Book Title: Parshwanath Prabhu Charitra
Author(s): Devbhadracharya
Publisher: Jain Atmanand Sabha

Previous | Next

Page 10
________________ તેનું સુંદર, સરલ ભાષાંતર કરાવી પ્રકટ કરેલ છે. સભાને તે માટે જે કિંમતી સલાહ આ. શ્રી કુમુદસૂરિ મહારાજે આપી છે જેથી તેઓ સાહેબને ઉપકાર ભૂલી શકતા નથી. આ ગ્રંથના પાછળના ભાગમાં પરિશિષ્ટ તરીકે દેવાધિદેવ શ્રી પાર્શ્વનાથ ભગવંતના એકસો આઠ નામ પૂર્વાચાર્યકૃત પદ્યરૂપે તેમજ પૂર્વાચાર્ય કૃત બેઉવસગ્ગહર” મંત્ર સહિતનું તેત્ર વગેરે કે જેનો નિરંતર જાપ કરવાથી વિદ્યા દૂર થાય છે, તે સર્વ આ ચરિત્ર સાથે સંબંધ રાખતું હોવાથી અને પઠન પાઠન માટે ઉપયોગી હોવાથી પાછળ આપવામાં આવેલ છે. આ સભા તરફથી અગાઉ પ્રકટ થયેલાં ભગવંતોના ચરિત્રમાં જેમ સુંદર ફોટાઓ આપી અલંકૃત કરવામાં આવેલ છે, તેમ આ ચરિત્રમાં વિવિધ રંગી, વિશેષ સુંદર, આકર્ષક અને વધારે ફોટાઓ આપી શ્રી પાર્શ્વનાથ ભગવંતની ભક્તિ આ સભાએ સુંદર રીતે કરી છે. આટલું પ્રસ્તાવનારૂપે જણાવી હવે આ ગ્રંથને સંક્ષિપ્ત પરિચય આપીએ છીએ. દરેક તીર્થકર ભગવાનના ચરિત્રના કર્તા મહાપુરુષોએ મેક્ષમાં પધારતાં સુધીમાં તીર્થંકર * ભગવંતોના કેટલા ભવો થયા તેની ગણત્રી ( સંખ્યા ) પ્રથમ આપેલ હોય છે, થ- . પરંતુ અહિં એ પ્રશ્ન થાય છે કે-અનાદિકાલથી આત્મા કર્યાવરણથી લેપાયેલ પરિચય. હેવાથી આત્માના ભવની સંખ્યા શી રીતે હોઈ શકે? અહિં શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે-જિનેશ્વર તીર્થકર ભગવાનના ભોની ગણત્રી તે આત્મા જે ભવમાં પ્રથમ સમ્યકત્વ પામે ( આત્મવિકાસની શરૂઆત કરે ) ત્યારથી મેક્ષમાં જતાં સુધી જેટલા ભે થાય તેટલી સંખ્યા ભવની ગણાય છે, એ રીતે શ્રી પાર્શ્વનાથ ભગવાનના (ચરિત્રના કર્તા) શ્રી દેવભદ્રાચાર્ય મહારાજ આ ગ્રંથમાં પ્રભુના છ ભવો જણાવે છે અને તે ભવોનું વિસ્તારપૂર્વક વર્ણન આખું ચરિત્ર પાંચ પ્રસ્તાવમાં સુમારે અગીયાર હજાર કપ્રમાણમાં પૂર્ણ કરેલ છે. - શ્રી આદિનાથ પ્રભુ ચરિત્રના કર્તા શ્રી અમરચંદ્રસૂરિજી તે ગ્રંથમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના દશ ભવ જણાવે છે. ત્રીજે, પાંચમે સાતમો અને નવમા ભવને વિષે પ્રભુ દેવલોક, નવ ગ્રેવેયકમાં દેવપણે ઉત્પન્ન થયેલાં છે તે ચાર ભવની ગણત્રી આ ચરિત્રના કર્તા મહારાજે લીધી નથી, જેથી બાકીના છ ભ નીચે પ્રમાણે જણાવવામાં આવ્યા છે. ૧. પ્રથમ ભાવમાં પ્રભુ ૧ મરૂભૂતિ નામે થયા તેમને કમઠ' નામના તેના ભાઈએ મૃત્યુ પમાડયા. બીજા ભવમાં મરૂભૂતિ વનના હાથી થયા ત્યારે કમઠ કર્કટ સંપ થયો અને તેની દાઢાના વિષવડે મરણ પામ્યા. ત્રીજા ભવમાં કનકેગ કિરણગ નામના વિદ્યાધર રાજા થયા ત્યાં પણ કાયોત્સર્ગમાં રહેલા તેને (મઠે) સર્ષે હસ્યા તેથી મરણ પામ્યા. ચોથા ભાવમાં વનાભ રાજ થયા તેમણે ચારિત્ર ગ્રહણ કર્યું અને કમઠનો જીવ એક વનમાં ભિલ થશે તેના બાણના પ્રહારે તેમને મૃત્યુ પમાડયા. પાંચમા ભાવમાં પ્રબ કનકબાહ-સુવણબાહુ નામના ચક્રવર્તી થયા ત્યાં પ્રવ્રયા ગ્રહણ કરી અને કમઠને જીવ સિંહ થયેલે તેણે તેમને હણ્યા અને છઠ્ઠા ભાવમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન જિનેશ્વર થઈને કમઠના ભયંકર ઉપસર્ગોને સહન કરી તથા તીર્થ પ્રવર્તાવી મોક્ષપદને પામ્યા. * મૂળમાં પા. ૩ કનકવેગ છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 574