Page #1
--------------------------------------------------------------------------
________________
પાદલિપ્તસૂરિ વિરચિત “નિર્વાણકલિકા'નો સમય
અને
આનુષંગિક સમસ્યાઓ
શ્વેતાંબર જૈન સંપ્રદાયના પ્રતિભાવિધાન અને પ્રતિષ્ઠાવિધિના ગ્રંથોમાં પાદલિપ્તસૂરિકૃત નિર્વાણલિકાનું સ્થાન પ્રમાણભૂતતા તેમ જ પ્રાચીનતાની દૃષ્ટિએ ઊંચું ગણાય છે. પ્રતિમાલક્ષણાદિ વિષય અનુલશે, તેમજ બિંબપ્રતિષ્ઠા સંબદ્ધ અન્ય ઉપલબ્ધ મધ્યયુગીન જૈન સાહિત્યમાં, અને નિર્વાણલિકામાં નિરૂપલ ચોવીસ જિનના યક્ષ-યક્ષાદિ તેમ જ ષોડશ વિદ્યાદેવ્યાદિનાં સ્વરૂપ-લક્ષણ તથા પ્રતિષ્ઠાવિધિ વચ્ચે કેટલુંક પરિપાટીનું અને એથી વિગતવિષયક અંતર વરતાયછે; તો પણ નિર્વાણકલિકા ગ્રંથ ઉપલબ્ધ તમામ મધ્યકાલીન, જૈન વાસ્તુ એવં પ્રતિમાલક્ષણ-સાહિત્યથી, પ્રાચીન હોઈ યાકિનીસૂનુ હરિભદ્રસૂરિએ (આ ઈ. સ૭૦૦૭૭૮ કે ૭૮૫) પંચાશક અંતર્ગત કથેલ જૈન બિંબ-પ્રતિષ્ઠા-વિધિ પછી ક્રમમાં જો કોઈનું તરતનું સ્થાન હોય તો તે છે નિર્વાણકલિકાનું,
પણ જેમ આચાર્ય ભદ્રબાહુ, કાલકાચાર્ય, તેમ જ મલ્લવાદિસૂરિ સંબંધમાં બન્યું છે તેમ પાલિત્ત' કિવા ‘પાદલિપ્ત' અભિધાન ધરાવતા સૂરિઓ એકથી વિશેષ થઈ ગયા છે. સોલંકીયુગના અને પછીના પ્રબંધકારો-ચરિત્રકારોએ પાદલિપ્તસૂરિના જીવન-આલેખનમાં જનરંજક, ચમત્કારપૂર્ણ કિંવદંતીઓનો સંભાર ઠાંસવા ઉપરાંત ભિન્ન એવા, ને નોખા નોખા કાળે થઈ ગયેલા, ત્રણેક પાદલિપ્તસૂરિઓની ઐતિહાસિક જણાતી ઘટનાઓ નામ-સામને કારણે ભેળવી મારી ભારે ગૂંચવાડો ઊભો કરી દીધો છે. સાંપ્રત શોધપ્રયાસો દ્વારા આમાંથી બેને તો અલગ તારવામાં સફળતા મળી છે; તદનુસાર કુષાણકાલીન આચાર્ય આર્ય નાગહસ્તિના શિષ્ય (ઈસની દ્વિતીય શતાબ્દી આખરી ચરણ અને ત્રીજી શતાબ્દી પ્રારંભ) એવું સુપ્રસિદ્ધ પ્રાકૃત તરંગવઈકહા(તરંગવતીકથા)ના સર્જક, તથા પ્રતિષ્ઠાનના કોઈ સાતવાહન રાજા(ઉપનામ “હાલ, વા “કહ')ના, અને પાટલિપુત્ર-સ્થિત મુરુષ્ઠરાજ(કુષાણોના શક મંડલેશ્વર)ના સમકાલિક, વૈનેયિકી બુદ્ધિ માટે પ્રશંસા પામેલ પાલિત્તસૂરિ', અને પ્રતિમવિધિગ્રંથ નિર્વાણકલિકાના કર્તા પાદલિપ્તસૂરિ એક ન હોઈ શકે તે તથ્ય હવે સિદ્ધ થઈ ચૂક્યું છે.
વસ્તુતયા આ હકીકત તો નિર્વાણકલિકાકારના ગ્રંથ-સમાપ્તિ સમયના ઉદ્ગારથી પ્રથમ દૃષ્ટિએ જ સ્પષ્ટ બની રહે છે. પ્રસ્તુત કૃતિકાર પાદલિપ્તસૂરિ વિદ્યાધર વંશના સંગમસિંહસૂરિના શિષ્ય વાચનાચાર્ય મંડનમણિના શિષ્ય હતા : યથા :
Page #2
--------------------------------------------------------------------------
________________
નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
श्रीविद्याधरवंशभूषणमणिः प्रख्यातनामा भुवि । श्रीमत्सङ्गमसिंह इत्यधिपतिः श्वेताम्बराणामभूत् ।। शिष्यस्तस्य बभूव मण्डनगणिर्योवाचनाचार्य इत्युच्चैः पूज्यपदं गुणैर्गुणवतामग्रेसर: प्राप्तवान् ॥१॥ क्षान्तेः क्षेत्रं गुणमणिनिधिस्तस्य पालिप्तसूरिर्जातः शिष्यो निरुपमयशःपूरिताशावकाशः ॥ विन्यस्तेयं निपुणमनसा तेन सिद्धान्तमन्त्रा
ण्यालोच्यैषा विधिमविदुषां पद्धतिर्बोधिहेतोः ॥२॥ અહીં પુરાતન આર્ય નાગહસ્તિનું ગુરુ-રૂપેણ નામ નથી. પાદલિપ્તસૂરિનું ચરિત જેમાં સમાવિષ્ટ છે તે પ્રભાવકચરિતના કર્તા રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્ય (સં. ૧૩૩૪ ! ઈ. સ. ૧૨૭૮) નિર્વાણલિકાકારની ઉપર્યુક્ત પ્રાંતપુષ્યિકાથી, અને એથી પાદલિપ્તસૂરિના ગુરક્રમથી, અજ્ઞાત નહોતા. વાતનો મેળ ખવડાવવા, વિસંગતિ દૂર કરવા, તેમણે પ્રસ્તુત સંગમસિંહસૂરિને આર્ય નાગહસ્તિના ગુરુબંધુ ઠરાવી દીધા અને બાળવયમાં દીક્ષિત પાલિત્તનો સંગમસિંહ-શિષ્ય મંડનગણિ પાસે ઉછેર પણ કરાવ્યો! પહેલી વાત તો એ છે કે ઈસ્વીસની આરંભિક સદીઓમાં ‘સિંહાંત' નામો પડતાં નહીં. આવાં નામો મધ્યયુગ, પ્રાશ્મધ્યયુગ, અને અનુગુપ્ત કાળમાં જ ખાસ તો મળે છે. એ જ પ્રમાણે શિષ્યોને આગમોની વાચના દેનાર આચાર્યો પ્રાચીન કાળે (અને પાંચમા શતક સુધી તો) “વાચક” કહેવાતા", “વાચનાચાર્ય” નહીં; બન્ને ઉપાધિઓનો અર્થ અસલમાં એક જ હોવા છતાં. ઈસ્વીસની ચોથી-પાંચમી શતાબ્દીથી “વાચક” અતિરિક્ત, ને ઘણી વાર એને સ્થાને, “ક્ષમાશ્રમણ” શબ્દ વ્યવહૃત થયેલો; અને એના પર્યાય “વાચનાચાર્ય” અભિધાનનો પ્રાપ્ત થતો સૌ પહેલો ઉલ્લેખ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ દ્વારા પ્રતિષ્ઠિત આકોટાની બે ધાતુ-પ્રતિમાઓ (આ. ઈ. સ. ૫૭૫) પર અંકિત થયેલો છે.
