચના પ્રાકૃત ભાષામાં સંવત ૧૧૬૮ માં કરેલી છે, તેને ગુજરાતી અનુવાદ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 574