Book Title: Panchvastukgranth Part 1
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 7
________________ [ ૬ ] સાધુત્વથી સંલેખના સુધીનો સાધના-માર્ગ દર્શાવતો પ્રકાશ-સ્તંભ શ્રી પંચવસ્તુક ગ્રંથ પૂ. પંન્યાસપ્રવર (વર્તમાનમાં આચાર્ય) શ્રી પૂર્ણચન્દ્રવિજયજી ગણિવર. (પ્રથમ આવૃત્તિમાંથી) જૈન શાસનમાં થઈ ગયેલા શ્રુતપ્રભાવકોમાં, યાકિની મહત્તરાસુનુ પૂ. આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા એક અદ્વિતીય સ્થાન-માન શોભાવતા ગ્રંથકાર તરીકે સુપ્રસિદ્ધ છે. ૧૪૪૪ ગ્રંથોના રચિયતા તરીકે એઓશ્રીના નામ-કામ ઈતિહાસનાં પાને ઠેરઠેર ઉપલબ્ધ છે. એમાંનો જ આ એક મહાગ્રંથ છે : શ્રી પદ્મવસ્તુ પ્રગ્ન્ય । જે આજે ગુજરાતી વિવેચન સાથે પ્રથમવાર જ પ્રકાશિત થઈ રહ્યો છે. આ ગ્રંથરત્નના પ્રકાશનનો લાભ લેવા દ્વારા ભિવંડીના હા.વી.ઓ.શ્વે.મૂ.ત. જૈન સંઘે (- પ્રમુખ મનસુખ મેઘજી દોઢિયા) જ્ઞાનખાતાનો જે સદુપયોગ કર્યો છે, એ અનુકરણીય છે. પ્રત્યેક સંધ છેવટે જ્ઞાનખાતામાંથીય આવી-આવી પ્રાચીન-કૃતિઓના પ્રકાશનનો લાભ લેવા કટિબદ્ધ બને તો આપણું ઘણું બધું શ્રુત-સાહિત્ય પુનરુદ્ધાર પામી શકે ! આ ગ્રંથના વિષયનો ગ્રંથ-નામ પરથી જ ખ્યાલ આવી જાય છે. પાંચ વસ્તુઓને વિષય બનાવીને વિવેચન કરનારો ગ્રંથ એટલે પંચવસ્તુક ગ્રંથ ! આમાં વર્ણવેલી પાંચ વસ્તુઓ ખૂબ જ મનનીય અને મહત્ત્વની છે. મોક્ષમાર્ગની સાધનામાં ચારિત્ર એક અનિવાર્ય-આવશ્યકતા છે અને આ ગ્રંથમાં દીક્ષાથી પ્રારંભીને સંલેખના સુધીની પાંચ વસ્તુઓ પર જ વિવેચન થયું છે, એથી સાધક માટે આનું વાંચન-મનન અત્યંત આવશ્યક બની રહે છે. પંચવસ્તુક ગ્રંથમાં વર્ણિત પાંચ વસ્તુઓનો નામનિર્દેશ આ મુજબ : ૧. પ્રવજ્યાવિધાનવસ્તુ, ૨. પ્રતિદિનક્રિયાવસ્તુ, ૩. ઉપસ્થાપનાવસ્તુ, ૪. અનુજ્ઞાવસ્તુ, ૫. સંલેખનાવસ્તુ. આ પાંચનો સામાન્ય સહેલો અર્થ એવો થઈ શકે કે, દીક્ષા, સાધુ-ક્રિયા, વડીદીક્ષા, પદપ્રદાન અને અંતિમ-આરાધના ! આ પાંચ વસ્તુઓ આગળ-પાછળના અનેક પદાર્થોની વિવેચનાપૂર્વક આ ગ્રંથનો વિષય છે. ખંડન-મંડન, સત્યનું સમર્થન, દાખલા-દલીલો સાથે અસત્યનું ઉન્મૂલન, પક્ષપ્રતિપક્ષની સ્થાપના, થોડાક જ અક્ષરોથી નિર્મિત પદો-શ્લોકોની અર્થ-ગંભીરતા ઈત્યાદિ ઢગલાબંધ વિશેષતાઓથી ભરપૂર આ ગ્રંથરત્નમાં અનુવાદિત પદાર્થોની થોડીક ઝાંખી નીચે મુજબ છે પ્રવ્રજ્યાવસ્તુ- આ વસ્તુના વિવેચનમાં પ્રવ્રજ્યા એટલે શું ? મોક્ષ તરફનું ગમન એ પ્રવ્રજયા. એના દ્રવ્ય-સ્થાપનાદિ ચાર નિક્ષેપા. પ્રવ્રજ્યાના પર્યાયવાચી શબ્દો. ગુરુમાં જરૂરી ગુણો. શિષ્યને હિતશિક્ષા ન આપવાથી થતા નુકશાનો. દીક્ષિત થવા ઉપસ્થિત થનાર મુમુક્ષુમાં આવશ્યક ૧૬ ગુણો. આ અંગેના ઉત્સર્ગ-અપવાદ. દીક્ષાની દુષ્કરતા. દીક્ષા માટે યોગ્ય-અયોગ્ય વય. બાલદીક્ષાનું સૈદ્ધાંતિક અને તાર્કિક દૃષ્ટિએ સચોટ-સમર્થન. સંયમની અનુમતિ મેળવવા માટે માત-પિતાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 322