________________
જૈન કથા સાહિત્યના મહારથી પ્રોફેસર ડો. હર્ટલ પ્રોફેસર ડો. યોહને હર્ટલ લાઇજિગ-જર્મનીમાં વિશ્વ-વિધાલયના પ્રાધ્યાપક તેમ જ ભારતીય ભાષાઓ અને સાહિત્યના માનીતા અન્વેષક હતા.
ભારતીય કથા સાહિત્ય વિશેષત: પંચતંત્ર સાહિત્ય સંબંધિની એમની શોધખોળ જગન્દ્રસિદ્ધ છે. “પંચતંત્ર સાહિત્યની ગહરી શોધમાં ઊતરતાં તેઓએ બતાવ્યું છે કે આ ગ્રંથ, બાઇબલને છોડીને, જગતની સૌથી વધારે ભાષાઓમાં અનુવાદિત ગ્રંથ છે. અનેકે વિલાયતી, અરબિસ્તાની, ઇરાની ઇત્યાદિ સાહિત્યની પ્રાચીન કથાઓ અધિકતર તેના ઉપર આધારિત છે. તેઓએ એ પણ બતાવ્યું છે કે આ પંચતંત્ર સાહિત્યના નિર્માણમાં જેન ગ્રંથકારોએ, ખાસ કરીને ગુજરાતના શ્વેતાંબર સાધુઓએ ઘણો મોટો ફાળો આપ્યો હતો. આ અન્વેષણોનું ફળ તેઓએ અન્યા નિબંધો ઉપરાંત ડા પંચતંત્ર' નામક એક વિશાલ ગ્રંથમાં પ્રકાશિત કર્યું છે. તેઓએ જૈન ઔપદેશિક સાહિત્યની ઘણી ખરી કથાઓ, સંસ્કૃત, પ્રાકૃત, અને અપભ્રંશમાંથી જર્મન ભાષામાં અનુવાદિત કરીને તેનો પરિચય જર્મન જનતાને કરાવ્યો છે.
તે વખતે વિદ્વાનોમાં એવો ભ્રમ ફેલાયો હતો કે જૈનોના કથા સાહિત્યની સંસ્કૃત ભાષા સદોષ નહીં તો અશિષ્ટ તો છે, કારણ કે તેમાંના કંઇક શબ્દો સંસ્કૃત શબ્દકોષોમાં મળતા નથી. પણ ડો. હટલે એ વાત સિદ્ધ કરી બતાવી છે કે આ જૈન સંસ્કૃતના લેખકો જેઓ પ્રાય: સંસ્કૃત વ્યાકરણના નિષ્ણાત પંડિતો હતા, પોતાના ધર્મનો પવિત્ર સંદેશ વધારે સ્પષ્ટ કરવાના ઉદ્દેશથી જ પ્રાંતિક ભાષાઓના, વિશેષતઃ તેમણે ગુજરાતી અને હિન્દીના શબ્દોને સંસ્કૃત રૂપ આપીને તેઓ કામમાં લાવ્યા કરતા હતા. એટલે જૈન સંસ્કૃત ઔપદેશિક સાહિત્યની શોધ કરનાર વિદ્વાનોને માટે સંસ્કૃતની સાથે ભારતીય પ્રાંતિક ભાષાઓનો પણ અભ્યાસ કરવો પરમાવશ્યક છે. તેઓ પોતે ગુજરાતીના સ્વયંપઠિત જાણણહાર હતા. એટલું જ નહીં, અપિતુ તેઓએ પ્રાચીન ગુજરાતી સાહિત્યની અને ખાસ કરીને જૈન સાહિત્યની શોધ કરીને તેની ભાષા અને સાહિત્ય સંબંધીના અન્યાન્ય વિદ્વતાભરેલા નિબંધો પ્રકાશિત કર્યા છે.
એટલે જૈન શ્વેતાંબર ઔપદેશિક સાહિત્યની તરફ દુનિયાનું લક્ષ આકર્ષિત કરીને અને જૈન સંસ્કૃતિનું સાચું સ્વરૂપ બતાવીને તેઓએ જૈન સાહિત્ય ઉપર જે ઉપકાર કર્યો છે તે ચિરસ્મરણીય છે.
પોતાના જીવનના પાછલા ભાગમાં તેઓ વેદસંહિતા અને પારસીઓના અવસ્તાની ગહરી તુલનાત્મક શોધખોળમાં લાગી ગયા હતા. તેના ક્રમમાં તેઓ એવા અપૂર્વ નિર્ણય ઉપર આવ્યા હતા કે આ પુરાતન ગ્રંથોની વ્યાખ્યાને માટે મૂલ કર્તાઓથી સેંકડો નહીં, અપિતુ હજારો વર્ષો પછી ઉત્પન્ન થયેલા સાયન વગેરે ટીકાકારો કરતાં વેદ સંહિતાને માટે જંદ અવસ્તાના ગ્રંથો અને અવતાને માટે વૈદિક સંહિતાઓ કંઇક અંશે વધારે ઉપયોગી છે કારણ કે એમના અને ઘણા અન્ય વિદ્વાનોના મત પ્રમાણે આ બન્ને પ્રાચીનતમ પ્રજા, અર્થાત્ વૈદિક અને આવસ્તિક આય, એક જ દેશના - અફગાનિસ્તાનના - સમકાલીન રહેવાસી હતા. આ બન્ને પ્રાચીન પ્રજાની પ્રાય: સમાનભૂત અગ્નિઆરાધના સંબંધે પણ એમને શોધખોળ અતિમૂલ્યવાન
જૈન સત્યપ્રકાશ માર્ચ ૧૯૫૬માં ડો. શાલટે ક્રાઉઝે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org