________________ જિનાજ્ઞા ભંગથી અધર્મ-અશુભકર્મ-પાપ થાય = જિનભવન કરાવનાર ગૃહસ્થ 11 ગુણવાળો હોય, 1. સારા સ્વજનવાળો, 2. ધનવાન, 3. કુલીન, 4. ઉદાર, 5. વૈર્યવાન, 6. બુદ્ધિશાળી, 7. ધર્મરાગી, 8. ગુરુજનપૂજક, 9. શુશ્રુષાદિગુણયુક્ત, 10. વિધિજ્ઞાતા, 11. જિનાજ્ઞાપ્રધાન ઉપર્યુક્ત ગુણોથી યુક્ત શ્રાવક સમ્યગ્દર્શનનું બીજ, સમ્યગ્દર્શન વગેરે ગુણોરૂપ રત્નો આપવા દ્વારા અનેક જીવોનું હિત કરવા સાથે સ્વનું પણ હિત કરે છે. (ઉદા. વિમલ મંત્રી, વસ્તુપાલ મંત્રી વિગેરે) જિનશાસન સમ્બન્ધી પ્રશંસાદિરૂપ જે પરિશુદ્ધ શુભભાવ થાય છે તે પરિશુદ્ધ શુભભાવ જ સમ્યગ્દર્શનનું બીજ ચોરના ઉદાહરણથી જાણવું. જે અયોગ્ય સ્થાનમાં જિનમંદિર કરાવવામાં નીચે પ્રમાણે દોષો થાય. (1) જિનમંદિરના પ્રભાવની વૃદ્ધિ ન થાય, (2) પૂજા ન થાય (3) સાધુઓનું આગમન ન થાય (4) સાધુઓના આચારોનો નાશ (5) લોકમાં શાસનની નિંદા (6) અધિકરણ-આશાતના-કલહ (7) આજ્ઞાભંગ-અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધનારૂપ ભયંકર દોષો લાગે જેનાથી દીર્ધસંસાર ભ્રમણ થાય. જિનભવનમાં કર્મચારીઓને વેતન ઓછા આપી શોષણ ન કરવું, પરંતુ અધિક આપવું જોઈએ. નક્કી કરેલ વેતનથી અધિક ધન આપવાથી અત્યંત ખુશ થયેલા તેઓ પહેલાં કરતાં જિનભવનનું અધિક કામ કરે. જિનશાસનની પ્રશંસા કરે તથા લઘુકર્મી નોકરો સમકિત કે સમકિતના બીજને પામે. તથા ઉદારતાથી જૈનધર્મ શ્રેષ્ઠ છે, ઉત્તમ પુરુષે કહેલો છે આદિ જૈન શાસનની પ્રભાવના થાય. જિનભવનનું નિર્માણ જયણાપ્રધાન હોવું જોઈએ કારણ કે જયણાનું પાલન કરવાથી ધર્મ થાય છે તથા ઘણા દોષોની નિવૃત્તિ પણ જયણાથી જ થઈ શકે છે અત્રે શ્રીયુગાદિદેવની શિલ્પકલા વિધાનનું પ્રાસંગિક વર્ણન કર્યું છે. સર્વવિરતિનો (સર્વચારિત્ર નો) આરાધક જઘન્યથી 7-8 ભવે મોક્ષે જાય, ઉત્કૃષ્ટ આરાધનાથી તો સાધક તે જ ભવમાં મોક્ષે જાય વગેરે વર્ણન આ પંચાશકમાં જોવા મળે છે. 8. જિનબિંબપ્રતિષ્ઠાવિધિ પંચાશક : જિનબિંબ કરાવવું એ મનુષ્યજન્મનું ઉત્તમ કર્તવ્ય છે, જિનબિંબનું દર્શન પણ સુખનું કારણ હોવાથી સુખરૂપ છે. - મોક્ષાર્થી સાધકે જિનેશ્વરના વીતરાગતા તીર્થપ્રવર્તન વગેરે અસાધારણ ગુણો ઉપર બહુમાન ધારણ કરવું જોઈએ. જિનગુણો ઉપર બહુમાન રાખવાથી શુભપરિણામ દ્વારા પુણ્યાનુબન્ધી પુણ્યનો બંધ થાય છે એ કર્મના ઉદાયથી સર્વ કાર્યો-મનોરથ સિદ્ધ-સફળ થાય છે. જે નિર્દોષ શિલ્પીને પ્રતિમા કરાવનાર શ્રાવક સન્માન કરવાપૂર્વક સ્વસંપત્તિ અનુસાર મૂલ્ય આપે. વ્યસની શિલ્પી પાસે પ્રતિમા કરાવે તો મૂલ્ય ઉચિત થતું હોય 24