________________
પૂછવાથી પણ જણાશે કે તેઓ પણ આ ત્રણ અક્ષરે સિવાયના અક્ષરનું સહેલાઈથી ઉચ્ચારણ કરી શક્તા નથી. આ પ્રમાણે દુનિયાની જેટલી ભાષાઓ છે એ બધીમાં ફક્ત આ ત્રણ અક્ષર જ સરળ માલમ પડશે જેનું સર્વ લેકે સહેલાઈથી ઉચ્ચારણ કરી શકે.
અંગ્રેજીમાં પ્રભુને ગેડ (God) કહે છે, પરંતુ અરબ–નિવાસી ગેડ શબ્દનું ઉચ્ચારણ નહિ કરી શકે કેમકે અરબીમાં “જ” અને “” ને સર્વથા અભાવ છે. એનાથી વિપરીત અંગ્રેજો યા ફેન્ચ લેકે “ખુદા'નું ઉચ્ચારણ નહિ કરી શકે ! હિન્દુ સમાજમાં ઇશ્વરને માટે વપરાત “રામ” શબ્દ પણ બધા નહિ બોલી શકે. આ પરથી પ્રતીત થાય છે કે માનવસમાજ બ્રહ્મના અર્થમાં “શોરૂ' શબ્દ જ સરળતાપૂર્વક બોલી શકે.
ગીતામાં ગીરાજ ભગવાન શ્રી કૃષ્ણ આકારના મહિમા સંબંધમાં કેટલું સુંદર લખ્યું છે? यदक्षरं वेद वदन्ति, विशन्ति यद्यतयो वीतरागाः। यदिच्छन्तो ब्रह्मचर्य चरन्ति तत्ते पद संग्रहेण प्रवक्ष्ये ॥
અર્થાતઃ જે અક્ષરને વેદ કહે છે, જેમાં વીતરાગ યતિ સદેહે પ્રવેશ કરે છે, જેની ઇચ્છા કરી બ્રહ્મચર્યનું પાલન કરે છે, હે અર્જુન ! તે પદને હું તારા માટે સંક્ષેપમાં કહું છું. કેમકે
ओमित्येकाक्षर ब्रह्म व्याहरन् मामनुस्मरन् । यः प्रयाति त्यअन्देह सया परमां गतिम् ॥ જરૂ' એ એકાક્ષર બ્રહ્મનું અવસાન સમયે પરમાત્માનું સ્મરણ કરી જે મનુષ્ય ઉચ્ચારણ કરે છે તે પરમગતિને પ્રાપ્ત થાય છે.
આ પ્રમાણે અનેકાનેક આર્ય પ્રત્યેના વાક્ય ઉદાહરણ રૂપે લખી શકાય છે, જેમાં કારનું મહત્વ તથા “મોમ' અક્ષર બ્રહ્મના ધ્યાનને નિર્દોષ મળે છે. પ્રશ્નોપનિષદુના પાંચમા પ્રશ્નનું અધ્યયન વિચારપૂર્વક કરવું જોઈએ. [ 9 ].
श्री धार्य सेवा संघर्नु प्रकाश
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com