Book Title: Niti Dharm ane Samaj
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 7
________________ નીતિ, ધર્મ અને સમાજ [ ૪૭ પોતાના કાર્યને સમાજકલ્યાણકારી સાબિત કરવા એવી દલીલ કરી શકે કે બાહ્ય સ્નાનના મહામાં તણાતા લેકેને તે રસ્તેથી પાછા વાળી અંતરશુદ્ધિ તરફ લઈ જવા માટે સ્નાન ઉપર નિયંત્રણ મૂકવું એ જ હિતાવહ છે. એક પંથ કંઠી બંધાવીને અને બીજો તેને તેડાવીને સમાજકલ્યાણ કર્યાનો દાવો કરી શકે. આ રીતે દરેક પંથનાં બાહ્ય રૂપ જે ઘણી વાર એકબીજાથી તદ્દન વિધી હોય છે તેના ઉપરથી આપણે નક્કી ન કરી શકીએ કે અમુક પંથ ખરે ધાર્મિક છે અને અમુક પથે જ સમાજમાં વધારે શુદ્ધિ આણું છે. ત્યારે શું એવું કેઈ ઘેરણ છે કે જે સર્વમાન્ય હોય અને જેના દ્વારા નિર્વિવાદપણે આપણે કહી શકીએ કે જે અમુક વસ્તુ હોય તે બાહ્ય રૂપ ગમે તે હોવા છતાં પણ તેનાથી સમાજનું ઐકાંતિક કલ્યાણ જ થવાનું? અને તે વસ્તુ જે પંથમાં, જે જાતિમાં, કે જે વ્યક્તિમાં જેટલા પ્રમાણમાં વધારે હોય તે જ પંથ, તે જ જાતિ, કે તે જ વ્યક્તિએ સમાજની શદ્ધિમાં અગર સમાજના વિકાસમાં વધારે ફાળો આપે છે એમ કહી શકાય ? અલબત્ત, એવી વસ્તુ છે, અને તે ઉપરની ચર્ચા દ્વારા સ્પષ્ટ થઈ ગઈ છે. તે વસ્તુ એટલે નિર્ભયપણું, નિર્લેપ પણું અને વિવેક, વ્યકિતના કે પંથના જીવનમાં એ વસ્તુ છે કે નહિ તે બહુ સહેલાઈથી જાણી શકાય. જેવું માનવું તેવું જ બલવું અને બોલવું તેથી ઊલટું ન ચાલવું અગર જેવું ચાલવું તેવું જ કહી દેવું; આ તા હોય તે નિર્ભયપણું. આવું નિર્ભયપણું ધારણ કરનાર કોઈ ને કર શેડથી ડરી ખરી બીના નહિ છુપાવે અને ગમે તેવું જોખમ ખેડવા તૈયાર રહેશે. કોઈ ભક્ત ગૃહસ્થ મેટ૫માં ખામી આવવાના ભયથી ધર્મગુરુ પાસે અગર બીજે ક્યાંય દોષ ઢાંકવા કે મોટા દેખાવા માટે બોટો ડળ ન કરતાં સાચી બીના કહેવા તૈયાર રહેશે. કોઈ ધર્મગુરુ, જે તે નિર્ભય હશે તે, પોતાનું જીવન તદ્દન સાદું ગાળશે. નિલભ પંથ ઉપર કીમતી કપડાં કે ઘરેણને તો ભાર નહિ હોય. જે કોઈ પંથમાં નિર્લેપપણું હશે તે તે પોતાની બધી જ શક્તિએ એકાગ્ર કરી બીજાઓની સેવા લેવામાં સંતુષ્ટ નહિ થાય. જે વિવેક હશે તે તે વ્યક્તિ કે તે પથને કોઈની સાથે કલેશમાં ઊતરવાનું કારણ જ નહિ હોય. તે પોતાની શક્તિ અને સંપત્તિને સદુપયોગ કરીને જ બીજાઓનાં હૃદય જીતશે. વિવેક હોય ત્યાં કલેશ ન જ હોય અને જ્યાં કલેશ હોય ત્યાં સમજવું કે વિવેક નથી જ. આ રીતે આપણે કોઈ વ્યક્તિ કે કોઈ પંથમાં ધર્મ છે કે નહિ એ જાણવું હોય તે સહેલાઈથી જાણી શકીએ અને ઉપરની કસેટીથી કરી આપણે નક્કી કરી શકીએ કે અમુક વ્યક્તિ અગર અમુક પંથ સમાજનું કલ્યાણ કરનાર છે અને અમુક નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8