Book Title: Papni Saja Bhare Part 13 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 2
________________ પ્રવચન-૧૩ દસમું પાપ સ્થાનક “રાગ આત્માને ખતરનાક શત્ર “રાગ અનુવાદક : પૂ. પરમ વિદુષી સાદેવીજી લાવણ્યશ્રીજી મ. સા. ના પ્રશિષ્યા પૂ. નંદિયશાશ્રીજી મ. સા. (લુહારની પોળ, ઉપાશ્રયવાળા) પરમ પૂજ્યપાદ અનંતજ્ઞાની મહાવીતરાગી મહાવૈરાગી સર્વજ્ઞ અરિહંત પ્રભુ મહાવીર સ્વામી ભગવાનના ચરણ કમલમાં કોટીશઃ નમસ્કાર પૂર્વક रागो य दोसो वि य कम्मबीय, कम्मं च मोहप्पभवं वयन्ति । कम्म च जाईमरणस्स मूलं, दुक्खं च जाईमरणं वयन्ति । –ચરમ તીર્થપતિ શ્રી વિરપ્રભુ પોતાની અંતીમ દેશનામાં જિનાગમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૩૨ માં અધ્યયનમાં ફરમાવે છે કે રાગ અને દ્વેષ એ કર્મના બીજ છે અને કર્મ મોહથી ઉત્પન્ન થાય છે. જન્મ અને મરણનું મૂળ પણ કર્મ જ છે અને જન્મ-મરણ જ દુ:ખરૂપ છે. નવતત્વમાં આમાનું સ્વરૂપ– મૂળભૂત દ્રશ્ય જડ (અજીવ, અનાત્મા) (જીવ) ચેતન (આત્મા) સમગ્ર અનંત સંસારમાં મૂળભૂત બે જ દ્રવ્ય છે. એક જડ અને બીજુ ચેતન. આ બેથી અતિરિક્ત કોઈ ત્રીજા દ્રવ્યનું તે અસ્તિત્વ જ નથી. છ દ્રવ્ય કહીએ અથવા પંચાસ્તિકાય કહીએ, આખરે બધાને સમાવેશ મૂળ આ બેમાં જ થાય છે. ચેતન-આત્મા સિવાય બધું અજીવ જ છે. આ જડ-ચેતનના સંગ-વિયેગને વ્યવહાર એ સંસાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 42