નિર્વાણકલિકા વૃદ્ધ પાદલિપ્તસૂરિના સમયથી તો ઘણી અર્વાચીન હોવાનું સૌથી પ્રબળ પ્રમાણ તેની અંદર અપાયેલ વસ્તુના પરીક્ષણ પરથી મળી રહે છે. તીર્થકરોના યક્ષ ક્ષાદિનો, તેમજ (તાંત્રિક પ્રભાવથી ઉદ્ભવેલ) સોળ વિદ્યાદેવીઓનો વિભાવ અનુગુપ્ત કાળથી, ઓછામાં ઓછું બપ્પભટ્ટસૂરિના સમયથી (ઈસ્વીસની ૮મી સદીના ઉત્તરાર્ધ અને ૯મીના પ્રથમ ચરણથી) લઈ ધીરે ધીરે આકાર લેતાં લેતાં પ્રાફમધ્યકાળમાં, અને વિશેષે મધ્યયુગના આરંભે સ્પષ્ટ બનેલો. કુષાણકાળમાં, એટલે કે આદિ પાદલિપ્તના સમયમાં, જિનના યક્ષ-યક્ષિીની કલ્પના ઉપસ્થિત હોવાનાં કોઈ જ સાહિત્યિક, આભિલેખિક, કે પુરાતત્ત્વીય પ્રમાણો નથી. આગમોમાં તો શું પણ પછીની ઉપલબ્ધ આગમિક વ્યાખ્યાઓમાં-નિર્યુક્તિ-ભાખ્યાદિમાં-કે
Page #3
--------------------------------------------------------------------------
________________
૮૭
પાદલિપ્તસૂરિ વિરચિત નિર્વાણકલિકા'નો સમય અને આનુષંગિક સમસ્યાઓ નાગૅદ્રકુલના વિમલસૂરિના પઉમચરિય (આ. ઈસ૪૭૩) અને સંઘદાસગણિના વસુદેવહિડી (છઠ્ઠું શતક) સરખી વિસ્તૃત અને સમૃદ્ધ કથાઓમાં પણ આવી યોજનાના કોઈ સ્પષ્ટ નિર્દેશ મળતા નથી. વિધિવિધાનમાં ગ્રંથકર્તાએ જે તાંત્રિક રંગના મંત્રોનો પણ પ્રયોગ કર્યો છે તે વાત પણ ગ્રંથ પ્રાચીન હોવાનો–આદિ પાદલિપ્તસૂરિએ રચ્યો છે તેવી વાતનો સર્વથા અપવાદ કરે છે. નિર્વાણલિકા ગ્રંથ અન્ય કેટલાક મુદ્દાઓ સાથે આ કારણસર પણ પ્રાચીન યુગમાં લખાયો હોવાનું સંભવતું નથી. આ ગ્રંથના દેઢતર, સંભાવ્ય તેમ જ સ્વીકાર્ય સમય-વિનિર્ણય અંગે અહીં આગળ ઉપર વિસ્તારથી ચર્ચા કરીશું. તે પહેલાં સાંપ્રત વિષય અનુષંગે ઉપસ્થિત થતા બીજા કેટલાક પ્રશ્નો, જેનો ઉત્તર મેળવવો હજુ બાકી છે, તે વિશે જોઈ જવું જરૂરી છે. જેમકે :
૧) ખગોળવિદ્યાના બેતાંબર જૈન આગમિક ગ્રંથ જ્યોતિષકરડક રચનાર પાલિત્તસૂરિ કોણ ? તરંગવતીકાર ? નિર્વાણકલિકાકાર ? કે પછી કોઈ ત્રીજા જ પાદલિપ્તસૂરિ ? પ્રાથમિક દૃષ્ટિએ જોતાં મને લાગે છે કે જ્યોતિષકરંડકકાર અને તરંગવતીકાર એક હોઈ શકે; અને એ કારણસર નિર્વાણકલિકાકારથી ભિન્ન માનવા ઘટે. આગમોમાં “પ્રકીર્ણક” વર્ગમાં મુકાતા જ્યોતિષકરડક ગ્રંથને એની શૈલીનાં લક્ષણો પરથી તે ઈસ્વીસના બીજા ત્રીજા સૈકા જેટલો પ્રાચીન છે કે નહીં તેનો નિર્ણય તો પ્રાકૃત ભાષાના તજ્જ્ઞો અને આગમિક શૈલીના અધ્યેતાઓ કરી શકે. આ ગ્રંથ દિનકરપ્રજ્ઞપ્તિ પુરાતન સૂર્યપ્રતિ(ઈ. સ. પૂ. બીજી-પહેલી શતાબ્દી)ના આધારે રચાયો હોવાની કબૂલાત તેના આરંભમાં જ કરવામાં આવી હોઈ તે સ્પષ્ટતયા તે પછીની રચના છે. જ્યોતિષકરણ્ડક પર શિવગંદી વાચકે કરેલી પ્રાકૃત “વૃત્તિ' પણ હવે ઉપલબ્ધ બની છે, જે જૈનાગમો પરની અદ્યાવધિ મળી આવેલી પ્રાકૃત વૃત્તિઓમાં સૌથી પ્રાચીન માનવી ઘટે; અને તે પાંચમા-છઠ્ઠા શતક બાદની તો નહીં જ હોય કેમકે “શિવનંદી” સરખાં નંદાંત નામોનો પ્રચાર કુષાણ અને અનુકુષાણ કાળ પછી ઉત્તરાપથના નિર્મન્થ સંપ્રદાયોમાં નહોતો રહ્યો : અપવાદ રૂપે અલબત્ત ઉર્નાગર શાખાના તત્ત્વાર્થાધિગમસૂત્રકાર વાચક ઉમાસ્વાતિના ગુરુ “ઘોષનંદિ” ક્ષમણ (આ. ઈસ્વી. ચોથી શતાબ્દી પૂર્વાર્ધ) ગણાવી શકાય. બીજી બાજુ દક્ષિણમાં થાપનીય તેમ જ દિગંબર સંપ્રદાયના મુનિઓમાં નંદ્યાત નામધારી ઘણા મુનિઓનો ઉલ્લેખ પાંચમા-છઠ્ઠા શતકના અભિલેખોમાં (અને તે પછી પણ), તેમ જ તેમની આગમવત્ અને અન્ય રચનાઓમાં મળી આવે છે. (વૃત્તિકાર શિવગંદી વાચક કાં તો શ્વેતાંબર આમ્નાયની ઉચ્ચસ્નગર શાખામાં, કે કદાચ યાપનીય સંઘમાં થયા હોય.) અન્યથા વૃત્તિની નિરૂપણ-શૈલી આગમો પરના છઠ્ઠા શતકમાં લખાયેલાં ભાષ્યોના અને પ્રાચીનતમ ચૂર્ણિઓની સરાસરી ગદ્ય-લેખન જેવી હોવાનો ભાસ જરૂર કરાવે છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
આ ગ્રંથ અને વૃત્તિ સંબંધમાં ૧૨મા શતકથી ચાલતો આવતો એક સંક્રમ આ ટાંકણે દૂર કરવો જરૂરી બની જાય છે. જ્યોતિષકરણ્ડકના સંસ્કૃત-વૃત્તિકાર મલયગિરિ આ ગ્રંથને વલભીના કોઈ ચિરંતન પૂર્વાચાર્યની રચના માનતા હોવાનું અને તે પરની વૃત્તિને પાદલિપ્તસૂરિની રચના માનતા હોવાનું જણાય છે. મલયગિરિના આવા વિધાનથી મોહનલાલ મહેતાએ પણ એવું જ સૂચન કર્યું છે, પણ મુનિ પુણ્યવિજયજીને ખંભાત તેમજ જેસલમેરના ભંડારોમાંથી પ્રાપ્ત થયેલી પ્રતોની અંતિમ ગાથાઓને આધારે તો મૂળ જ્યોતિષકરડક ગ્રંથ પાદલિપ્તસૂરિની રચના હોવાનું સ્પષ્ટ થાય છે.
૨) પ્રભાવકચરિતકાર પાદલિપ્તસૂરિ પર કાલજ્ઞાન નામક જ્યોતિષ ગ્રંથનું કર્તુત્વ આરોપિત કરે છે. કહેવાય છે કે આ ગ્રંથ હાલ અનુપલબ્ધ છે. મને લાગે છે કે જ્યોતિષકરડક જ આ કાલજ્ઞાન ગ્રંથ છે; પ્રસ્તુત મૂલ-ગ્રંથની ઉત્થાનિકામાં બે વાર આવતા “કાલજ્ઞાન” શબ્દ પરથી એને કાલજ્ઞાન એવું અપનામ મળી ગયું હોય : (જુઓ પાદટીપ ૧૧). જે હોય તે; મૂલકાર પાલિત્તસૂરિ વૃત્તિકાર શિવગંદી વાચકથી અગાઉ થઈ ગયા છે તેટલી વાત તો ચોક્કસ; અને આથી પ્રથમ દૃષ્ટિએ તેમને કુષાણકાળના પાલિત્તસૂરિથી અભિન્ન માની શકાય.
૩) શત્રુંજય પર જિન વીરની પ્રતિષ્ઠા સમયે પાલિત્તસૂરિએ ગાથારૂપેણ “ગાહાજીઅલેણ” શબ્દોથી આરંભાતી વિદ્યાગર્ભિત સ્તુતિ રચી હોવાનું પ્રભાચંદ્રાચાર્ય કહે છે. નિર્વાણકલિકાના સંપાદક (સ્વ) મોહનલાલ ભગવાનદાસ ઝવેરીએ અનુપલબ્ધ મનાતી આ વિરલ રચના પોતાની અંગ્રેજી પ્રસ્તાવનામાં ઉફૅકી છે: યથા :
गाहा-जुअलेण जिणं मय-मोह-विवज्जियं जियकसायं । थो(स्)सामि ति-संझाए तं निस्संगं महावीरं ॥१॥ सुकुमार-धीर सोमा रत्त-किसिण-पंडुरा सिरिनिकेया । सीयंकुसगहभीरू जल-थल-नह मंडला तिन्नि ॥२॥ न चयंति वीरलीलं हाउं जे सुरहि-मत्त-पडिपुन्ना । पंकय-गयंद-चंदा लोयण-चक्कम्मिय-मुहाणं ॥३॥ एवं वीरजिणंदो अच्छरगण-संघ-संथुओ भयवं ।
पालित्त-यमय-महयो दिसउ खयं सव्वदुरियाणं ॥४|| આ નાનકડી કૃતિના રચયિતા પાલિત્તસૂરિ કોણ? પ્રસ્તુત ગાથાદ્વયનાં છંદોલય તેમ જ સંરચના અને કવિત-લક્ષણ જોતાં તે તરંગવતીકાર પાલિત્તના સમય જેટલી પુરાણી રચના જણાતી નથી. (શૈલી કંઈક અંશે “ઉવસગ્ગહર” સ્તોત્ર, પ્રાયઃ નવમી-દસમી શતાબ્દીનું સ્મરણ કરાવે છે.) વળી જિનવીરનું મંદિર ઈસ્વીસની બીજી શતાબ્દી જેટલા પુરાતન કાળે
Page #5
--------------------------------------------------------------------------
________________
પાદલિપ્તસરિ વિરચિત “નિર્વાણકલિકા'નો સમય અને આનુષંગિક સમસ્યાઓ
૮૯
શત્રુંજયગિરિ પર હોવાના ક્યાંયથીયે નિર્દેશ મળતા નથી. વિશેષમાં પ્રસ્તુત ગાથાયુગલમાં શત્રુંજયનો ઉલ્લેખ પણ નથી.
જ્ઞાતાધર્મકથાંગ અને અંતકૃતદશાંગ (બન્ને વલભી પ્રથમ વાચનાના સમયના, એટલે કે ઈસ્વીસન્ની ચોથી સદીના મધ્યભાગના) આગમોમાં તો શત્રુંજય કિંવા પુંડરીકપર્વત પાંડવોની અને અરિષ્ટનેમિના કેટલાક શિષ્યોની નિર્વાણભૂમિ હોવાની કથાઓ છે. અને ઉપલબ્ધ નિયુક્તિઓ, ભાષ્યો, કે ચૂર્ણિઓમાં શત્રુંજય તીર્થની સંજ્ઞા દીધી નથી, કે નથી ત્યાં કોઈ જિનાલયના અસ્તિત્વની નોંધ. નિર્વાણકલિકાથી તો ઉપર ઉદૈકિત સ્તુતિ પ્રાચીન હોવાનો ભાસ અલબત્ત થાય છે. સંભવતયા પાદલિપ્તસૂરિ દ્વિતીયની આ રચના હોવી જોઈએ; મોટે ભાગે મૈત્રકકાળના ઉત્તરાર્ધની હોવાનો સંભવ છે.
