________________ કરી છે. (1) કાલ-ત્રિકાલપૂજા કરવી વગેરે. (2) શુચિ-સ્નાન, વસ્ત્ર વગેરેથી શુદ્ધિ (3) પૂજાની સામગ્રી-સુગંધી ધૂપ, પુષ્પમાલા વગેરે (4) વિધિ-શાસ્ત્રમાં વર્ણવેલી વિધિ પ્રમાણે (5) શ્રેષ્ઠ સ્તુતિ-સ્તોત્ર વગેરે. આ રીતે પૂજા કરવી ચૈત્યવંદન કરવું અને જયવીયરાય સૂત્ર દ્વારા પ્રણિધાન કરવું જોઈએ. પ્રણિધાન નિદાન નથી પણ શુભ ભાવનું કારણ હોવાથી બોધિ પ્રાર્થના સમાન છે. “જિનપૂજામાં હિંસા થાય છે માટે ન કરાય” આવી માન્યતાવાળા લોકોને ગ્રંથકાર યતનાપૂર્વક કરાતી પૂજા શુભભાવનું કારણ છે એમ જણાવે છે તથા જિનપૂજાથી અતિશય ભાવશુદ્ધિ તેનાથી ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ-તેનાથી ચારિત્ર પ્રાપ્ત થતા હિંસાદિ સર્વ પાપોથી નિવૃત્તિ થાય. આમ જિનપૂજા અહિંસાસ્વરૂપ જ છે. આવી જિનપૂજા ન કરવામાં મોહ જ કારણ છે. સિંદુવારના પુષ્પોથી જિનપૂજા કરવાની ભાવનામાત્રથી દરિદ્રવૃદ્ધા મરણ પામીને દેવ બની અને અલ્પ ભવોમાં મોક્ષને પામશે વગેરે અનેક સ્પષ્ટતા આ પંચાશકમાં કરવામાં આવી છે. 5. પ્રત્યાખ્યાનવિધિ પંચાશક : પ્રત્યાખ્યાનનું વર્ણન, ગ્રહણ, આગાર, સામાયિક, ભેદ, ભોજન, સ્વયંપાલન અને અનુબંધ એમ સાત દ્વારનું વર્ણન કર્યું છે. પચ્ચખ્ખાણ કરીને પછી ભાંગવામાં આવે તો મોટા દોષો લાગે છે કારણ કે તેમાં જિનાજ્ઞાની વિરાધના છે, અને નાના પણ નિયમનું આગારો રાખીને કરેલું પાલન કર્મનિર્જરારૂપ લાભ જ કરનાર થાય છે. કારણ કે તેમાં વિશુદ્ધ અધ્યવસાય હોય છે, માટે નિયમમાં આગારો રાખવા જોઈએ. જે આહારનું અભિગ્રહ પ્રત્યાખ્યાન સાધુને પણ અપ્રમાદની વૃદ્ધિ કરનારું છે, તથા માત્ર પાણીનો જ ઉપયોગ કરવો શેષ ત્રણ આહારના ત્યાગરૂપ તિવિહારનું પ્રત્યાખ્યાન સંગત છે. તે ઉપવાસાદિ કરનાર સાધુ આચાર્ય, ગ્લાન, બાલ અને વૃદ્ધસાધુની ભક્તિ કરવા ભિક્ષાર્થે ફરે, તેથી વૈયાવચ્ચનો લાભ થાય અને વીર્યાચારનું પાલન થાય. વળી આહારપ્રત્યાખ્યાનમાં પોતે સ્વયં પાલન કરવાનું છે પણ બીજાઓને આહાર આપવામાં કે આહારનો ઉપદેશ આપવામાં હિંસા આદિની જેમ દોષ નથી. - જે સાધુ ભોજન કરીને કંટાળ્યા વિના અને સુસ્તી આદિનો ત્યાગ કરીને સ્વભૂમિકાને અનુરૂપ સ્વાધ્યાયાદિ પ્રવૃત્તિ કરે તેને પ્રત્યાખ્યાનના પરિણામનો અનુબંધ થાય. જે સાધુ ગુર્વાદેશથી સ્વભૂમિકાને અનુરૂપ વ્યાપારથી અન્ય વ્યાપાર કરે છે અર્થાત ઉદા. સ્વાધ્યાયને બદલે વૈયાવચ્ચ કરે છે. તેને પણ પ્રત્યાખ્યાનનો અનુબંધભાવ થાય છે કારણ કે ગુર્વાજ્ઞા પ્રધાન છે, ગુર્વાજ્ઞાભંગમાં સર્વ અનર્થો થાય. ગુરુ સંવિગ્ન અને ગીતાર્થ હોય છે તે જિનાજ્ઞા મુજબ જ આજ્ઞા કરે 22.