Book Title: Padliptsurikrut Nirvankalikano Samay ane Samasyao Author(s): M A Dhaky Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2 View full book textPage 2
________________ નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ श्रीविद्याधरवंशभूषणमणिः प्रख्यातनामा भुवि । श्रीमत्सङ्गमसिंह इत्यधिपतिः श्वेताम्बराणामभूत् ।। शिष्यस्तस्य बभूव मण्डनगणिर्योवाचनाचार्य इत्युच्चैः पूज्यपदं गुणैर्गुणवतामग्रेसर: प्राप्तवान् ॥१॥ क्षान्तेः क्षेत्रं गुणमणिनिधिस्तस्य पालिप्तसूरिर्जातः शिष्यो निरुपमयशःपूरिताशावकाशः ॥ विन्यस्तेयं निपुणमनसा तेन सिद्धान्तमन्त्रा ण्यालोच्यैषा विधिमविदुषां पद्धतिर्बोधिहेतोः ॥२॥ અહીં પુરાતન આર્ય નાગહસ્તિનું ગુરુ-રૂપેણ નામ નથી. પાદલિપ્તસૂરિનું ચરિત જેમાં સમાવિષ્ટ છે તે પ્રભાવકચરિતના કર્તા રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્ય (સં. ૧૩૩૪ ! ઈ. સ. ૧૨૭૮) નિર્વાણલિકાકારની ઉપર્યુક્ત પ્રાંતપુષ્યિકાથી, અને એથી પાદલિપ્તસૂરિના ગુરક્રમથી, અજ્ઞાત નહોતા. વાતનો મેળ ખવડાવવા, વિસંગતિ દૂર કરવા, તેમણે પ્રસ્તુત સંગમસિંહસૂરિને આર્ય નાગહસ્તિના ગુરુબંધુ ઠરાવી દીધા અને બાળવયમાં દીક્ષિત પાલિત્તનો સંગમસિંહ-શિષ્ય મંડનગણિ પાસે ઉછેર પણ કરાવ્યો! પહેલી વાત તો એ છે કે ઈસ્વીસની આરંભિક સદીઓમાં ‘સિંહાંત' નામો પડતાં નહીં. આવાં નામો મધ્યયુગ, પ્રાશ્મધ્યયુગ, અને અનુગુપ્ત કાળમાં જ ખાસ તો મળે છે. એ જ પ્રમાણે શિષ્યોને આગમોની વાચના દેનાર આચાર્યો પ્રાચીન કાળે (અને પાંચમા શતક સુધી તો) “વાચક” કહેવાતા", “વાચનાચાર્ય” નહીં; બન્ને ઉપાધિઓનો અર્થ અસલમાં એક જ હોવા છતાં. ઈસ્વીસની ચોથી-પાંચમી શતાબ્દીથી “વાચક” અતિરિક્ત, ને ઘણી વાર એને સ્થાને, “ક્ષમાશ્રમણ” શબ્દ વ્યવહૃત થયેલો; અને એના પર્યાય “વાચનાચાર્ય” અભિધાનનો પ્રાપ્ત થતો સૌ પહેલો ઉલ્લેખ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ દ્વારા પ્રતિષ્ઠિત આકોટાની બે ધાતુ-પ્રતિમાઓ (આ. ઈ. સ. ૫૭૫) પર અંકિત થયેલો છે. નિર્વાણકલિકા વૃદ્ધ પાદલિપ્તસૂરિના સમયથી તો ઘણી અર્વાચીન હોવાનું સૌથી પ્રબળ પ્રમાણ તેની અંદર અપાયેલ વસ્તુના પરીક્ષણ પરથી મળી રહે છે. તીર્થકરોના યક્ષ ક્ષાદિનો, તેમજ (તાંત્રિક પ્રભાવથી ઉદ્ભવેલ) સોળ વિદ્યાદેવીઓનો વિભાવ અનુગુપ્ત કાળથી, ઓછામાં ઓછું બપ્પભટ્ટસૂરિના સમયથી (ઈસ્વીસની ૮મી સદીના ઉત્તરાર્ધ અને ૯મીના પ્રથમ ચરણથી) લઈ ધીરે ધીરે આકાર લેતાં લેતાં પ્રાફમધ્યકાળમાં, અને વિશેષે મધ્યયુગના આરંભે સ્પષ્ટ બનેલો. કુષાણકાળમાં, એટલે કે આદિ પાદલિપ્તના સમયમાં, જિનના યક્ષ-યક્ષિીની કલ્પના ઉપસ્થિત હોવાનાં કોઈ જ સાહિત્યિક, આભિલેખિક, કે પુરાતત્ત્વીય પ્રમાણો નથી. આગમોમાં તો શું પણ પછીની ઉપલબ્ધ આગમિક વ્યાખ્યાઓમાં-નિર્યુક્તિ-ભાખ્યાદિમાં-કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18