૪) ભદ્રેશ્વરસૂરિની કહાવલિ પ્રાયઃ ઈસ્વી ૯૭૫-૧૦૦૦)માં, તેમ જ પછીના પ્રબંધોમાં કથિત શત્રુંજય, ઉર્જાન્ત-ગિરિનગર, ઢંક(ઢાંક), અને મથુરાની યાત્રી કરનારા, અને મણખેડ(પુરાણા મા ખેટક, હાલના મડખેડ)માં “કૃષ્ણ-ભૂભુત”ની મુલાકાત લેનાર પાદલિપ્તસૂરિ કોણ? પ્રતિષ્ઠાન-નગરમાં સાતવાહન રાજાને (બીજી સદીમાં) મળનાર અને જેમની કેટલીક પ્રાકૃત ગાથાઓ સાતવાહન રાજા “હાલ”ના ગાથાસપ્તશતીમાં સંગૃહીત થઈ છે તે (તરંગવતીકાર) પાલિત્તસૂરિ તો ન જ હોઈ શકે. માન્યખેટ રાજધાની રૂપે રાષ્ટ્રકૂટ સમ્રાટ નૃપતુંગ અમોઘવર્ષ પ્રથમનાં આરંભિક વર્ષોમાં (આઈ. સ. ૮૧૪-૮૨૦) કે તેથી થોડું પૂર્વમાં બની; અને આ કારણસર પ્રબંધકથિત કૃષ્ણરાજ તે રાષ્ટ્રકૂટ કૃષ્ણ દ્વિતીય (ઈ. સ. ૮૭૮-૯૧૪) અથવા તો કૃષ્ણ તૃતીય (ઈ. સ. ૯૩૯-૯૬૭) એમ એ બેમાંથી એક હોઈ શકે. આથી સાતમી શતાબ્દીમાં થઈ ગયા હશે તે દ્વિતીય પાલિત્તસૂરિ પણ આ પાલિત્તસૂરિ ન હોઈ શકે. આ તૃતીય પાકિસૂરિ તે નિર્વાણકલિકાના રચયિતા પાદલિપ્તસૂરિ હોવાનો સંભવ છે. (મથુરા, શત્રુંજય, ગિરનાર, અને ઢાંકની યાત્રાએ જનાર પાલિત્તસૂરિ વિશે આગળ વિચારીશું.)
૫) આગમિક પ્રકીર્ણકોમાં ગણાતા પુંડરીકપ્રકીર્ણક અપરનામ સારાવલિપ્રકીર્ણકના રચયિતા પણ કોઈ પાદલિપ્ત સૂરિ હોવાનું પરોક્ષ પ્રમાણ છે. પ્રસ્તુત કલ્પની વસ્તુ તથા વિગત તેમજ તેના આત્યંતિક પૌરાણિક, તીર્થમાહાસ્ય પૌરાણિક, તીર્થમાહાભ્ય તરબોળ રંગઢંગ જોતાં તેના કર્તા પાદલિપ્ત તે તૃતીય પાલિત્તસૂરિથી અભિન્ન હોવા ઘટે. વજસ્વામી (દ્વિતીય) કૃત શત્રુંજયલઘુકલ્પ (પ્રાયઃ ઈ. સ. ૧૦૩૨-૩૩), જિણાયશનું પુંડરીકગિરિસ્તવન (આઇ ઈ. સ. ૧૧મી શતાબ્દી, હેમચંદ્રસૂરિનું શત્રુંજયાષ્ટક (આત ઈ. સ. ૧૧૨૭ વા ૧૧૫૫) તેમ જ તપાગચ્છીય ધર્મકીર્તિ ગણિનો બૃહદ્શત્રુંજયકલ્પ (આ૦ ઈ. સ. ૧૨૬૪)૨૪ પણ પાલિત્તસૂરિની ઉપર્યુક્ત પ્રકીર્ણક કૃતિના ઋણી છે. અને જિનપ્રભસૂરિનો કલ્પપ્રદીપ અંતર્ગતનો વિખ્યાત “શત્રુંજયકલ્પ” (સં. ૧૩૮૫ ! ઈ. સ. ૧૩૨૯)૨૫ ઉપર્યુક્ત સૌ રચનાઓના આધારે
નિ, ઐ, ભા. ૧-૧૨
Page #6
--------------------------------------------------------------------------
________________
૯૦
નિર્ચ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
રચાયો છે.
૭) પ્રભાવક ચરિતકાર પ્રશ્નપ્રકાશ નામક ગ્રંથનું કર્તૃત્વ પણ પાદલિપ્તસૂરિ પર આરોપિત કરે છે. ગ્રંથ આજે ઉપલબ્ધ નથી; પણ ગ્રંથાભિધાન “પ્રકાશાંત” હોઈ ગ્રંથ બહુ પ્રાચીન હોવાની વાત સંપ્રદ બની જાય છે. આવો કોઈ ગ્રંથ પાદલિપ્તસૂરિએ રચ્યો હોય તો તે ત્રીજા પાદલિપ્તસૂરિનો હોવો જોઈએ. “પ્રશ્નને લગતો ગ્રંથ હોઈ તેનો વિષય નિમિત્ત વિદ્યા હશે.
પાલિતાણા–પ્રાચીન પાલિત્તાનક અભિધાન સ્પષ્ટતયા “પાલિત્ત’ પરથી નીપજેલું છે. “આનક' પ્રત્યય ધરાવતાં ગ્રામનામો વ્યક્તિઓ કે વિશેષનામો પરથી પડ્યાનો સંભવ દર્શાવતા મૈત્રક-અનુમૈત્રક દાખલાઓ છે. બીજી નોંધનીય વાત એ છે કે કોઈ બૌદ્ધ વા બ્રાહ્મણીય સ્રોતમાંથી “પાલિત્તાનક' નામની ઉત્પતિનો ખુલાસો કરતા નિર્દેશો હજી સુધી મળી આવ્યા નથી. પણ ઉપર ચર્ચિત ત્રણમાંથી કયા પાલિત્તસૂરિના નામ પરથી પાલિતાણા ઊતરી આવ્યું હશે? કુમારપાલપ્રતિબોધ (અસલી નામ જિનધર્મપ્રતિબોધ) તો પોતાને આકાશગમન સહાયભૂત રસ-લેપમાં ખૂટતી ક્રિયાનું જ્ઞાન કરાવનાર પાલિત્તસૂરિના નામ પરથી અહેસાનમંદ સિદ્ધ નાગાર્જુને પાદલિપ્તપુર વસાવ્યાનું કહે છે : અને આ અનુશ્રુતિને સમર્થન એથી પૂર્વના ગ્રંથ રાજગચ્છીય સોમપ્રભાચાર્યના જિનધર્મપ્રતિબોધ- (સં. ૧૨૪૧ ( ઈ. સ. ૧૧૮૫)માં મળે છે; જો કે કદાચ આથીયે પહેલાં રચાયેલ “પાદલિપ્તસૂરિચરિત”, જેની સં૧૨૯૧/ઈ. સ. ૧૨૩૫ની હસ્તપ્રત મળી છે તેમાં, અને ભદ્રેશ્વરસૂરિની કહાવલિ પ્રાયઃ ઈ. સ. ૯૭૫૧૦૦૦)માં તો તે અનુશ્રુતિ નોધાયેલી નથી૦. આથી પ્રભાચંદ્રાચાર્ય પાસે તેમ જ સોમપ્રભાચાર્ય સમક્ષ કોઈ અન્ય સાધન હશે. પાલિત્તાનકનો રાષ્ટ્રકૂટ લાટેશ્વર ગોવિંદરાજ તૃતીય પ્રભૂતવર્ષના દેવળીના વ. સં. ૧OO ! ઈસ. ૮૧૮-૮૧૯ના તામ્રપત્રમાં ઉલ્લેખ હોઈતેની સ્થાપના તે કાળ પૂર્વે થઈ ચૂકેલી તે નિર્વિવાદ છે; નિર્વાણકલિકાકાર પાદલિપ્ત આ મિતિથી આગળ જોઈશું તેમ) પોણોસો-સોએક વર્ષ બાદ થયા હોઈ તેમના નામથી તો પાલિત્તાનક અભિધાન પડ્યું નથી તેટલી વાત તો ચોક્કસ. એ જ રીતે આદિ પાલિત્તસૂરિના નામ પરથી, પછીથી એમના સ્મરણ રૂપે પણ તે પડ્યું હોવાનો સંભવ નથી. શત્રુંજયની તીર્થરૂપેણ કોઈ ખ્યાતિ મૈત્રક કાળના ઉત્તરાર્ધ પહેલાં નહોતી. કે નથી મળતો આદિ પાદલિપ્તસૂરિનો શત્રુંજયાચલ સાથે સંબંધ સૂચિત કરતો કોઈ પ્રાચીન સંદર્ભ યા ઉલ્લેખ; અને આનકાંત ગ્રામાભિધાનો મૈત્રકયુગ પૂર્વેના સ્રોતોમાંથી એકાદ અપવાદ સિવાય મળી આવતા નથી એમ ભાષાવિદ્ પ્રા. હરિવલ્લભ ભાયાણી સપ્રમાણ માને છે. પ્રાપ્ય મૈત્રક તામ્રશાસનોમાં તો પાલિત્તાનકનો ઉલ્લેખ નથી અને સંભવ છે કે આ ગામનું તોરણ ઉત્તર મૈત્રક કાળમાં કયારેક બંધાયું હોય, બીજી બાજુ છેલ્લા પાંચેક મૈત્રક રાજાઓનાં તામ્રપત્રો પણ પ્રમાણમાં જૂજવાં મળ્યાં છે; એટલે પાલિત્તાનકનો ઉલ્લેખ થયો હોય તેવાં ઉત્તરકાલિક મૈત્રક
Page #7
--------------------------------------------------------------------------
________________
પાદલિપ્તસૂરિ વિરચિત નિર્વાણકલિકા'નો સમય અને આનુષગિક સમસ્યાઓ તામ્રપત્રો હશે તો તે હજી હાથ લાગ્યાં નથી,
ઉપલબ્ધ મુદ્રિત સાહિત્યમાં જોઈએ તો પાલિત્તાનકની સ્થાપના અંગેની કથામાં પ્રભાચંદ્ર તેમજ તેમનાથી ૯૨ વર્ષ પૂર્વે સોમપ્રભાચાર્ય તે શહેર નાગાર્જુને વસાવ્યાનું કહે છે. નાગાર્જુન માટે સોમપ્રભાચાર્યે “
ભિખુ” શબ્દનો પ્રયોગ કર્યો છે, જે એમનું બૌદ્ધત્વ સૂચિત કરે છે. ઢાંક સાથેનો તેમનો પ્રભાવકચરિતમાં નિર્દેશેલ સંબંધ પણ સૂચક છે કેમકે અઢી દાયકા પૂર્વે ડૉ. હરિલાલ ગૌદાનીને, ત્યાંથી સાતમા શતકના આરંભની બૌદ્ધ મૂર્તિઓ જડી આવેલી અને બન્ને ઢાંકને બદલે ગિરિનગરમાં મળ્યા હોય તો સાતમા શતકમાં ત્યાં મહાયાન બૌદ્ધો સારી સંખ્યામાં હોવાનું પ્રસિદ્ધ ચીની બૌદ્ધ મુનિ-યાત્રી શ્યન ચાંગનું કથન છે (આ ઈ. સ. ૬૪૨)૨૭. પ્રસ્તુત નાગાર્જુન “રસસિદ્ધ' હોઈ તેઓ ઈસ્વીસનની બીજી શતાબ્દીના અરસામાં થઈ ગયેલા પ્રસિદ્ધ મહાયાન દાર્શનિક નાગાર્જુન નહીં પણ ઉત્તરકાલીન મહાયાન સંપ્રદાયના વજયાનના પ્રારંભથી અતિ દૂર નહીં એવા કોઈ-ભિક્ષુ હોઈ શકે છે. (બૌદ્ધોમાં નાગાર્જુન નામધારી એકથી વિશેષ આચાર્યો થઈ ગયા છે.) બીજી બાજુ પાદલિપ્તસૂરિ પણ ઢાંક તેમ જ ગિરિનગર ગયેલા એવું કહાવલિથી માંડી પ્રભાવક ચરિત સુધીના જૈન મધ્યકાલીન ચરિત્રકથા સાહિત્યમાં નોંધાયેલું છે. (ઢાંકમાં છઠ્ઠી-૭મી સદીની શરૂઆતમાં મૂકી શકાય તેવી જૈન ગુફાઓ છે.) અને પ્રબંધોનાં વર્ણનો પરથી તો પાદલિતાચાર્યનાં પણ મંત્ર-તંત્ર તરફની રુચિ અને કીમિયાઓનો શોખ સિદ્ધ નાગાર્જુનથી ઉતરે એવાં હોય તેવું લાગતું નથી ! (બન્નેની મિત્રતા પણ એ જ કારણે થઈ હશે !) પાલિત્તાનકની સ્થાપના શિષ્યભાવે કિ મૈત્રીભાવે) જો સિદ્ધ નાગાર્જુને કરેલી હોય તો તે સાતમા શતકમાં, મોટે ભાગે એના ઉત્તરાર્ધમાં, થઈ હોવી જોઈએ. આદિ પાલિત્તસૂરિની જેમ આ બીજા પાલિત્તસૂરિ પણ જૈનાગમો આદેશિત કઠોર મુનિચર્યાનું અનુશીલન કરતા હોવાનું જણાતું નથી. હકીકતે આ દ્વિતીય પાલિત્ત તો ચૈત્યવાસી પરંપરાના જૈન યતિ હોવાની સ્પષ્ટ છાપ ઉપસાવે છે; પણ શિથિલાચાર હોવા છતાંયે પોતે જ ઊઠીને પોતાના નામથી ગામ વસાવવા જેટલી ધૃષ્ટતા આચરે તેવો સંભવ ઓછો છે. આથી નાગાર્જુને પાલિતાણા વસાવ્યાની અનુશ્રુતિ કાઢી નાખવા જેવી નથી.
