Book Title: Parshwanath Prabhu Charitra
Author(s): Devbhadracharya
Publisher: Jain Atmanand Sabha

Previous | Next

Page 9
________________ કરાવી આ ગ્રંથ પ્રકટ કરેલ છે. આ પૂજ્ય આચાર્ય મહારાજના સક્ષિપ્ત પરિચય આ ચરિત્રની પાછળ પ્રશસ્તિમાં આપવામાં આવેલ છે, પરંતુ વિશેષ પરિચય આ સભા તરફથી કથારત્નકાષ મૂળ જે પ્રકાશન પામેલ છે, તેમાં પૂજ્ય વિદ્વાન મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે ઐતિહાસિક દષ્ટિએ ગુજરાતી ભાષામાં વિદ્વત્તાપૂર્ણ આપેલ છે તે ગ્રંથના અનુવાદ આ સભા તરફથી છપાય છે તેમાં અક્ષરસહ આપવામાં આવશે. ઉપરના ત્રણ મહામૂલ્ય ગ્રંથા જેની અનુપમ રચના શ્રી દેવલદ્રાચાર્ય મહારાજે કરીને જૈન કથા તથા તત્ત્વજ્ઞાન સાહિત્યમાં ઉત્તમાત્તમ વૃદ્ધિ કરી છે. ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુનું આ વિસ્તારપૂર્વક ઉત્તમ ચરિત્ર છે, જેમાં વિશિષ્ટતાઓ પણ ઘણી છે, સાથે સરલ, બેાધક અને અંતર્ગત અનેક ધ કથાઓ, અને નવીન નવીન જાણવા લાયક અનેક હકીકતા આવેલી છે કે જે મનનપૂર્વક વાંચવાથી સર્વ કાઇ આત્મિક આનંદ પ્રાપ્ત કર્યાં સિવાય રહેતા જ નથી. આ ગ્રંથમાં કર્તા આચાર્ય મહારાજે પ્રભુના છ ભવના વધુ'ના સાથે પ્રભુના શુભદત્તાદિ દશ ગણધર ભગવાનાના પૂર્વભવના સુંદર અદ્ભૂત આધક વૃત્તાંતા, સાથે સામાજિક, ધાર્મિક, વ્યવહારિક ખામતા, ઋતુ વર્ણનના નવા નવા જાણુવા લાયક અનેક વિષયા વગેરે બહુ વિસ્તારપૂર્વક આપેલા છે. પ્રભુના દરેક ભવામાં કમઠે કરેલા મરણાંત ઉપસર્ગો વખતે પ્રભુની અપૂર્વ શાંતિ, અનુપમ દયા, મહિમા, પ્રતિભા વગેરેનુ વણું ન આચાર્ય મહારાજે વિદ્વત્તાપૂર્ણ રીતે આ ગ્રંથમાં કરેલ છે, એમ વાચકને અનુભવ થયા સિવાય રહેશે નહિં. આચાર્ય મહારાજની કૃતિના આ ત્રણે અપૂર્વ સાહિત્ય ગ્રંથ રત્ના મનનપૂર્વક વાંચવા જૈન સમાજને નમ્ર સૂચના કરીએ છીએ. શ્રી પાર્શ્વનાથ ભગવાનના છેલ્લાં તીથ‘કર ભવમાં મનુષ્યા અને દેવાએ પંચકલ્યાણકામાં કરેલ અપૂર્વ ભક્તિ, પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી સમવસરણમાં બિરાજી અમૃતમય દેશનામાં ધર્મના પ્રકાર—દાન, શીયળ, તપ અને ભાવનું કથાઓ સહિતનું કરેલું અનુપમ નિરૂપણું અને તેથી અમૃતધારારૂપી ઉપદેશવડે અનેક જીવાએ સાધેલ આત્મકલ્યાણ એ સ વર્ણ ના મનનપૂર્વક વાંચવા, વિચારવા અને અનુકરણ કરવા ચેાગ્ય હેાવાથી વાર વાર વાંચવા જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે અને છેવટે આત્મકલ્યાણુ પણ સાધી શકાય છે. આ વિન્નહર શ્રેયસ્કર શ્રી પાર્શ્વનાથ પ્રભુ જૈનદર્શનમાં પુરુષાદાણી પુરુષ કહેવાતા હેાવાથી તેમનુ' નામસ્મરણુ, દશ ન, જાપ, ધ્યાન વગેરે વિઘ્ન હરવામાં અને આત્માનું શ્રેય સાધવા માટે અસાધારણ અને ઉત્કૃષ્ટ મહિમાવંત અવશ્ય ગણાય છે, એ વગેરે કારણેાથી જ આ વખતે આ સભાએ શ્રી ત્રેવીશમા જિનેશ્વર ભગવંતનું આ અદ્ભુત મહિમાવંત અનુપમ ચરિત્રનું પ્રકાશન કરેલ છે. આ સભાના માનદ્ મુખ્ય સેક્રેટરી સ. ૧૯૯૯ ના વૈશાક માસમાં શ્રી તાલધ્વજગિરિ સહકુટુંબ યાત્રાએ ગયા હતાં, જે વખતે ત્યાં ખિરાજમાન આ. શ્રી વિજયકુમુદસૂરિજી હસ્તક શ્રી કપડવંજ શ્રીસ ધ તરફથી આ ચરિત્ર મૂળ છપાતુ હતું, તેના ફાર્મા તેમના જોવામાં આવતાં, આચાર્ય મહારાજે જણાવ્યું કે આ શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરિત્રની મૂળ કૃતિ ઘણી સુંદર છે, તેનેા અનુવાદ કરાવી જો કોઇ પ્રકાશન કરે તેા ખાળ અને પડિંત સર્વ આત્મિક લાભ પ્રાપ્ત અવશ્ય કરે તેવું છે, વગેરે હકીકત સેક્રેટરીએ સભાને નિવેદન કરતાં

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 574