Book Title: Parshwanath Prabhu Charitra
Author(s): Devbhadracharya
Publisher: Jain Atmanand Sabha

Previous | Next

Page 7
________________ २ કર ભગવાનપ્રણીત મૂળ પૂજ્ય આગમ-સૂત્રા કે જેના ઉપર જૈન શાસનના ખાસ આધાર છે તેની સરલતા માટે પંચાંગી પણ રચેલી છે, તેમાંથી પૂર્વાચાર્ય મહારાજાઓએ દાહન કરી તત્ત્વજ્ઞાન, જ્યાતિષ, ગણિત, ભૂગાળ, વૈદક, કથા, ઇતિહાસ, ન્યાય, કાળ્યા વગેરે વિવિધ સાહિત્યે રચેલાં માજીદ છે; છતાં આજે માત્ર કથા અને ઇતિહાસ સાહિત્ય ઉપર જ મેટા ભાગના મનુષ્યાની રુચિ હાવાથી તે સિવાયના અન્ય સાહિત્ય ઉપર તે દૃષ્ટિ પણ કરતા ઘણા ભાગે જોવામાં આવતા નથી. આપણા તે પૂજ્ય પૂર્વાચાર્ય પુરુષાએ કથાનુયાગના સાહિત્યમાં મહાપુરુષેાના અનેક સુંદર ચરિત્રા, અનેક અંતર્ગત બાધક કથાઓ અને વિવિધ વર્ણ ના સાથે રચી આપણા ઉપર મહાન્ ઉપકાર કરેલ છે. જૈન કથા સાહિત્યામાં-નિશ્ચય અને વ્યવહાર બન્ને ધર્મના સ્વરૂપે। યથાસ્થિત ખતાવાયેલાં છે; છતાં કાળ પરિવર્તનવડે મૂળ સસ્કૃતિ જાળવી રાખતાં તેમાં ન્યૂનાધિકતા થયા. કરે તે સ્વાભાવિક છે. જૈન કથા અને ઇતિહાસ સાહિત્ય વિસ્તારપૂર્વક ગદ્ય, પદ્યાત્મક રૂપે અત્યારે જે ઉપલબ્ધ છે તે ભારતિય ઇતિહાસ ઉપર નૂતન પ્રકાશ પાડે છે; તેની ભાષા પણ શુદ્ધ અને સુંદર પ્રાકૃત મૂળરૂપે છે, જેમાં અનેક સત્ત્વશાળી પૂજ્ય પુરુષાના જીવનવૃત્તાન્તા વિદ્વાન મહાન્ ત્યાગી મહાત્મા અને આચાર્ય મહારાજાઓએ અનેક રચેલા છે, તેમાં શ્રી તીર્થંકર ભગવાનેાના ચરિત્રા તા સૌથી વધારે રસિક, વધારે અનુપમ અને વિવિધ જાતના સુ ંદર વર્ણ ના યુક્ત હાવાથી તે પ્રથમ પંકિતએ મૂકી શકાય છે. પુણ્ય તીર્થંકર ભગવંતા, ગણધર મહારાજાએ અને અનુકરણીય અનેક પુર્વજોની નિર્મળ કથાઓ, તેમજ જિનેશ્વરભાષિત આગમના રહસ્યનું વિવેચન જેમાં હાય તે જ ધર્મકથા કહેવાય છે; તેથી જ તીર્થ કર દેવાના ચરિત્રા એ ઉત્તમ પ્રકારની ખાસ ધર્મકથાઓ ગણાય છે. આવી ધર્મકથા સિવાય પ્રાણી વૈરાગ્ય પ્રાપ્ત કરી શકતા નથી; સંસારજન્ય વ્યથાથી મુક્ત થઇ શકતા નથી, તેમજ ( આત્મિક ) આન ંદજન્ય સુખનેા સ્વાદ પણ લઇ શકતા નથી. શ્રી જિનેન્દ્ર દેવાના સુંદર ચરિત્રા આત્મકલ્યાણની સર્વ સામગ્રી યુક્ત હાવાથી મનનપૂર્વક તેવા ચિત્રા વાંચનારને કાઇ ને કઈ લાભ થયા સિવાય રહેતા જ નથી, અને જીવનસુધારણામાં તેનું આલંબન લેવા માટે પુન: પુન: વાંચવા-વિચારવાનુ આવસ્યક થઇ પડે છે. ભગવાન શ્રી જિનેશ્વર દેવાના ચરિત્રનું શ્રદ્ધા અને એકાગ્ર ચિત્તે વાંચન કરવાથી એ પરમાત્મા દેવાધિદેવ પ્રત્યે અદ્વિતીય ભક્તિભાવ પ્રગટે છે અને પરમાત્માના વચન અને આજ્ઞા પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા ઉત્પન્ન થતાં તે પ્રમાણે જીવનમાં વર્તાતા કોઇ વખત અપૂર્વ ઉલ્લાસ આત્મામાં અનુભવવામાં આવે છે. ભગવાન શ્રી જિનેશ્વર દેવાના ચરિત્રાનું યથાસ્વરૂપે પઠનપાઠન કરવાથી તેવા અદ્વિતીય, પરમ કલ્યાણકારી, પરમ ઉપકારી, અપૂર્વ મહિમાવત પુણ્યાત્માએ અન્ય કાઇ થયા જ નથી

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 574