Book Title: Niti Dharm ane Samaj Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ ૪૨ ] દર્શન અને ચિંતન છે, પહેરવેશ અને ખાનપાન બદલીને કે બદલ્યા સિવાય ઉદારતા કેળવીને જુદા પ્રકારના પહેરવેશ અને ખાનપાનવાળા મનુષ્ય સાથે સહેલાઈથી વસી. અને જિંદગી ગાળી શકે છે. બીજનું સારું હોય તે લેવામાં અને પોતાનું સારું બીજાને આપવામાં માત્ર મનુષ્ય જ ગૌરવ અનુભવે છે. ભિન્ન દેશ, ભિન્ન રંગ, અને ભિન્ન સંસ્કારવાળી માનવપ્રજા સાથે માત્ર મનુષ્ય જ એકતા સાધી અને વિકસાવી શકે છે. આ શક્તિને લીધે જ મનુષ્યનો વર્ગ સમાજ નામને પાત્ર થાય છે. મનુષ્ય જ્યાં હશે ત્યાં કોઈ ને કોઈ સમાજને અંશ થઈને રહેવાને. તે જે સમાજનો અંશ થઈને રહેતે હશે તે સમાજ ઉપર તેના સારાનરસા સંસ્કારેની અસર થવાની. એક મનુષ્ય બીડી પીતું હશે તે તે પિતાની આજુબાજુના લોકોમાં બીડીની તલપ જગાડી એ વ્યસનનું વાતાવરણ ઊભું કરશે. અફીણ પીનાર ચીને પિતાના સમાજમાં તે જ રુચિ કેળવશે. એક માણસ ખરે કેળવાયેલ હશે તો તે પોતાના સમાજમાં કેળવણીનું વાતાવરણું. જાણે કે અજાણે ઊભું કરશે જ. એ જ રીતે આખા સમાજમાં કે સમાજના મોટા ભાગમાં જે રીતભાત અને સંસ્કારે રૂઢ થયાં હશે (પછી તે ઇષ્ટ હોય કે અનિષ્ટ) તે રીતભાત અને સંસ્કારેથી તે સમાજના ધટક માણસને મુક્ત. રહેવું એ અશક્ય નહિ તે શક્ય જેવું થઈ પડશે. તાર કે ટિકિટ ઓફિસમાં કામ કરનારા અગર સ્ટેશનના કર્મચારીઓ વચ્ચે એકાદ જણ એવો જઈને. રહે કે જે લાંચને ધિક્કારતા હોય, એટલું જ નહિ પણ ગમે તેટલી લાંચની લાલચ છતાં તેનો ભોગ બનવા ઈચ્છતો ન હોય, તે તેવા સાચુલા માણસને બાકીના લાંચિયા વર્ગ તરફથી ભારે ત્રાસ પડવાનો; કારણ કે, તે લાંચ ન લે એટલે સ્વાભાવિક રીતે જ બીજા લાંચિયાઓનો વિરેધ કરે અને તેમ થતાં બીજે આખા વર્ગ એક સંપ થઈ કાં તો તેને લાંચ લેતે કરે અને કાં તો તેને હેરાન કરવામાં ભણું ન રાખે. જે પેલો ભલે આદમી અસાધારણ હિમ્મત અને બુદ્ધિવાળો ન હોય તો તે બીજું કાંઈ નહિ તે છેવટે બીજાઓ લાંચ લે ત્યારે માત્ર તટસ્થ રહી આંખમિચામણાં કરે અને તે જ રીતે તેવા વર્ગમાં નભી શકે. એ જ ન્યાયે આપણા દેશી આઈ. સી. એસ.ને પણ પરદેશીઓ. સાથે ઘણી વાર ઘાણું અનિષ્ટ સહન કરવું પડે છે. આમ છતાં આવાં અનિષ્ટોથી સમાજને બચાવવા સમાજના આગેવાનો કે રાજ્યકર્તાઓ કાયદાકાનૂનો ઘડે છે અગર નીતિનિયમ બાંધે છે. એક વખતે મેટી ઉમર સુધી. કન્યાઓને કુમારી રાખવામાં અમુક અનિષ્ટ જણાવાથી સ્મૃતિશાસ્ત્રમાં નિયમ દાખલ થયે કે આઠ અગર નવ વર્ષની કન્યા ગૌરી હોય તે જ ઉમરે પરણાવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8