પાલિતાણાની પ્રાચીનતા ઈ. સ. ૮૧૮-૮૧૯વાળા ઉલ્લેખથી આગળ લઈ જઈ શકાય તેવું એક આડકતરું પ્રમાણ ઉપલબ્ધ છે. ઉદ્યોતનસૂરિની કુવલયમાલાકહા(સં. ૮૩૫ | ઈ. સ. ૭૭૯)માં શત્રુંજયગિરિ પરનાં સિદ્ધો (સિદ્ધાયતનો)ની વંદનાર્થે જતા ચારણનો ઉલ્લેખ આવે છે. ગિરિ પરના તે સમયના મંદિરો વિશે વિચારીએ તો મુખ્યત્વે તે જિન વીર, યુગાદિદેવ, અને શાંતિનાથનાં હશે અને તેની સ્થાપના કુવલયમાલાકારના કાળ પૂર્વે થઈ ચૂકેલી એટલું તારવી શકાય. પ્રભાવકચરિતકાર આમાંથી જિન વીરના મંદિરનું નિર્માણ નાગાર્જુન પર આરોપિત કરે છે; અને પાદલિપ્તસૂરિએ અન્ય જિનબિંબોની પ્રતિષ્ઠા કરી તેમ
Page #8
--------------------------------------------------------------------------
________________
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
કહે છે, જે ઋષભદેવ અને શાંતિનાથનાં હોવાં જોઈએ. ગિરિસ્થિત આ મંદિરોની યાત્રાએ જનાર યાત્રીઓના વિશ્રામ અને ભોજનાદિ વ્યવસ્થા માટે નીચે તળેટી સમીપ ગામનો આશરો વ્યાવહારિક આવશ્યકતાની સીમામાં હોઈ વિશ્વાસનીય છે. આથી પાલિતાણા પણ ઈ. સ. ૭૭૯થી પહેલાં વસી ગયું હશે જ. આમ સમગ્ર રીતે જોતાં કહાવલિમાં જે પાલિત્તસૂરિ ઢાંક, ગિરિનગર અને શેત્રુજાની જાત્રાએ ગયાની વાત આવે છે તે આ સિદ્ધ નાગાર્જુનના સમકાલિક દ્વિતીય પાદલિપ્તસૂરિને અનુલક્ષીને હોઈ શકે છે. (પ્રસ્તુત સૌરાષ્ટ્રવાસી નાગાર્જુન સંબંધમાં જૈન દંતકથાઓ સિવાય વિશેષ હકીકત અદ્યાવધિ કોઈ સ્રોતમાંથી પ્રાપ્ત નથી. ગુજરાત-સ્થિત બૌદ્ધોનું સાહિત્ય લાંબા કાળથી વિનષ્ટ થયું છે. પણ પાછળ કહ્યું તેમ ઢાંકમાંથી ૭મી સદીની. બૌદ્ધ પ્રતિમાદિ અવશેષો ઢાંકમાંથી ડૉ. હરિલાલ ગૌદાનીને મળી આવ્યા હતા. એટલે ત્યાં મહાયાનિક કોઈક સંપ્રદાયનું બેસણું હતું એટલું ચોક્કસ. ઉપરના બન્ને પાદલિપ્તાચાર્યોથી ભિન્ન એવા નિર્વાણકલિકાકારનો, એટલે કે તૃતીય પાલિત્તસૂરિનો, સમય એક કોયડો છે. નિર્વાણકલિકાનો સમય-વિનિશ્ચય થઈ શકે તો ઉપર પહોંચ્યા તે નિષ્કર્ષો પણ વિશેષ સ્થિર બની શકે.
કલૈતિહાસકાર વિદ્વર્ય ડૉ. ઉમાકાંત શાહનું કથન છે કે શત્રુંજય પરની સં. ૧૦૬૪ો ઈ. સ. ૧૦૦૮ની પ્રતિષ્ઠામિતિવાળા પુંડરીકસ્વામીના આસન લેખમાં કહેલ વિદ્યાધર કુલના સંગમસિદ્ધ મુનિ (જેના નિર્વાણ નિમિત્તે પ્રસ્તુત પ્રતિમાનું નિર્માણ થયેલું તે) અને નિર્વાણકલિકાકારના પરમ ગુરુ, વિદ્યાધર વંશના સંગમસિંહસૂરિ અભિન્ન હોઈ શકે. આથી નિર્વાણકલિકાની રચના ૧૧મી શતાબ્દીમાં થઈ હોવી ઘટે, નિર્વાણકલિકામાં ઉલ્લિખિત વાસ્તુ-પરિભાષાદિના અવલોકન સમયે મેં તેનો અગાઉ રચનાકાળ ૧૧મી શતાબ્દીનો સૂચવેલો. પરંતુ કૃતિની ભાષા ધારાવાહી, વિશદ, અને પ્રાણવાન છે; અને શૈલી તેમ જ વાકયરચનાના ઢંગ અને ઢાંચા એકંદરે મધ્યયુગના ઉપલબ્ધ જૈન દૃષ્ટાંતોથી પુરાતન જણાય છે. જો કે તેમાં પંચાશકનો પ્રભાવ હોઈ હરિભદ્રસૂરિ બાદની રચના છે. તેમાં અપાયેલ યક્ષલક્ષાદિનાં વર્ણનોમાં અષ્ટભુજ ચક્રેશ્વરી આદિ દિગંબર પરંપરામાં એલાપુર(ઈલોરા)ની છોટા કૈલાસ નામક એકશેલ મંદિર(નવમું શતકોથી મળવા લાગે છે. (એકંદરે ગ્રંથની તત્સંબદ્ધ કેટલીક વિગતો અને પ્રતિમવિધિનો પ્રાફમધ્યકાલીન શ્વેતાંબર તેમ જ પ્રારંભિક મધ્યકાલીન દિગંબર પરંપરાની સમીપ જાય છે.) આથી આ અનુલો વિશેષ પરીક્ષણ કરી, નિર્વાણકલિકાનો સમય દઢ અને સાંકડી સીમામાં આવી શકે તો તે વિશે અહીં યત્ન કરી જોવા વિચાર્યું છે.
આ સમસ્યાના ઉકેલમાં “સંગમસિહસૂરિનું નામ ચાવી રૂપે છે. ઉપલબ્ધ શ્વેતાંબર જૈન સાહિત્યમાંથી આ નામ ધરાવતા મુનિના યથાર્થ સમય વિશે જો કંઈક પ્રકાશ લાધે તો તેનો
Page #9
--------------------------------------------------------------------------
________________
પાદલિપ્તસૂરિ વિરચિત ‘નિર્વાણકલિકા’નો સમય અને આનુષંગિક સમસ્યાઓ
ઉપયોગ નિર્વાણકલિકાના સમય-વિનિર્ણયમાં કરી શકાય,
લક્ષ્યમાન સાહિત્યમાં તો ‘સંગમસિંહ’ને લગતા કેવળ બે જ ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. તેમાં એક તો છે ચૈત્યપરિપાટી-સ્તવના કર્તા ‘સંગમમુનિ', જેમનું પૂરું નામ સિહાંત છે કે નહીં તે નિશ્ચિત રૂપે કહી શકાય તેમ નથી; સ્તવાન્તે એમણે પોતાના ગુરુ કે ગણ-ગચ્છ સંબંધમાં કોઈ જ નિર્દેશ દીધો નથી; તેમ જ સ્તવની અંદરની વસ્તુના પરીક્ષણ પરથી રચના વહેલામાં વહેલી ૧૧મી શતાબ્દીના આખરી ચરણમાં, કે (વિશેષ કરીને) કે ૧૨મી શતાબ્દીના પ્રારંભમાં મૂકી શકાય°. એની ભાષા અને કલેવર એટલાં સાધારણ છે કે એ કોઈ વિદગ્ધ કે વિદ્વાન્ મુનિની રચના જણાતી નથી. નિર્વાણકલિકા એનાથી પ્રાચીન હોવા સંબંધમાં કોઈ શંકા રહેતી નથી. વળી આ સંગમમુનિ નિર્વાણકલિકાકારના પરમ ગુરુ હોય તો કર્તા પાલિત્તસૂરિનો સમય તો ઠેઠ ૧૨મી સદીના ઉત્તરાર્ધમાં પડે, જે માની શકાય તેવી સ્થિતિ નથી.
