Book Title: Padliptsurikrut Nirvankalikano Samay ane Samasyao
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 8
________________ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ કહે છે, જે ઋષભદેવ અને શાંતિનાથનાં હોવાં જોઈએ. ગિરિસ્થિત આ મંદિરોની યાત્રાએ જનાર યાત્રીઓના વિશ્રામ અને ભોજનાદિ વ્યવસ્થા માટે નીચે તળેટી સમીપ ગામનો આશરો વ્યાવહારિક આવશ્યકતાની સીમામાં હોઈ વિશ્વાસનીય છે. આથી પાલિતાણા પણ ઈ. સ. ૭૭૯થી પહેલાં વસી ગયું હશે જ. આમ સમગ્ર રીતે જોતાં કહાવલિમાં જે પાલિત્તસૂરિ ઢાંક, ગિરિનગર અને શેત્રુજાની જાત્રાએ ગયાની વાત આવે છે તે આ સિદ્ધ નાગાર્જુનના સમકાલિક દ્વિતીય પાદલિપ્તસૂરિને અનુલક્ષીને હોઈ શકે છે. (પ્રસ્તુત સૌરાષ્ટ્રવાસી નાગાર્જુન સંબંધમાં જૈન દંતકથાઓ સિવાય વિશેષ હકીકત અદ્યાવધિ કોઈ સ્રોતમાંથી પ્રાપ્ત નથી. ગુજરાત-સ્થિત બૌદ્ધોનું સાહિત્ય લાંબા કાળથી વિનષ્ટ થયું છે. પણ પાછળ કહ્યું તેમ ઢાંકમાંથી ૭મી સદીની. બૌદ્ધ પ્રતિમાદિ અવશેષો ઢાંકમાંથી ડૉ. હરિલાલ ગૌદાનીને મળી આવ્યા હતા. એટલે ત્યાં મહાયાનિક કોઈક સંપ્રદાયનું બેસણું હતું એટલું ચોક્કસ. ઉપરના બન્ને પાદલિપ્તાચાર્યોથી ભિન્ન એવા નિર્વાણકલિકાકારનો, એટલે કે તૃતીય પાલિત્તસૂરિનો, સમય એક કોયડો છે. નિર્વાણકલિકાનો સમય-વિનિશ્ચય થઈ શકે તો ઉપર પહોંચ્યા તે નિષ્કર્ષો પણ વિશેષ સ્થિર બની શકે. કલૈતિહાસકાર વિદ્વર્ય ડૉ. ઉમાકાંત શાહનું કથન છે કે શત્રુંજય પરની સં. ૧૦૬૪ો ઈ. સ. ૧૦૦૮ની પ્રતિષ્ઠામિતિવાળા પુંડરીકસ્વામીના આસન લેખમાં કહેલ વિદ્યાધર કુલના સંગમસિદ્ધ મુનિ (જેના નિર્વાણ નિમિત્તે પ્રસ્તુત પ્રતિમાનું નિર્માણ થયેલું તે) અને નિર્વાણકલિકાકારના પરમ ગુરુ, વિદ્યાધર વંશના સંગમસિંહસૂરિ અભિન્ન હોઈ શકે. આથી નિર્વાણકલિકાની રચના ૧૧મી શતાબ્દીમાં થઈ હોવી ઘટે, નિર્વાણકલિકામાં ઉલ્લિખિત વાસ્તુ-પરિભાષાદિના અવલોકન સમયે મેં તેનો અગાઉ રચનાકાળ ૧૧મી શતાબ્દીનો સૂચવેલો. પરંતુ કૃતિની ભાષા ધારાવાહી, વિશદ, અને પ્રાણવાન છે; અને શૈલી તેમ જ વાકયરચનાના ઢંગ અને ઢાંચા એકંદરે મધ્યયુગના ઉપલબ્ધ જૈન દૃષ્ટાંતોથી પુરાતન જણાય છે. જો કે તેમાં પંચાશકનો પ્રભાવ હોઈ હરિભદ્રસૂરિ બાદની રચના છે. તેમાં અપાયેલ યક્ષલક્ષાદિનાં વર્ણનોમાં અષ્ટભુજ ચક્રેશ્વરી આદિ દિગંબર પરંપરામાં એલાપુર(ઈલોરા)ની છોટા કૈલાસ નામક એકશેલ મંદિર(નવમું શતકોથી મળવા લાગે છે. (એકંદરે ગ્રંથની તત્સંબદ્ધ કેટલીક વિગતો અને પ્રતિમવિધિનો પ્રાફમધ્યકાલીન શ્વેતાંબર તેમ જ પ્રારંભિક મધ્યકાલીન દિગંબર પરંપરાની સમીપ જાય છે.) આથી આ અનુલો વિશેષ પરીક્ષણ કરી, નિર્વાણકલિકાનો સમય દઢ અને સાંકડી સીમામાં આવી શકે તો તે વિશે અહીં યત્ન કરી જોવા વિચાર્યું છે. આ સમસ્યાના ઉકેલમાં “સંગમસિહસૂરિનું નામ ચાવી રૂપે છે. ઉપલબ્ધ શ્વેતાંબર જૈન સાહિત્યમાંથી આ નામ ધરાવતા મુનિના યથાર્થ સમય વિશે જો કંઈક પ્રકાશ લાધે તો તેનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18