Book Title: Padliptsurikrut Nirvankalikano Samay ane Samasyao
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 1
________________ પાદલિપ્તસૂરિ વિરચિત “નિર્વાણકલિકા'નો સમય અને આનુષંગિક સમસ્યાઓ શ્વેતાંબર જૈન સંપ્રદાયના પ્રતિભાવિધાન અને પ્રતિષ્ઠાવિધિના ગ્રંથોમાં પાદલિપ્તસૂરિકૃત નિર્વાણલિકાનું સ્થાન પ્રમાણભૂતતા તેમ જ પ્રાચીનતાની દૃષ્ટિએ ઊંચું ગણાય છે. પ્રતિમાલક્ષણાદિ વિષય અનુલશે, તેમજ બિંબપ્રતિષ્ઠા સંબદ્ધ અન્ય ઉપલબ્ધ મધ્યયુગીન જૈન સાહિત્યમાં, અને નિર્વાણલિકામાં નિરૂપલ ચોવીસ જિનના યક્ષ-યક્ષાદિ તેમ જ ષોડશ વિદ્યાદેવ્યાદિનાં સ્વરૂપ-લક્ષણ તથા પ્રતિષ્ઠાવિધિ વચ્ચે કેટલુંક પરિપાટીનું અને એથી વિગતવિષયક અંતર વરતાયછે; તો પણ નિર્વાણકલિકા ગ્રંથ ઉપલબ્ધ તમામ મધ્યકાલીન, જૈન વાસ્તુ એવં પ્રતિમાલક્ષણ-સાહિત્યથી, પ્રાચીન હોઈ યાકિનીસૂનુ હરિભદ્રસૂરિએ (આ ઈ. સ૭૦૦૭૭૮ કે ૭૮૫) પંચાશક અંતર્ગત કથેલ જૈન બિંબ-પ્રતિષ્ઠા-વિધિ પછી ક્રમમાં જો કોઈનું તરતનું સ્થાન હોય તો તે છે નિર્વાણકલિકાનું, પણ જેમ આચાર્ય ભદ્રબાહુ, કાલકાચાર્ય, તેમ જ મલ્લવાદિસૂરિ સંબંધમાં બન્યું છે તેમ પાલિત્ત' કિવા ‘પાદલિપ્ત' અભિધાન ધરાવતા સૂરિઓ એકથી વિશેષ થઈ ગયા છે. સોલંકીયુગના અને પછીના પ્રબંધકારો-ચરિત્રકારોએ પાદલિપ્તસૂરિના જીવન-આલેખનમાં જનરંજક, ચમત્કારપૂર્ણ કિંવદંતીઓનો સંભાર ઠાંસવા ઉપરાંત ભિન્ન એવા, ને નોખા નોખા કાળે થઈ ગયેલા, ત્રણેક પાદલિપ્તસૂરિઓની ઐતિહાસિક જણાતી ઘટનાઓ નામ-સામને કારણે ભેળવી મારી ભારે ગૂંચવાડો ઊભો કરી દીધો છે. સાંપ્રત શોધપ્રયાસો દ્વારા આમાંથી બેને તો અલગ તારવામાં સફળતા મળી છે; તદનુસાર કુષાણકાલીન આચાર્ય આર્ય નાગહસ્તિના શિષ્ય (ઈસની દ્વિતીય શતાબ્દી આખરી ચરણ અને ત્રીજી શતાબ્દી પ્રારંભ) એવું સુપ્રસિદ્ધ પ્રાકૃત તરંગવઈકહા(તરંગવતીકથા)ના સર્જક, તથા પ્રતિષ્ઠાનના કોઈ સાતવાહન રાજા(ઉપનામ “હાલ, વા “કહ')ના, અને પાટલિપુત્ર-સ્થિત મુરુષ્ઠરાજ(કુષાણોના શક મંડલેશ્વર)ના સમકાલિક, વૈનેયિકી બુદ્ધિ માટે પ્રશંસા પામેલ પાલિત્તસૂરિ', અને પ્રતિમવિધિગ્રંથ નિર્વાણકલિકાના કર્તા પાદલિપ્તસૂરિ એક ન હોઈ શકે તે તથ્ય હવે સિદ્ધ થઈ ચૂક્યું છે. વસ્તુતયા આ હકીકત તો નિર્વાણકલિકાકારના ગ્રંથ-સમાપ્તિ સમયના ઉદ્ગારથી પ્રથમ દૃષ્ટિએ જ સ્પષ્ટ બની રહે છે. પ્રસ્તુત કૃતિકાર પાદલિપ્તસૂરિ વિદ્યાધર વંશના સંગમસિંહસૂરિના શિષ્ય વાચનાચાર્ય મંડનમણિના શિષ્ય હતા : યથા : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 18