પણ ‘સંગમસિંહસૂરિ’ એવા પૂરા સિહાંત નામ સાથેનો સ્પષ્ટ ઉલ્લેખ અન્યત્રે યક્ષદેવ કૃત પંચશ્લોકી હરિભદ્રસૂરિ-સ્તુતિના અંતે મળે છે. પોતાને જયસિંહસૂરિના શિષ્ય તરીકે ઓળખાવતા મુનિ યક્ષદેવ પોતે સંગમસિંહસૂરિ પાસે હરિભદ્રસૂરિ (આ ઈ. સ. ૭૮૦–૭૭૦ કે ૭૮૫)ના પ્રસિદ્ધ દાર્શનિક ગ્રંથ અનેકાંતજયપતાકાનું અધ્યયન કર્યાનું તેમાં પ્રકટ કરે છે. સ્તુતિના અંત ભાગનું પદ્ય આ મુદ્દા અનુષંગે કામનું છે.
श्रीमत्सङ्गमसिंहसूरिसुकवेस्तस्थाङ्घ्रिसेवापरः
शिष्य : श्रीजयसिंहसूरिविदुषस्त्रैलोक्यचूडामणेः ।
यः श्रीनागपुर प्रसिद्धसुपरस्थायी श्रुतायागतः
श्लोकान् पञ्च चकार सारजडिमाऽसौ यक्षदेवो मुनिः ॥५॥
૯૩
જયસિંહસૂરિ નામધારી જૈનાચાર્યો જુદાજુદા મધ્યકાલીન શ્વેતાંબર ગચ્છોમાં ૧૧મી શતાબ્દીથી ઠીક ઠીક સંખ્યામાં મળે છે : એટલે એમના વિશે સીધેસીધી શોધ ચલાવવાથી કોઈ નિર્ણય પર આવી શકાય તેમ નથી; પણ જેમ ‘સંગમસિંહ’ નામ જૂજવું જ મળે છે તેમ ‘યક્ષદેવ’ નામવાળા મુનિ પણ પ્રાપ્ત સાહિત્યમાં એક અન્ય દાખલા સિવાય મળતા નથી. ગંભૂતા(પાટણ પાસેના ગાંભુ)ના જિનાલયમાં શ૰ સં ૮૨૬ / ઈ સ૦ ૯૦૪માં શ્રાવક-પ્રતિક્રમણ-સૂત્ર (કિંવા વંદિત્તુસૂત્ર) પરની વૃત્તિ પૂરી કરનાર મુનિ પાર્થ પોતાનો પરિચય ‘સિદ્ધાંતિક (સૈદ્ધાંતિક)યક્ષદેવ'ના શિષ્ય રૂપે આપે છે; પોતાના ગચ્છ, ગણ, કે કુલ વિશે અલબત્ત કશું જણાવતા નથી. પણ “સૈદ્ધાંતિક’જેવી માનપ્રદ ઉપાધિ તો આગમોના જ્ઞાતા (અને ઘણી વાર સાથે સાથે ન્યાયાદિમાં પ્રવીણ) હોય તેવા જ્ઞાની મુનિવરો માટે જ સંભવી શકે : આ સંયોગ ધ્યાનમાં લેતાં જે યક્ષદેવ મુનિએ નાગપુરમાં સંગમસિંહસૂરિ પાસે ન્યાયવિષયક શિક્ષા લીધેલી
Page #10
--------------------------------------------------------------------------
________________
૯૪
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
તે, અને પાર્થ મુનિના ગુરુ, ઉપર કથિત સૈદ્ધાંતિક યક્ષદેવ, અભિન્ન હોવા ઘટે; ને તેમ હોય તો યક્ષદેવના ગુરુ જયસિંહ તેમ જ તેમના ન્યાયવિદ્યા-ગુર સંગમસિંહસૂરિ ઈસ્વીસની નવમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં થયા હોવા જોઈએ. આવું માનવાને કોઈ યોગ્ય પ્રમાણ છે ખરું? પ્રમાણ અવશ્ય છે, અને “નાગપુર–રાજસ્થાનનું વર્તમાન નાગોર–આમાં આ સૌને જોડતી કડી બની જાય છે. કૃષ્ણર્ષિના શિષ્ય જયસિંહસૂરિ સ્વરચિત ધર્મોપદેશમાલાવિવરણ-વૃત્તિ (પ્રાકૃત : સં. ૯૧૫ ! ઈ. સ. ૮૫૯) નાગપુરના જિનાલયમાં પૂરી કરી એવું ગ્રંથપ્રાંતે પ્રકટ કરે છે :
યથા :
संवच्छराण नवहि सरहिं पण्णरस-चास-अहिएहिं । भद्दवय-सुद्धपंचमि-बुहवारे साइ-रिक्खम्मि ॥२८ सिरिभोजदेव-रज्जे पवट्टमाणम्मि जण-मणाणंदे । नागउर-जिणायतणे समाणियं विवरणं ॥२९ विवरण-करणा कुसलं जं किंचि समज्जिय गए तेण । भव्वा लहंतु मोक्खं कय(इ)णा सह सासयं सोक्खं ॥३० इय जय-पयड-कण्हमुनि-सीस-जयसिंहसूरिणा रइयं ।
धम्मोवएसमाला-विवरणमिह विमल-गुण-कलियं ॥३१ એટલું નહીં પણ વૃત્તિમાં એક સ્થળે “સંગમાચાર્યના મતનો ઉલ્લેખ પણ કરે છે?
देहाणुरूव-वीरियं खेत्ताइसु भावओ निसेवेज्जा ।
जंघाबल-परिहीणा निदस्सिणं संगमायरिया ॥४५ [देहानुरूप-वीर्य क्षेत्रादिषु भावतो निसेवेत । जङ्घाबल-परिक्षीणा निदर्शनं सङ्गमाचार्याः l/૪
(પૃ. ૧૩૨) અહીં “સંગમાચાર્યથી સ્પષ્ટતઃ “સંગમસિંહસૂરિ વિવક્ષિત છે; અને જે જયસિંહસૂરિના શિષ્ય યક્ષદેવ મુનિ નાગપુરમાં સંગમસિંહસૂરિ પાસે અભ્યાસ કરવા ગયા તે જયસિંહસૂરિ પોતાના સમકાલિક (મોટે ભાગે વૃદ્ધ સમકાલિક) નાગપુર-સ્થિત આચાર્ય સંગમસિંહસૂરિની આગમિક-દાર્શનિક પ્રજ્ઞા પ્રત્યે શ્રદ્ધા અને સારો એવો આદર ધરાવતા હશે તેમ જણાય છે; તદન્વયે એમની પરિજ્ઞાનો લાભ પોતાના શિષ્ય યક્ષદેવને મળે તે માટે તેમની પાસે અભ્યાસ કરવા મોકલ્યા હશે તેમ લાગે છે. મહત્ત્વની વાત એ છે કે ત્રણેના–જયસિંહ, યક્ષદેવ, અને સંગમસિંહના–સમયનો પણ લગભગ બરોબર મેળ મળી રહે છે. ગંભૂતાના પાર્શ્વમુનિના ગુરુ સૈદ્ધાંતિક યક્ષદેવ, અને જયસિંહસૂરિના ન્યાયપ્રવીણ શિષ્ય યક્ષદેવ આ કારણસર પણ અભિન્ન
Page #11
--------------------------------------------------------------------------
________________
પાદલિપ્તસૂરિ વિરચિત “નિર્વાણકલિકા'નો સમય અને આનુષંગિક સમસ્યાઓ
જણાય છે.
જ્ઞાનવૃદ્ધ સંગમસિંહસૂરિને પોતાના પણ શિષ્યો હશે અને તેમને પણ વિદ્યાસમ્પન્ન બનાવ્યા હશે. એમાંથી કોઈ મુનિ તેમની જેમ પ્રખર બુદ્ધિમાન, શાસ્ત્રપ્રજ્ઞ પણ નીવડ્યા હશે. નિર્વાણકલિકાકાર પાલિત્તસૂરિએ સ્વગુરુ સંગમસિંહસૂરિશિષ્ય મંડનગણિને “વાચનાચાર્ય સરખા અતિ માનવાચક બિરુદથી સંબોધ્યા છે એ વાત અહીં વિચારવા યોગ્ય બની જાય છે. મંડનગણિનો મધ્યકાલીન જૈન શ્વેતાંબર સાહિત્યમાં તો પત્તો લાગતો નથી. સંભવતયા આ આચાર્ય મધ્યયુગ પહેલાના હોવા જોઈએ. સોલંકી-ચાહમાન યુગમાં વિદ્વત્તાના પુંજ સમા આચાર્યો બૃહદ્ગચ્છ, રાજગચ્છ, હર્ષપુરીયગચ્છ, પૂર્ણતલ્લગચ્છ, ખરતરગચ્છાદિમાં થઈ ગયા છે; પણ તેમાંથી કોઈ પણ “વાચનાચાર્ય” કહેવાતું હોય તેવાં પ્રમાણ ભાગ્યે જ ઉપલબ્ધ છે. આગળ જોઈ ગયા તેમ શ્રતમહોદધિ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ સરખી મહાન્ વિભૂતિને શિષ્યોને આગમોની વાચના દેવાના અધિકારનું આ સમ્માન-સૂચક અભિધાન અપાયું છે; અને એ માનાઈ ઉપાધિ મધ્યકાળના આરંભ સુધી, કદાચ દશમા શતક સુધી, પ્રયોગમાં હશે તેમ જણાય છે; જો કે તે પછી તેનો ભાગ્યે જ ઉલ્લેખ થયો હોઈ વાચનાચાર્ય મંડનગણિ આથી મધ્યકાળના આરંભે કે તે પહેલાં થઈ ગયા હોવા જોઈએ એમ માનવાને વિશેષ બળ મળે છે. સાંપ્રત સંદર્ભમાં એક અન્ય વિચારવા જેવી વાત એ છે કે મધ્યકાળ પૂર્વે, સોલંકી યુગ પહેલાં પશ્ચિમ ભારતમાં શ્વેતાંબર જૈન સમાજ અલ્પસંખ્યક હતો. લાટદેશમાં ભૃગુકચ્છ અને અંકોટ્ટક, (આકોટા) આનર્તમાં સારસ્વત મંડલ એવે વદ્ધિવિષય મળીને અણહિલપાટક (પાટણ), વાટ (વાયડ), ગંભૂતા (ગાંભુ), થારાપદ્ર (થરાદ), મોઢેરક (મોઢેરા), પાટલા (પાટડી), અને આ પ્રદેશથી પૂર્વમાં આનર્તપુર કે આનંદપુર (વડનગર) સરખાં થોડાં નાનાં નાનાં જૈન કેન્દ્રો ગુજરાતમાં હતાં, જ્યારે સૌરાષ્ટ્રમાં ઉજ્જયંતગિરિ-ગિરિનગર, શત્રુંજય-પાલિત્તાનક, અને ચંદ્રપ્રભસ્વામીના પ્રભાસ સરખાં થોડાંક તીર્થધામો હતાં; અને રાજસ્થાનમાં ભિલ્લમાલશ્રીમાલ (ભિલ્લમાલ, ભિન્નમાલ ઓસિયાં), જાબાલિપુર (જાલોર), સત્યપુર (સાચોર), નાગપુર(નાગોર), ઓસિયા (ઉકેશ), ચિત્રકૂટ (ચિતોડ), તેમ જ કૂર્યપુર (કુરા) અને રાજગૃહ વા રાજગિરિ (રાજોરગઢ) સરખાં થોડાંક કેન્દ્રો હતાં. આ કાળના મળી આવતા થોડાઘણા પ્રતિમાલેખો પરથી, તેમ જ થોડી શી ગ્રંથપુષ્પિકાઓ-પટ્ટાવલિઓમાં તો કેવળ નાગેન્દ્ર, નિવૃત્તિ, વિદ્યાધર, અને ચંદ્રકુલના અસ્તિત્વના ઉલ્લેખો જોવા મળે છે; પણ મધ્યકાળમાં ખૂબ વિસ્તરેલા અનેક ગચ્છોમાંથી કોઈનોયે ઉલ્લેખ મળતો નથી. “ગચ્છ” શબ્દ પણ ભાગ્યે જ વપરાય છે : એને સ્થાને પ્રાચીન અભિધાન કુલ' (કે વિકલ્પ વંશ) હજી પ્રયોગમાં છે. સાધુસંખ્યા પણ અલ્પ જોવાય છે અને મોટા ભાગના મુનિઓ ચૈત્યવાસી પરંપરાને અનુસરે છે. આવી દશામાં નવમા શતકના ઉત્તરાર્ધમાં એક જ સમયે પૃથક પૃથફ ત્રણેક
Page #12
--------------------------------------------------------------------------
________________
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
મહાવિદ્વાન્ સંગમસૂરિઓ થયા હોય, ને બેએક સૈદ્ધાંતિક વા ન્યાયવેત્તા યક્ષદેવ મુનિ થયા હોય એવું માન્યામાં આવતું નથી. બધા જ સંયોગો લક્ષમાં લેતાં જયસિંહસૂરિના શિષ્ય યક્ષદેવના નાગપુરસ્થ વિદ્યાગુરુ સંગમસિંહ મુનિ, નાગપુર સ્થિત જયસિંહસૂરિ દ્વારા માનપૂર્વક ઉલિખિત સંગમાચાર્ય, અને વાચનાચાર્ય મંડનગણિના ગુરુ સંગમસિંહસૂરિ એકકાલિક હોવા અતિરિક્ત એક જ વ્યક્તિ હોવાની શક્યતા માટે પૂરતો અવકાશ છે. એ જ દલીલ અન્વયે ગાંભૂની પ્રતવાળા સૈદ્ધાંતિક યક્ષદેવ અને જયસિંહસૂરિશિષ્ય યક્ષદેવ પણ અભિન્ન જણાય છે. જો તેમ હોય તો સંગમસૂરિશિષ્ય મંડનગણિના શિષ્ય નિર્વાણલિકાકાર પાલિત્તસૂરિ નવમા શતકના આખરી ચરણમાં અને દશમા શતકના પ્રથમ ચરણ દરમિયાન થઈ ગયા હોવા જોઈએ. ઉપર ચર્ચેલ સમીકરણોનું કોષ્ટક આ પ્રમાણે રજૂ કરી શકાય : (વિદ્યાધર વંશીય)
(કૃષ્ણર્ષિ-શિષ્ય) જયસિંહસૂરિ (ઈ. સ. ૮૫૯)
અહિંડસરિ
—
—
વાચનાચાર્ય મંડનગણિ
સૈદ્ધાંતિક યક્ષદેવ
તૃતીય પાદલિપ્તસૂરિ
પાર્શ્વમુનિ (ઈ. સ. ૯૦૪) (નિર્વાણકલિકાકાર)
આ સમીકરણો દ્વારા તૃતીય પાલિત્તસૂરિ એવં પાર્શ્વમુનિ સમાંતર અને સમકાલિક ઠરે છે; મા ખટપતિ રાષ્ટ્રકૂટરાજ કૃષ્ણ(દ્વિતીય)નો પણ આ જ (ઈ. સ. ૮૭૪-૯૧૪) સમય છે. નિર્વાણકલિકાની રચના આથી સરાસરી તોર પર ઈ. સ. ૯૦૦ના અરસામાં થઈ હોવી ઘટે. કૃતિનાં આંતરિક પ્રમાણો–ભાષા, શૈલી, વસ્તુ અને પરિભાષા–સ્પષ્ટ રૂપે મધ્યકાળ પૂર્વેનાં છે જ, અને ઉપર પહોંચ્યા તે નિષ્કર્ષનું પૂર્ણતયા સમર્થન કરે છે.
આ નિર્ણયના પ્રકાશમાં શત્રુંજય પર સં. ૧૦૬૪ ! ઈ. સ. ૧૦૦૮માં નિર્વાણ પામેલા સંગમસિદ્ધ મુનિ નિર્વાણકલિકાકાર પાલિત્તસૂરિ તૃતીય)ના પરમ ગુરુ ન હોઈ શકે, પુંડરીક પ્રકીર્ણક કિવા સારાવલી પ્રકીર્ણક કત્વને કારણે આ પાલિત્તસૂરિ શત્રુંજય અને ઉજ્જયંતિગિરિની યાત્રાએ જરૂર ગયા હશે અને શત્રુંજય પર કદાચ એમણે પણ સંથારો કર્યો હોય. સંગમસિદ્ધ મુનિ તેમ જ આ પાલિત્તસૂરિ (તૃતીય) વિદ્યાધર કુલના અલબત્ત છે; પરંતુ “સંગમસિંહ તેમ જ “સંગમસિદ્ધ' નામાભિધાનમાં થોડુંક અંતર પણ છે. આમ આ તથ્ય પણ તેમને સાંકળવા માટે અનુકૂળ નથી; છતાં સંગમસિદ્ધ મુનિ અને સંગમસિંહ મુનિને એક માનીને ચાલીએ તો પાલિત્તસૂરિ(તૃતીય)ના પરમ ગુર સંગમસિંહનો અંદાજી શકાતો સમય (નવમા શતકનું બીજું-ત્રીજું ચરણ) અને સંગમસિદ્ધ મુનિ નિર્વાણ ઈ. સ. ૧૮૦૫) વચ્ચે ખાસ્સે
Page #13
--------------------------------------------------------------------------
________________
પાદલિપ્તસૂરિ વિરચિત “નિર્વાણકલિકા'નો સમય અને આનુષંગિક સમસ્યાઓ સવાસો વર્ષ જેટલું અંતર પડી જાય છે, જે ઉપર રજૂ કર્યા અને ચર્ચા તે સૌ પ્રમાણોની વિરુદ્ધ જાય છે. એ જોતાં આ બન્ને મુનિઓ ભિન્ન હોવા સંબંધમાં કોઈ સંશય-સ્થિતિ રહેતી નથી.
ઉપસંહાર (૧) ઈસ્વીસના બીજા શતકના અંત ભાગમાં કે ત્રીજા શતકના આરંભમાં તરંગવતીકથાના સર્જક જ્યોતિષકરંડકના રચયિતા, તેમ જ પ્રતિષ્ઠાનપતિ રાજા સાતવાહન અને મરુંડરાજના સમકાલિક પાલિત્તસૂરિ નિર્વાણકલિકાના કર્તા નથી અને એમને શત્રુંજયગિરિ કે પાલિત્તાનક સાથે સંબંધ હોવાનું પણ વાસ્તવમાં કોઈ જ પ્રમાણ નથી.
(૨) મૈત્રક યુગમાં, મોટે ભાગે તો ઈસ્વીસના સાતમા શતકના ઉત્તરાર્ધમાં, બીજા પાલિત્તસૂરિ થઈ ગયા છે. ગાહા જુહલેણ નામક વીરસ્તુતિના તેઓ રચયિતા હોય તેમ લાગે છે. એમણે નહીં પણ શિવનંદી વાચકે જ્યોતિષકરંડક પર પ્રાકૃતમાં લગભગ પાંચમા-છઠ્ઠા સૈકામાં વૃત્તિ રચેલી. પ્રભાવકચરિતકાર (મોટે ભાગે ચૂર્ણિઓના આધાર પર કે પછી મલયગિરિના એક વિશિષ્ટ સંબોધનને કારણે) “કાલજ્ઞાન” એવું નામ આપે છે તે કોઈ સ્વતંત્ર ગ્રંથ નહીં, આગળ કહી તે વૃત્તિ પણ નહીં, પણ આદિ પાદલિપ્તસૂરિકૃત જ્યોતિષકરંડક મૂલ ગ્રંથ જ સંભવે છે. કથાના બૌદ્ધ ભિક્ષુ રસસિદ્ધ નાગાર્જુન જેમને (ગિરિનગર કે ઢંકમાં) મળેલા તે આ મૈત્રકકાલિન દ્વિતીય પાદલિપ્તસૂરિ જાય છે, તરંગવતી તેમ જ જ્યોતિષકરંડકના કર્તા પ્રથમ પાલિત્તસૂરિના નામથી નહીં પણ જેમના નામ થકી પાલિત્તાનકની સ્થાપના સિદ્ધ નાગાર્જુન દ્વારા થયેલી હશે તે આ દ્વિતીય પાદલિપ્તસૂરિ હોય તેમ લાગે છે, અને તેમના સમયમાં પ્રથમ વાર શત્રુંજય પર જિન વીર, જિન ઋષભ, અને જિન શાંતિનાથનાં મંદિરો
સ્થપાયેલાં, જેનો કુવલયમાલાકહામાં “સિદ્ધાયતનો” રૂપે મોઘમ ઉલ્લેખ થયેલો છે. શત્રુંજય, ઉજ્જયંત, ઢંક અને મથુરાનાં જૈન તીર્થસ્થાનોની યાત્રાએ આ પાલિત્તસૂરિ ગયા હશે. શત્રુંજય પર સલ્લેખના દ્વારા દેહમુક્ત થનાર પણ આ પાદલિપ્તસૂરિ હોઈ શકે છે. તેમના કુલ, ગણ, શાખા કે ગુરુકમ વિશે કોઈ માહિતી હાલ પ્રાપ્ત નથી.
