Book Title: Panchtantram
Author(s): Vishnu Sharma
Publisher: Vishvanandikar Jain Sangh Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ સાહિત્યપરિચયનો વ્યાપ કેટલો સંકોચાયો છે તે આટલા ઉપરથી જાણી શકાય છે ; આ સ્થિતિ સુખદ તો નથી જ. સં. ૨૦૪૪ના ચૈત્રમાસમાં અમદાવાદમાં તપાગચ્છીય શ્રમણ સમેલન મળ્યું, ત્યારે સાધુ સાથ્વીછંદમાં આચારશુદ્ધિ અને તેમાં સહાયરૂપ બનતા જ્ઞાનાભ્યાસ પ્રત્યે વધી રહેલી ઉપેક્ષા અંગે વિશેપ ચિંતા સૌએ વ્યકત કરી, તે વખતે જ્ઞાનાભ્યાસનું ધોરણ વિકસે તે અર્થે જિજ્ઞાસુ અને અભ્યાસી સાધુ સાધ્વીગણ માટે એક પાઠયક્રમ નિશ્ચિત કરવાનો વિચાર થયો, અને આ માટે વૃદ્ધ પૂજયગણે સહુ પાસે સૂચનો માંગ્યાં. ત્યારે પૂર્ણભદ્રસૂરિકૃત પંચતંત્રનું નામ સૂચવવાની ફુરણા થતાં તે સૂચવ્યું, તો સૌને અચંબો થયો. સૂચિત પાઠયક્રમમાં એનો સમાવેશ તો થયો, પરંતુ તે વખતે મનમાં થયું કે આ ગ્રંથની એકાદી નકલ પણ જૂના ભંડારોમાં કયાંક ભાગ્યે જ જોવા મળે તો મળે, બાકી અજ્ઞાત અને અલભ્ય છે, તેથી આનું પુનર્મુદ્રણ કરવું હોય તો ઘણું ઉચિત અને ઉત્તમ બને. આ ઇચ્છાનું પરિણામ આજે આ પ્રકાશનસ્વરૂપે સાકાર બને છે. અલબત્ત, આ પ્રકાશન એ વસ્તુતઃ પુનર્મુદ્રણમાત્ર છે, એટલે આ પ્રકાશનનો સંપૂર્ણ યશ મેળવવાના ખરેખરા હકદાર તો સ્વ.પ્રો. હર્ટલ જ ગણાય. તેમણે ઇ.સ. ૧૯૦૮માં હાર્વર્ડ ઓરિએન્ટલ સીરીઝના અગ્યારમા વોલ્યુમ તરીકે હાર્વર્ડ યુનિવર્સિટી-કેમ્બ્રીજ, મેસેપ્યુસેટસ તરફથી આ ગ્રંથ છપાવેલો, તેનું જ ઓફસેટ પદ્ધતિનું પુનર્મુદ્રણ કશાય ફેરફાર વિના અહીં આવ્યું છે. કેમ કે તેમણે એટલો બધો પરિશ્રમ લઈને એવું વિશુદ્ધ સંપાદન કર્યું હતું કે જે આજે ૮૦ વર્ષ પછી પણ સંપાદન કળાના ઉત્તમ નમૂનારૂપ બની શકે તેવું લાગે છે. તેમણે નાનકડું શુદ્ધિપત્રક આપ્યું હતું, તેમાંની અશુદ્ધિઓ આ પુનર્મુદ્રણમાં સુધારી લેવામાં આવી છે. વિશેષમાં, શરૂઆતમાં પંચતંત્રગત કથાઓની સંસ્કૃત અનુક્રમણિકા, તથા અંતમાં પંચતંત્રમાં આવતા શ્લોકોની અકારાદિ અનુક્રમણિકા તૈયાર કરીને મુકી છે. શ્લોકાનુક્રમણિકા મુનિરાજ શ્રી વિમલકીર્તિવિજયજીએ તૈયાર કરી છે. આ ગ્રંથ વિશેષ સાધુઓના અભ્યાસમાં લેવાનો હોવાથી ડૉ. હર્ટલે અંગ્રેજીમાં લખેલી પ્રસ્તાવના તથા ભારતીય લેખન પદ્ધતિ વિશે તેમણે લખેલો પૃથક્કરણાત્મક લેખ બિનજરૂરી લાગવાથી આમાં લીધેલ નથી. પ્રસ્તુત પંચતંત્રના વાચકોનું, ડૉ. હર્ટલે સંધિ અંગે અપનાવેલી પદ્ધતિ તરફ ધ્યાન દોરવું જરૂરી છે. ડૉ. હર્ટલનો ઉદેશ વિદેશી વાચકોને પંચતંત્રની વાચના ઉપલબ્ધ કરાવવાનો હતો, તેથી તેમને વાંચવા-બોલવામાં કઠિન પડે તેવા જોડાક્ષરો તથા સંધિઓને છૂટા પાડીને તેમણે અહીં છાપ્યા છે. અને કેટલાક સંધિપ્રકારોને સમજાવવા માટે અમુક ચિહ્નોનો તેમણે ઉપયોગ કર્યો છે. હર્ટલે આ રીતે જોડાક્ષરોને છૂટા પાડયા છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 324