________________ તે નક્કી કરે. જો મૂલ્ય નક્કી ન કરવામાં આવે અને અધિક મૂલ્ય આપે તો દેવદ્રવ્ય ભક્ષણ કરાવવાનું થાય. કારણકે જિનપ્રતિમા ઘડવા કલ્પેલું દ્રવ્ય(કલ્પિત) દેવદ્રવ્ય કહેવાય, અને તેનું ભક્ષણ અનંત જન્મોમાં નરકાદિ દુઃખનું કારણ હોવાથી ભયંકર ફળવાળું છે. આથી શ્રાવકે સૂક્ષ્મબુદ્ધિથી વિચારીને અતિશય ગ્લાનને અપથ્યદાનની જેમ સ્વ કે પરને અશુભ ફળ આપનારું કાર્ય પોતે ન જ કરવું જોઈએ. શ્રાવકને આજ્ઞા પ્રમાણે પ્રતિમાનું મૂલ્ય આપવા છતાં દેવદ્રવ્યનું ભક્ષણ છદ્મસ્થતાને કારણે થઈ જાય તો દોષ લાગતો નથી કારણકે આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરનારને તીર્થકર પ્રત્યે બહુમાન છે અને તીર્થકર પ્રત્યે બહુમાન હોવાના કારણે આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરનારનો પરિણામ શુદ્ધ હોય છે. દેરાસર નિર્માણ, જિનપ્રતિમાપ્રતિષ્ઠા, જિનપૂજા વગેરે પ્રવૃત્તિ જિનભક્તિરૂપ હોવાથી જિનના ઉદેશવાળી છે. આ જ પ્રમાણે શ્રાવકધર્મની કે સાધુધર્મ સમ્બન્ધી કોઈ પણ પ્રવૃત્તિ જિનના ઉદ્દેશવાળી છે. જિનના ઉદ્દેશથી થતી સઘળી પ્રવૃત્તિ પણ જો સ્વમતિ મુજબ કરવામાં આવે તો આજ્ઞારહિત હોવાથી સંસારભ્રમણ કરાવનારી બને છે. જિનબિંબનિર્માણવિધિ કહ્યા બાદ વિસ્તારથી જિનબિંબપ્રતિષ્ઠાવિધિ પણ અહીં જણાવી છે. પ્રતિષ્ઠા થયા પછી સંઘપૂજા કરવાનું કહ્યું છે તેમાં અનેક જીવોમાં રહેલો જ્ઞાનાદિગુણોનો સમૂહ સંઘ કહેવાય છે. તીર્થકર ધર્મદેશના આપતા “નમો તિત્યસ” એમ કહીને તીર્થને = સંઘને અવશ્ય નમસ્કાર કરે છે. માટે પ્રતિષ્ઠા કરનાર શ્રાવકે પરિચિત-સ્વજનાદિના કોઈ જાતના ભેદભાવ વિના સંઘની પૂજા કરવી જે આસન્નસિદ્ધિક જીવનું લક્ષણ છે. જે પ્રતિષ્ઠા થયા પછી શુદ્ધ ભાવથી અષ્ટાક્ષિક મહોત્સવ કરવાથી પ્રતિષ્ઠિત બિંબની પૂજાનો વિચ્છેદ થતો નથી એટલે કે પ્રતિમા હંમેશા પૂજાય છે, તથા જિનાજ્ઞાનું પાલન થાય છે આવા અનેક પદાર્થો આ પંચાશકમાં જણાવ્યા છે. 9. જિનયાત્રાવિધિ પંચાશક : જિનયાત્રા જિન મહોત્સવ તે મહોત્સવ સમ્યગ્દર્શનનો આધાર છે તેનાથી શાસન પ્રભાવના થાય છે તે મહોત્સવમાં (1) દાન-દીનજીવોને અનુકંપા અને સાધુઓને સુપાત્રદાન આપવું જોઈએ (2) તપ-તે સમયે એકાશન વગેરે તપ કરવાથી વિધિનું પાલન થાય છે (3) શરીર સત્કારદેવેન્દ્ર જેમ પ્રભુ મહોત્સવમાં સર્વાલંકાર થી વિભૂષિત હોય તેમ આ સાધકો પણ શરીરની વિભૂષા કરે છે (4) ગીત-વાદ્ય-જિનધર્મબુદ્ધિને પેદા કરનાર અને ઉપહાસ આદિ ન થાય તેવા ગીત વાજીંત્ર વગડાવવા. (5) સ્તુતિસ્તોત્ર-ગંભીર અર્થથી ભરેલા અને સહુ સમજી શકે તેવા સ્તુતિ વગેરે બોલવા. (6) પ્રેક્ષણક-આ મહોત્સવમાં 25