(૩) ઈસ્વીસનુના નવમા શતકના આખરી ચરણમાં (કે દશમાના પૂર્વાર્ધમાં) ત્રીજા પાલિત્તસૂરિ થયા છે, જેઓ નિર્વાણલિકાના કર્તા છે. એમના પોતાના જ કથન અનુસાર તેઓ વિદ્યાધર વંશના સંગમસિંહસૂરિશિષ્ય વાચનાચાર્ય મંડનગણિના શિષ્ય હતા. રાષ્ટ્રકૂટ નરેન્દ્ર કૃષ્ણ(દ્વિતીય) (ઈ. સ. ૮૭૮-૯૧૪)ને માન્યખેટકમાં જે પાલિત્તસૂરિ મળ્યાનું ચરિત્રકારોપ્રબંધકકારો કહે છે તે આ ત્રીજા પાલિત્તસૂરિ હોવા ઘટે. એમની અન્ય ઉપલબ્ધ રચના સારાવલી પ્રકીર્ણક છે. સંભવ છે કે હાલ અનુપલબ્ધ પ્રશ્નપ્રકાશ ગ્રંથના કર્તા પણ તેઓ હોય. કહાવલિમાં પાલિત્તસૂરિ શત્રુંજય-ઉજ્જયંત અને મડખડ ગયાનો અને પ્રભાવક ચરિતમાં જે
નિ, ઐ, ભા. ૧-૧૩
Page #14
--------------------------------------------------------------------------
________________
૯૮
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
મડખેડના (માન્યખેટક) કૃષ્ણરાજને મળ્યાનો એક વિશેષ જે ઉલ્લેખ મળે છે તે આ ત્રીજા પાદલિપ્તસૂરિને અનુલક્ષીને હશે. શત્રુંજય પર અનશન એમણે પણ કર્યું હોવાનો સંભવ છે.
અનુપૂર્તિ મૂળ લેખ લગભગ ૨૩ વર્ષ પૂર્વે લખાઈ ગયેલો. તે પછી આ વિષય પર પ્રકાશ વેરતું એક નવું પ્રમાણ ઉપલબ્ધ થયું છે. તે અનુસાર જીવદેવસૂરિના જિન-સ્નાત્ર-વિધિ (પ્રાયઃ ૯મી સદી) પર સમુદ્રાચાર્યની સંભવતઃ ઈ. સ. ૯૫૦માં લખાયેલી પંજિકામાં મળી આવતું એક પદ્ય નિર્વાણકલિકામાં ઉદ્ધત થયેલું છે. તે જોતાં નિર્વાણકલિકાકાર ક્રમમાં આવતા ત્રીજા પાદલિપ્તસૂરિ હોવાની પ્રતીતિ થાય છે. ઉપરાંત તેઓ મડખેડમાં જે કૃષ્ણ રાજાને મળેલા તે રાષ્ટ્રકૂટ કૃષ્ણ તૃતીય હોવાની સંભાવના બળવત્તર બની જાય છે. આથી નિર્વાણકલિકાનો રચનાકાળ પ્રાયઃ ઈ. સ. ૯૭૫ આસપાસમાં મૂકીએ તો સત્યની વધારે નજીક હશે.
ટિપ્પણો :
૧. આમાં કહેલાં વિધાનો પછીના ગ્રંથોના વિધાનોથી કેટલીયે વાર વિગતોમાં જુદાં પડે છે. ૨. આ સૂરિના કાર્ય સંબદ્ધ જૂનામાં જૂના ઉલ્લેખો બૃહકલ્યભાષ્ય આદિ ગ્રંથોમાં મળે છે. વિગતો માટે જુઓ
ભોગીલાલ જે. સાંડેસરા, જૈન આગમ સાહિત્યમાં ગુજરાત, ભો. જે. વિદ્યાભવન અમદાવાદ ૧૯૫૨, અને ત્યાં લેખકે ટાંકેલા સંદર્ભો.
૩, તરંગવતી કથા મહારાષ્ટ્ર પ્રાકૃતમાં થયેલી રચના છે અને નિર્વાણલિકા સંસ્કૃતમાં છે. ઈસ્વી ૨૦૦
આસપાસ જૈન સંસ્કૃતમાં લખતા હતા એવું કોઈ જ પ્રમાણ ઉપલબ્ધ નથી. વિશેષમાં નિ. કનાં ભાષાશૈલી, અને નિરૂપણ વસ્તુ પણ સ્પષ્ટતયા મધ્યકાલીન જે છે. ૪. જુઓ પ્રભાવક ચરિત, સિંધી ગ્રંથમાલા ક્રમાંક ૧૩, સં. જિનવિજય, મુંબઈ વિ. સં. ૧૯૯૭ (ઈસ્વી
૧૯૪૦), પૃ. ૨૯. ૫. મથુરાથી પ્રાપ્ત કુષાણકાલીન અભિલેખોમાં સૂચિત નામો, નંદીસ્થવિરાવલીમાં વાચકવંશના આચાર્યોની
યાદી, તેમ જ વાચક ઉમાસ્વાતિના સભાષ્ય-તત્ત્વાર્થાધિગમસૂત્રની પ્રશસ્તિ પરથી એવો અંદાજ નીકળી શકે છે.
5. U. P. Shah, Akota Bronzes, Bombay 1959, pp. 4, n 16, and 63 ff. ૭. બપ્પભકિની ચતુર્વિશતિકા અંતર્ગત તેમની સ્તુતિઓમાં પ્રતિભાવૈધાનિક વિગતો મળે છે. જુઓ હીરાલાલ
રસિકદાસ કાપડિયા, મુંબઈ ૧૯૨૬. ૮. સમવાયાંગસૂત્રમાં પ્રસ્તુત સ્તુતિ ૨૪મા સ્થાને છે. ૨૪ તીર્થકરી વિશે તો વિગતો મળે છે. પણ ત્યાં જિનના ૨૪ યક્ષ-પક્ષીઓ વિશે જરા પણ નિર્દેશ નથી, આ વિષય સંબંધમાં જુના મૂળ ગ્રંથો જોઈ વળતાં એવો નિર્ણય સહેજે બંધાઈ જાય છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
પાદલિપ્તસૂરિ વિરચિત ‘નિર્વાણકલિકા’નો સમય અને આનુષંગિક સમસ્યાઓ
૯. આદિ પાદલિપ્તસૂરિના સમયમાં તંત્રવાદ જ નહીં, મંત્રવાદનું પણ જૈનોમાં પ્રચલન નહોતું. દશવૈકાલિક, ઉત્તરાધ્યયન સૂત્ર અને ઋષિભાષિતાની આદિ આગમોમાં મંત્રનો સ્પષ્ટ રૂપે નિષેધ કરેલો છે જ.
૧૦. પ્રસ્તુત ગ્રંથ ૫૨ શિવનંદી વાચકની દીપિકા સરખી પ્રાકૃત વૃત્તિ મળી છે. આ વાચક શિવનંદી પાંચમા શતકના હોવા ઘટે. કદાચ કર્મ ગ્રંથોના રચયિતા કહેવાતા ‘શિવશર્મા’ અને આ ‘શિવનંદી' એક જ વ્યક્તિ હોઈ શકે.
22
૧૧. પરંતુ એ દિશામાં સંપાદકોએ ખાસ કોઈ પ્રયત્ન કર્યા નથી.
૧૨. ગ્રંથસમાપ્તિની નોંધની ગાથાઓ ક્રમાંક ૪૦૪-૪૦૫માં એ મુજબ જણાવાયું છે. જુઓ જ્યોતિષકડક, જૈન આગમ ગ્રંથમાળા, ગ્રંથાંક ૧૭ (ભાગ ૩}, સં૰ મુનિ પુણ્યવિજય, મુંબઈ ૧૯૮૯, પૃ ૧૧૧. ૧૩, જૈન સાહિત્ય ના બૃહદ્ જ્ઞતિહાસ, ભાગ ૩, પાર્શ્વનાથવિદ્યાશ્રમ ગ્રંથમાળા-૧૧ મોહનલાલ મહેતા, વારાણસી ૧૯૬૭, પૃ. ૪૨૩-૪૨૬.
૧૪. વિગત માટે જુઓ, જ્યોતિષકદંડક, “પ્રસ્તાવના,” પં. અમૃતલાલ મોહનલાલ ભોજક, પૃ ૨૦-૨૧. ૧૫. જુઓ ત્યાં “Introduction,” `Palitana and Vira Stuti,' Bombay 1926, p. 13. ૧૬. પશ્ચાત્કાલીન પ્રબંધાત્મક ચરિતાત્મકાદિ સાહિત્યમાં આ મંદિરનો ક્વચિત્ ઉલ્લેખ મળી આવે છે, પણ તે જે પાદલિપ્તસૂરિના સંદર્ભે હોઈ શકે તે તૃતીય પાદલિપ્ત નહીં તો દ્વિતીય પાદલભસૂરિ હોવાનો વિશેષ સંભવ છે.
૧૭, આ વિશેની ચર્ચા સાક્ષીપાઠો સહિત મારા હાલ પૂર્ણ થઈ રહેલા The Sacred Hills of śatrunjayaમાં અપાનાર છે.
૧૮. કહાવલ અધાવિધ અપ્રકાશિત છે, પણ તેમાં જે પાદલિપ્તસૂરિ સંબંધમાં વક્તવ્ય દીધું છે એને, અને પ્રભાવકચરિત આદિ પ્રબંધોને આધારે મેં વિધાન કર્યું છે.
૧૯. આ હકીકત પ્રભાવક ચરિતમાં નોંધાયેલી છે. જુઓ ત્યાં પૃ ૩૨.
૨૦. પાદલિપ્તસૂરિએ જે શત્રુંજયકલ્પની રચના કર્યાની વાત આવે છે. તે આ પુંડરીકપ્રકીર્ણક સંબંધી જ માનવી ઘટે. આ ગ્રંથની એક પ્રતમાં હાંસિયામાં પાદલિપ્તસૂરિકૃત હોવાની વાત નોંધાયાનું મને સ્મરણ છે.
૨૧. મૂળ કૃતિ જોતાં એ વાત તદ્દન સ્પષ્ટ બની જાય છે, તેમાં માહાત્મ્ય ગ્રંથોની શૈલી અનુસાર ત્યાં કરેલાં દાનો, તીર્થને આપેલી ભેટો, વ્રતાદિ ક્રિયાઓના ફળરૂપે જે કંઈ કહ્યું છે તે આ રચના પ્રાચીન હોવાનો અપવાદ કરે છે. જુઓ “સારાવલિ-પ્રકીર્ણક,” પ્રકીર્ણક-સૂત્રાણિ, સં૰ પં. અમૃતલાલ મોહનલાલ ભોજક, જૈન-આગમ-ગ્રંથમાલા ગ્રંથાંક ૧૭ ભાગ-૧ મુંબઈ ૧૯૮૪, પૃ. ૩૫૦-૩૦.
