SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પાદલિપ્તસરિ વિરચિત “નિર્વાણકલિકા'નો સમય અને આનુષંગિક સમસ્યાઓ ૮૯ શત્રુંજયગિરિ પર હોવાના ક્યાંયથીયે નિર્દેશ મળતા નથી. વિશેષમાં પ્રસ્તુત ગાથાયુગલમાં શત્રુંજયનો ઉલ્લેખ પણ નથી. જ્ઞાતાધર્મકથાંગ અને અંતકૃતદશાંગ (બન્ને વલભી પ્રથમ વાચનાના સમયના, એટલે કે ઈસ્વીસન્ની ચોથી સદીના મધ્યભાગના) આગમોમાં તો શત્રુંજય કિંવા પુંડરીકપર્વત પાંડવોની અને અરિષ્ટનેમિના કેટલાક શિષ્યોની નિર્વાણભૂમિ હોવાની કથાઓ છે. અને ઉપલબ્ધ નિયુક્તિઓ, ભાષ્યો, કે ચૂર્ણિઓમાં શત્રુંજય તીર્થની સંજ્ઞા દીધી નથી, કે નથી ત્યાં કોઈ જિનાલયના અસ્તિત્વની નોંધ. નિર્વાણકલિકાથી તો ઉપર ઉદૈકિત સ્તુતિ પ્રાચીન હોવાનો ભાસ અલબત્ત થાય છે. સંભવતયા પાદલિપ્તસૂરિ દ્વિતીયની આ રચના હોવી જોઈએ; મોટે ભાગે મૈત્રકકાળના ઉત્તરાર્ધની હોવાનો સંભવ છે. ૪) ભદ્રેશ્વરસૂરિની કહાવલિ પ્રાયઃ ઈસ્વી ૯૭૫-૧૦૦૦)માં, તેમ જ પછીના પ્રબંધોમાં કથિત શત્રુંજય, ઉર્જાન્ત-ગિરિનગર, ઢંક(ઢાંક), અને મથુરાની યાત્રી કરનારા, અને મણખેડ(પુરાણા મા ખેટક, હાલના મડખેડ)માં “કૃષ્ણ-ભૂભુત”ની મુલાકાત લેનાર પાદલિપ્તસૂરિ કોણ? પ્રતિષ્ઠાન-નગરમાં સાતવાહન રાજાને (બીજી સદીમાં) મળનાર અને જેમની કેટલીક પ્રાકૃત ગાથાઓ સાતવાહન રાજા “હાલ”ના ગાથાસપ્તશતીમાં સંગૃહીત થઈ છે તે (તરંગવતીકાર) પાલિત્તસૂરિ તો ન જ હોઈ શકે. માન્યખેટ રાજધાની રૂપે રાષ્ટ્રકૂટ સમ્રાટ નૃપતુંગ અમોઘવર્ષ પ્રથમનાં આરંભિક વર્ષોમાં (આઈ. સ. ૮૧૪-૮૨૦) કે તેથી થોડું પૂર્વમાં બની; અને આ કારણસર પ્રબંધકથિત કૃષ્ણરાજ તે રાષ્ટ્રકૂટ કૃષ્ણ દ્વિતીય (ઈ. સ. ૮૭૮-૯૧૪) અથવા તો કૃષ્ણ તૃતીય (ઈ. સ. ૯૩૯-૯૬૭) એમ એ બેમાંથી એક હોઈ શકે. આથી સાતમી શતાબ્દીમાં થઈ ગયા હશે તે દ્વિતીય પાલિત્તસૂરિ પણ આ પાલિત્તસૂરિ ન હોઈ શકે. આ તૃતીય પાકિસૂરિ તે નિર્વાણકલિકાના રચયિતા પાદલિપ્તસૂરિ હોવાનો સંભવ છે. (મથુરા, શત્રુંજય, ગિરનાર, અને ઢાંકની યાત્રાએ જનાર પાલિત્તસૂરિ વિશે આગળ વિચારીશું.) ૫) આગમિક પ્રકીર્ણકોમાં ગણાતા પુંડરીકપ્રકીર્ણક અપરનામ સારાવલિપ્રકીર્ણકના રચયિતા પણ કોઈ પાદલિપ્ત સૂરિ હોવાનું પરોક્ષ પ્રમાણ છે. પ્રસ્તુત કલ્પની વસ્તુ તથા વિગત તેમજ તેના આત્યંતિક પૌરાણિક, તીર્થમાહાસ્ય પૌરાણિક, તીર્થમાહાભ્ય તરબોળ રંગઢંગ જોતાં તેના કર્તા પાદલિપ્ત તે તૃતીય પાલિત્તસૂરિથી અભિન્ન હોવા ઘટે. વજસ્વામી (દ્વિતીય) કૃત શત્રુંજયલઘુકલ્પ (પ્રાયઃ ઈ. સ. ૧૦૩૨-૩૩), જિણાયશનું પુંડરીકગિરિસ્તવન (આઇ ઈ. સ. ૧૧મી શતાબ્દી, હેમચંદ્રસૂરિનું શત્રુંજયાષ્ટક (આત ઈ. સ. ૧૧૨૭ વા ૧૧૫૫) તેમ જ તપાગચ્છીય ધર્મકીર્તિ ગણિનો બૃહદ્શત્રુંજયકલ્પ (આ૦ ઈ. સ. ૧૨૬૪)૨૪ પણ પાલિત્તસૂરિની ઉપર્યુક્ત પ્રકીર્ણક કૃતિના ઋણી છે. અને જિનપ્રભસૂરિનો કલ્પપ્રદીપ અંતર્ગતનો વિખ્યાત “શત્રુંજયકલ્પ” (સં. ૧૩૮૫ ! ઈ. સ. ૧૩૨૯)૨૫ ઉપર્યુક્ત સૌ રચનાઓના આધારે નિ, ઐ, ભા. ૧-૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249358
Book TitlePadliptsurikrut Nirvankalikano Samay ane Samasyao
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages18
LanguageGujarati
ClassificationArticle & History
File Size615 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy