Book Title: Padliptsurikrut Nirvankalikano Samay ane Samasyao
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 11
________________ પાદલિપ્તસૂરિ વિરચિત “નિર્વાણકલિકા'નો સમય અને આનુષંગિક સમસ્યાઓ જણાય છે. જ્ઞાનવૃદ્ધ સંગમસિંહસૂરિને પોતાના પણ શિષ્યો હશે અને તેમને પણ વિદ્યાસમ્પન્ન બનાવ્યા હશે. એમાંથી કોઈ મુનિ તેમની જેમ પ્રખર બુદ્ધિમાન, શાસ્ત્રપ્રજ્ઞ પણ નીવડ્યા હશે. નિર્વાણકલિકાકાર પાલિત્તસૂરિએ સ્વગુરુ સંગમસિંહસૂરિશિષ્ય મંડનગણિને “વાચનાચાર્ય સરખા અતિ માનવાચક બિરુદથી સંબોધ્યા છે એ વાત અહીં વિચારવા યોગ્ય બની જાય છે. મંડનગણિનો મધ્યકાલીન જૈન શ્વેતાંબર સાહિત્યમાં તો પત્તો લાગતો નથી. સંભવતયા આ આચાર્ય મધ્યયુગ પહેલાના હોવા જોઈએ. સોલંકી-ચાહમાન યુગમાં વિદ્વત્તાના પુંજ સમા આચાર્યો બૃહદ્ગચ્છ, રાજગચ્છ, હર્ષપુરીયગચ્છ, પૂર્ણતલ્લગચ્છ, ખરતરગચ્છાદિમાં થઈ ગયા છે; પણ તેમાંથી કોઈ પણ “વાચનાચાર્ય” કહેવાતું હોય તેવાં પ્રમાણ ભાગ્યે જ ઉપલબ્ધ છે. આગળ જોઈ ગયા તેમ શ્રતમહોદધિ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ સરખી મહાન્ વિભૂતિને શિષ્યોને આગમોની વાચના દેવાના અધિકારનું આ સમ્માન-સૂચક અભિધાન અપાયું છે; અને એ માનાઈ ઉપાધિ મધ્યકાળના આરંભ સુધી, કદાચ દશમા શતક સુધી, પ્રયોગમાં હશે તેમ જણાય છે; જો કે તે પછી તેનો ભાગ્યે જ ઉલ્લેખ થયો હોઈ વાચનાચાર્ય મંડનગણિ આથી મધ્યકાળના આરંભે કે તે પહેલાં થઈ ગયા હોવા જોઈએ એમ માનવાને વિશેષ બળ મળે છે. સાંપ્રત સંદર્ભમાં એક અન્ય વિચારવા જેવી વાત એ છે કે મધ્યકાળ પૂર્વે, સોલંકી યુગ પહેલાં પશ્ચિમ ભારતમાં શ્વેતાંબર જૈન સમાજ અલ્પસંખ્યક હતો. લાટદેશમાં ભૃગુકચ્છ અને અંકોટ્ટક, (આકોટા) આનર્તમાં સારસ્વત મંડલ એવે વદ્ધિવિષય મળીને અણહિલપાટક (પાટણ), વાટ (વાયડ), ગંભૂતા (ગાંભુ), થારાપદ્ર (થરાદ), મોઢેરક (મોઢેરા), પાટલા (પાટડી), અને આ પ્રદેશથી પૂર્વમાં આનર્તપુર કે આનંદપુર (વડનગર) સરખાં થોડાં નાનાં નાનાં જૈન કેન્દ્રો ગુજરાતમાં હતાં, જ્યારે સૌરાષ્ટ્રમાં ઉજ્જયંતગિરિ-ગિરિનગર, શત્રુંજય-પાલિત્તાનક, અને ચંદ્રપ્રભસ્વામીના પ્રભાસ સરખાં થોડાંક તીર્થધામો હતાં; અને રાજસ્થાનમાં ભિલ્લમાલશ્રીમાલ (ભિલ્લમાલ, ભિન્નમાલ ઓસિયાં), જાબાલિપુર (જાલોર), સત્યપુર (સાચોર), નાગપુર(નાગોર), ઓસિયા (ઉકેશ), ચિત્રકૂટ (ચિતોડ), તેમ જ કૂર્યપુર (કુરા) અને રાજગૃહ વા રાજગિરિ (રાજોરગઢ) સરખાં થોડાંક કેન્દ્રો હતાં. આ કાળના મળી આવતા થોડાઘણા પ્રતિમાલેખો પરથી, તેમ જ થોડી શી ગ્રંથપુષ્પિકાઓ-પટ્ટાવલિઓમાં તો કેવળ નાગેન્દ્ર, નિવૃત્તિ, વિદ્યાધર, અને ચંદ્રકુલના અસ્તિત્વના ઉલ્લેખો જોવા મળે છે; પણ મધ્યકાળમાં ખૂબ વિસ્તરેલા અનેક ગચ્છોમાંથી કોઈનોયે ઉલ્લેખ મળતો નથી. “ગચ્છ” શબ્દ પણ ભાગ્યે જ વપરાય છે : એને સ્થાને પ્રાચીન અભિધાન કુલ' (કે વિકલ્પ વંશ) હજી પ્રયોગમાં છે. સાધુસંખ્યા પણ અલ્પ જોવાય છે અને મોટા ભાગના મુનિઓ ચૈત્યવાસી પરંપરાને અનુસરે છે. આવી દશામાં નવમા શતકના ઉત્તરાર્ધમાં એક જ સમયે પૃથક પૃથફ ત્રણેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18