૨૨.શ્રી શત્રુંજય સૌરભ યાને શ્રી જિનતીર્થદર્શન, પ્રકાશક શા૰ જયંતિલાલ પ્રભુદાસભાઈ તથા શા વરજીવનદાસ રેવાલાલ, મુંબઈ વીર સંવત ૨૪૮૫ (ઈ. સ. ૧૯૫૮), ‘શત્રુંજય લઘુકલ્પ', પૃ॰ ૪
૧૧.
૨૩. Catalogue of Palm-leaf Manuscripts in the Śāntirnātha Jaina Bhandara Cambay,
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૦૦
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
Part-two, Ed. Muni Punyavijaya, G.O.S. No-149, Baroda 1966, P. 202. ૨૪. (૧) અમારચંદ્ર ના નવા પ્રસ્થ, સંપ૯િ શરથ શર્મા, અનસ્થાન ૨૧૭૬, p. ૨૮૮-૨૬૦. (૨)
શ્રી શત્રુંજય સૌરભ પૃ. ૧૧-૧૯. ૨૫. જુઓ વિવિધ તીવ૫, શિયી નૈન કથમાતા, મળ્યાંક-૧૦, સં. જિનપ્રભસૂરિ, શાંતિનિકેતન, વિ. સં.
૧૯૯૦ ? ઈસ૧૯૩૧, “શત્રુંજય તીર્થકલ્પ, પૃ. ૧-૫. ૨૬. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ-ગ્રંથ ૩ મૈત્રકકાલ અને અનુમૈત્રકકાલ, સંપાદક
રસિકલાલ છોટાલાલ પરીખ, અને હરિપ્રસાદ ગં. શાસ્ત્રી, અમદાવાદ, ઈ. સ. ૧૯૭૪, માંથી તારવણી કાઢતાં નીચેનાં નામો જોવા મળે છે, જેમ કે, ચિચાનક, સિરવાતાનક, રોહાણ, અયાનક, ઇયિકાનક, જંબુવાનક, અડાણ ક..આ ઉપરાંત કોઈ સેંધવ તામ્રશાસનમાં હરિયાનક ઉલ્લેખ હોવાનું મને
સ્મરણ છે. ૨૭, દ્વિત્તામાં છે અને પનિયા નામે नागज्जुणेण ठविओ इमस्स तित्थस्स पुज्जत्थं ।।
- ---- TRપાન પ્રતિવોઇ, ક્રિ. પ્રસ્તાવ
સોમywવાર્ય વિત: માપતિ પ્રતિવો : વિનયવસૂરિ પ્રસ્થમાના, પ્રસ્થા-૨૨, મૂલ સંપાદક - મુનિ જિનવિજય, અમદાવાદ વિ. સં. ૨૦૫૧ ઈ. સ. ૧૯૯૪, દ્વિતીય આવૃત્તિ, પૃ. ૨૦૨.
૨૮. એજન.
૨૯. પ્રબંધ-ચતુષ્ટય, સંપાદક- રમણીક મત શાહ, અમદાવાદ ઈ. સ. ૧૯૯૪, “પાદલિપ્તસૂરિ-કથાનક,”
પૃ૮-૩૧. ૩૦. લાક દમાં જોયેલી લિયંતર નકલ પરથી આમ કહેવા પ્રેરાયો છું. ૩૧. સંભવતઃ મેં આ વસ્તુ ડૉ. હરિપ્રસાદ ગ. શાસ્ત્રીના મૈત્રકકાલીન ગુજરાતમાંથી લીધી હોય, પણ હાલ એ
ગ્રંથ મને સુલભ નથી. પાલિત્તાણકના રાષ્ટ્રકૂટ તામ્રશાસનોના ઉલ્લેખ જુઓ, ગુ.રા. સાં છે. ગ્રંથ ૩, પૃઢ ૧૫૮.
૩૨. આ વિષયમાં સાધાર ચર્ચા મારા The Sacred Hills of Satrunjaya નામક ગ્રંથમાં થઈ રહી છે.
૩૩. ભાયાણી સાહેબ સાથે થયેલી રૂબરૂ વાતચીત અનુસાર, પછીથી એમણે એ વિષય પર ટૂંકી નોંધ છાપી
હોવાનું સ્મરણ છે. ૩૪, અલબત્ત, આ અંગેની છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિ શું છે એનાથી હું વાકેફ નથી.
૩૫. કુપ્ર, પ્રસ્તાવ ૨. પૃ. ૨૦૧. ૩૬. ડૉ. ગૌદાની પાસે રૂબરૂ જોયેલ તસવીરો : પછીથી એમણે એ મૂર્તિઓ ઉપર કોઈ વર્તમાનપત્રમાં લેખ
લખ્યો હોવાનું સ્મરણ છે. આજથી વીસેક વર્ષ પહેલાં અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ તરફથી મેં પણ એની તસ્વીરો લેવડાવેલી.
Page #17
--------------------------------------------------------------------------
________________
પાદલિપ્તસૂરિ વિરચિત ‘નિર્વાણકલિકા’નો સમય અને આનુષંગિક સમસ્યાઓ
૩૭. આ હકીકત યુ. એન. સાંગ(સ્પેનચાંગ)ની મુસાફરીની નોંધ વર્ણવતાં પુસ્તકમાં છે, પરંતુ એ પુસ્તક મને આ પળે પ્રાપ્ત ન હોઈ તેનો ઉલ્લેખ ટાંકી શક્યો નથી.
૩૮. પ્રાચીન નાગાર્જુન માટે “રસસિદ્ધ” કે “માંત્રિક” જેવા શબ્દો બૌદ્ધ સાહિત્યમાં જોવામાં આવતા નથી. ૩૯. વનયમાંના પ્રધમયાન, સિથી જૈનગ્રંથમાલા, ગ્રંથાંક ૪૫, સંપા. જિનવિજયમુનિ, મુંબઈ વિ સં ૨૦૧૫ | ઈ. સ. ૧૯૫૯, પૃ. ૮૦, પંક્તિ ૧૨-૨૧,
૪૦. અલબત્ત આ વિધાન મધ્યકાલીન સ્રોતોના આધારે મેં કરેલું છે.
૪૧. જુઓ. મ ચ, પૃ. ૩૮, ગ્લો, ૨૯૯-૩૦૧.
૧૦૧
कृतज्ञेन ततस्तेन विमलादेरुपत्यकाम् । गत्वा समृद्धिभाक् चक्रे पादलिप्ताभिधं पुरम् || अधित्यकायां श्रीवीरप्रतिमाधिष्ठितं पुरा। चैत्यं विधापयामास सिद्धः साहसौश्वरः ॥ गुरुमूर्ति च तत्रैवास्थापयत् तत्र च प्रभुम् प्रत्यष्ठापयदाहूयार्हट्विम्बान्यपराण्यपि ।
૪૨. Urrakant Premanand Shah, "Machynkāline Gujarātī Kalā-nāh Ketalanka $ilpo" [GUJ), Sri Jaina-Satyaprakāśa, year 17, No-1, Ahmedabad, 15.10.51, p. 22, The Original article had appeared in Hindi in the Jiānodaya, Kafi, year 3, No-3. ૪૩. એજન.
૪૪.એન.
૪૫. જુઓ, M. A. Dhaky, "Architecrural data in the Nirvānkalikä of Padaliptashri,' Sambodhi, Vol. 3, No-1, 1974, p. 11 to 14.
૪૬. “સંગમસૂરિ કૃત ચૈત્ય પરિપાર્ટી" નિગ્રંથ ૩માં પ્રકાશિત થઈ રહી છે.
૪૭. એજન
૪૮, અનેાંતનથપતાના, દ્વિતીય ભાગ, સં૰ એચ. આર. કાપડિયા, GOS. Vol. CV, બરોડા ૧૯૪૭, પૃ ૨૪૧.
૪૯. આ નાગપુર તે રાજસ્થાનમાં આવેલ વર્તમાન નાગોર શહેર છે.
૫૦, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મોહનલાલ દલીચંદ દેશાઈ, મુંબઈ ૧૯૩૩, પૃ. ૨૮૨.
૫૧. થર્મોપદેશમાના વિવળ, સિધી જૈનગ્રંથમાલા, ગ્રંથાંક ૨૮ સં. પં. લાલચંદ્ર ભગવાન દાસ ગાંધી, મુંબઈ વિ. સં. ૨૦૦૫ ઈ. સ. ૧૯૪૯ પૃ- ૨૩૦.
૫૨. આ સિવાય ઢાંકમાં ઈ સના ૬ઠ્ઠા-૭મા સૈકામાં મૂકી શકાય એવી બહુ સાધારણ ગુફાઓ છે. અને વલભીમાં પણ એ જ કાળમાં જિનમંદિર હતું. પણ એથી વિશેષ કોઈ સ્થાનો વિશે હજુ સુધી સાહિત્યિક કે પુરાતત્ત્વનાં પ્રમાજ઼ો મળી આવ્યાં નથી.
Page #18
--------------------------------------------------------------------------
________________ 102 * નિર્ચની ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ૫૩.લા. દ. વિદ્યામંદિરની એક પ્રત પર હાંસિયામાં મેં શ્રી “પાદલિપ્તસૂરિ વિરચિત,” એવી જૂની નોંધ જોયેલી. 54. પ્ર. ચ. પૃ. 32, શ્લો. 114. 55. અનુસંધાન - 4, અમદાવાદ 1955, ‘ટૂંક નોંધ-“વાચક ઉમાસ્વાતિજીના પઘ વિશે,” પૃ 16-17 તથા અનુસંધાન - 5, અમદાવાદ 1955, “ઉમાસ્વાતિ-આર્ય સમુદ્રનાં નવપ્રાપ્ત પદ્યો વિશે.” મધુસૂદન ઢાંકી, પૃ. 55-57, બન્ને અંકોના સંપાદક : મુનિ શીલચંદ્રવિજય, હરિવલ્લભ ભાયાણી. 56. તૃતીય કષ્ણનો સમય પ્રાય : ઈ. સ. ૯૪૦-૯૬૧નો છે. આથી સાવચેતી ખાતર નિર્વાણલિકાનો સમય ઈ. સ. ૯૭૫નો સૂચિત કર્યો છે. જો કે એનાથી બેએક દશકા વહેલો પણ હોઈ શકે.