Book Title: Panchtantram
Author(s): Vishnu Sharma
Publisher: Vishvanandikar Jain Sangh Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ પંચતંત્ર, પૂર્ણભદ્રસૂરિ અને પુનઃ પ્રકાશન વિશે પ્રાસંગિક પંચતંત્ર કે પંચાખ્યાનકનો ઇતિહાસ તેના શોધકોએ ૨૩00 વર્ષ જેટલો પ્રાચીન હોવાનું નિશ્ચિત કરી આપ્યું છે. દેશ-વિદેશમાં સૈકાઓથી લોકપ્રિય બનેલા આ નીતિકથાશાસ્ત્રના અનુવાદ તથા રૂપાંતરો વિશ્વની ૨૦૦થી પણ અધિક ભાષાઓમાં થયાં છે, જે તેની વૈશ્વિકતાની સાબિતીરૂપ છે. આમ છતાં, આ ગ્રંથનો અસલ કર્તા કે સંયોજક કોણ છે, તે હજી અજ્ઞાત જ રહ્યાં છે. આ ગ્રંથ વિષ્ણુશર્મા નામના વિદ્વાન બ્રાહ્મણે રો હોવાની જનશ્રુતિ, પરંપરાથી આપણે ત્યાં પ્રચલિત છે, પણ ઇતિહાસનું તેને સ્પષ્ટ સમર્થન નથી. એક વાત સ્પષ્ટ છે કે આનો કર્તા કોઇ જૈન ગ્રંથકાર તો નથી જ. પંચતંત્રની પ્રસ્તુત વાચનાના છેડે પ્રશસ્તિના આઠ શ્લોકો છે, એનો અભ્યાસ કરતાં સમજાય છે કે વિક્રમના બારમા-તેરમા શતકના સમયમાં પંચતંત્રની પ્રાચીન-પ્રચલિત વાચના નષ્ટપ્રાય થઇ ગઇ હતી, અને તેનો બીજ સમો કે ચાવીરૂપ અત્યલ્પ અંશ જ તે વખતે ઉપલબ્ધ રહ્યો હતો, અને જે જેટલો અંશ લભ્ય હતો તે પણ અત્યંત અશુદ્ધ ભ્રષ્ટ સ્વરૂપમાં હતો અને તેની બીજી પોથી પણ મળવી મુશ્કેલ હતી. આ સંયોગોમાં વિ.સં. ૧૨૫૫ માં (ઈ. ૧૧૯૯) સોમ નામના મંત્રીની પ્રાર્થનાથી, જૈનાચાર્ય શ્રીપૂર્ણભદ્રસૂરિએ પંચતંત્રના ઉપલભ્ય અંશને સંસ્કાર આપ્યો ; તેના એકે એક પદ, વાકય, શ્લોક તથા અંશ ને પુનઃસંસ્કરણ અને પુનઃસંકલન આપીને આમૂલભૂલ જીર્ણોદ્ધાર જ કર્યો, અને તેના પરિણામે આ પુસ્તકમાંની પંચતંત્રની અલંકૃત અને વિશુદ્ધ વાચનાનું સંકલનાત્મક નિર્માણ થયું. પંચતંત્રની અત્યારે પ્રચલિત અન્ય વાચનાઓ કરતાં પ્રસ્તુત વાચના ઘણી શુદ્ધ છે, સુસંયોજિત છે, તેનું કારણ એક જૈનાચાર્યના અનુભવી અને મર્મજ્ઞ બુદ્ધિ-ટાંકણા વડે તેનો મનોરમ ઘાટ ઘડાયો છે તે જ છે. પ્રસંગોપાત્ત નોંધવું જોઇએ કે જૈન આચાર્યો અને સાધુઓએ અસંખ્ય જૈનેતર ગ્રંથો અને સાહિત્યનું અવિરત અધ્યયન, પરિશીલન અને જતન કર્યું છે ; વિધાવ્યાસંગી જૈન સર્જકોએ અજૈન ગ્રંથો પર વિવરણો અને ટિપ્પણો લખ્યાં છે અને આ પરિપાટીને લીધે અજૈન ગ્રંથકારોના અસંખ્ય ગ્રંથો તેમજ અજૈન ગ્રંથોની સાચી-સુઘડ વાચનાઓ અને તેની પોથીઓ વગેરે જૈન ગ્રંથાગારોમાં અને તે પણ જૈન સાધુઓ દ્વારા સુપેરે સચવાયું છે, અને આ બાબત, જૈનોની ઉદાર મનોવૃત્તિ તથા સહિષ્ણુતાના ઉત્તમ ઉદાહરણ રૂપ છે. બીજી એક વિશેષતા પણ નોંધપાત્ર છે. શ્રી પૂર્ણભદ્રસૂરિએ પંચતંત્રની આ વાચના તૈયાર કરી ખરી, પરંતુ તેના આંતરિક કલેવરમાં મૂળ પંચતંત્રકારના આશય કે પ્રતિપાદનને હાનિ થાય તેવો કોઇ ફેરફાર તેમણે કર્યો નથી, કિંતુ મૂળ પ્રણેતાની પદ્ધતિનું પ્રામાણિકપણે તેમણે અનુસરણ કર્યું છે. ત્યાં સુધી કે પ્રચલિત જનશ્રુતિ પ્રમાણે, “વિષ્ણુશર્મા આ ગ્રંથના કર્તા હોવાની વાતને પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 324