Book Title: Niti Dharm ane Samaj
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249159/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ધર્મ અને સમાજ [૮] કીડી તરફ બારીકીથી ધ્યાન આપીશું તે જણાશે કે તે એકલી રહી શકતી નથી. તે કોઈને સહચાર ધે છે. તેને કેડાનો તે શું પણ પિતાથી જુદી જાતની કીડીને પણ સહચાર નથી ફાવતે. તે પિતાની જ જાતના સહચારમાં વ્યસ્ત રહે છે. આવા સુદ પ્રાણીઓથી આગળ વધી પંખી તરફ નજર કરીએ. કૂકડાથી વિખૂટી પડેલી કૂકડી મોર સાથે રહેશે તે પણ તે સંતુષ્ટ રહી નહિ શકે. તેને પણ પિતાની જ જાતિનું સાહચર્ય જોઈએ. એક વાંદરા અને એક હરણું એ બન્ને પિતાપિતાની જાતિમાં જેટલાં પ્રસન્ન રહી શકે અને જીવન લંબાવી શકે તેટલાં વિજતિમાં ગમે તેટલી સુખસગવડ છતાં પ્રસન્ન નહિ રહી શકે. માણસજાતે પોતાને બનાવેલ, વફાદાર સેવક, અને સહચારી શ્વાન પણ જો બીજા શ્વાન વિનાને હશે તે તે અસંતુષ્ટ હશે અને તેથી જ એ પાળેલું ધાન પણ, બીજા શ્વાનની અદેખાઈ કરવા છતાં, પાછો બીજા શ્વાનને જોઈ શરૂઆતમાં લડીને પણ, છેવટે તેની સાથે એકરસ થઈ જશે અને ગેલ કરશે. પ્રાણી, પક્ષી અને પશજાતિનો આ નિયમ આપણે મનુષ્યમાં પણ જોઈએ છીએ. મનુષ્ય, પંખી કે પશુ પાળીને જંગલમાં એકલા રહેવાનો ગમે તેટલે અભ્યાસ કરે પણ છેવટે તેની પ્રકૃતિ મનુષ્યજાતિનું જ સાહચર્ય શોધે છે. સમાન રહેણુકરણી, સમાન , સમાન ભાવા, અને શરીરની સમાન રચનાને કારણે સજાતીય સાહચર્ય શોધવાની વૃત્તિ જીવમાત્રમાં આપણે જોઈએ છીએ. તેમ છતાં મનુષ્ય સિવાયના કોઈ પણ જીવવને કે દેહધારીવર્ગને આપણે સમાજ નથી કહેતા. એ વર્ગ ભલે સમુદાયક ગણ કહેવાય, પણ સમાજની પાત્રતા તે મનુષ્યજાતિમાં જ છે; અને તેનું કારણ તે એ છે કે મનુષ્યમાં એટલી બુદ્ધિશક્તિ અને વિવેકશકિતનું જ બીજ છે કે તે પિતાની રહેણીકરણ, પહેરવેશ, ભાષા, ખાનપાન, અને બીજા સંસ્કારે બદલી શકે છે, કેળવી શકે છે. માણસ ચાહે ત્યારે પ્રયત્નથી પિતાની જન્મભાષા ઉપરાંત બીજી ભાષાઓ શીખી લે છે, અને તે ભાષા બોલનાર સાથે સહેલાઈથી હળી-મળી જાય Page #2 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ] દર્શન અને ચિંતન છે, પહેરવેશ અને ખાનપાન બદલીને કે બદલ્યા સિવાય ઉદારતા કેળવીને જુદા પ્રકારના પહેરવેશ અને ખાનપાનવાળા મનુષ્ય સાથે સહેલાઈથી વસી. અને જિંદગી ગાળી શકે છે. બીજનું સારું હોય તે લેવામાં અને પોતાનું સારું બીજાને આપવામાં માત્ર મનુષ્ય જ ગૌરવ અનુભવે છે. ભિન્ન દેશ, ભિન્ન રંગ, અને ભિન્ન સંસ્કારવાળી માનવપ્રજા સાથે માત્ર મનુષ્ય જ એકતા સાધી અને વિકસાવી શકે છે. આ શક્તિને લીધે જ મનુષ્યનો વર્ગ સમાજ નામને પાત્ર થાય છે. મનુષ્ય જ્યાં હશે ત્યાં કોઈ ને કોઈ સમાજને અંશ થઈને રહેવાને. તે જે સમાજનો અંશ થઈને રહેતે હશે તે સમાજ ઉપર તેના સારાનરસા સંસ્કારેની અસર થવાની. એક મનુષ્ય બીડી પીતું હશે તે તે પિતાની આજુબાજુના લોકોમાં બીડીની તલપ જગાડી એ વ્યસનનું વાતાવરણ ઊભું કરશે. અફીણ પીનાર ચીને પિતાના સમાજમાં તે જ રુચિ કેળવશે. એક માણસ ખરે કેળવાયેલ હશે તો તે પોતાના સમાજમાં કેળવણીનું વાતાવરણું. જાણે કે અજાણે ઊભું કરશે જ. એ જ રીતે આખા સમાજમાં કે સમાજના મોટા ભાગમાં જે રીતભાત અને સંસ્કારે રૂઢ થયાં હશે (પછી તે ઇષ્ટ હોય કે અનિષ્ટ) તે રીતભાત અને સંસ્કારેથી તે સમાજના ધટક માણસને મુક્ત. રહેવું એ અશક્ય નહિ તે શક્ય જેવું થઈ પડશે. તાર કે ટિકિટ ઓફિસમાં કામ કરનારા અગર સ્ટેશનના કર્મચારીઓ વચ્ચે એકાદ જણ એવો જઈને. રહે કે જે લાંચને ધિક્કારતા હોય, એટલું જ નહિ પણ ગમે તેટલી લાંચની લાલચ છતાં તેનો ભોગ બનવા ઈચ્છતો ન હોય, તે તેવા સાચુલા માણસને બાકીના લાંચિયા વર્ગ તરફથી ભારે ત્રાસ પડવાનો; કારણ કે, તે લાંચ ન લે એટલે સ્વાભાવિક રીતે જ બીજા લાંચિયાઓનો વિરેધ કરે અને તેમ થતાં બીજે આખા વર્ગ એક સંપ થઈ કાં તો તેને લાંચ લેતે કરે અને કાં તો તેને હેરાન કરવામાં ભણું ન રાખે. જે પેલો ભલે આદમી અસાધારણ હિમ્મત અને બુદ્ધિવાળો ન હોય તો તે બીજું કાંઈ નહિ તે છેવટે બીજાઓ લાંચ લે ત્યારે માત્ર તટસ્થ રહી આંખમિચામણાં કરે અને તે જ રીતે તેવા વર્ગમાં નભી શકે. એ જ ન્યાયે આપણા દેશી આઈ. સી. એસ.ને પણ પરદેશીઓ. સાથે ઘણી વાર ઘાણું અનિષ્ટ સહન કરવું પડે છે. આમ છતાં આવાં અનિષ્ટોથી સમાજને બચાવવા સમાજના આગેવાનો કે રાજ્યકર્તાઓ કાયદાકાનૂનો ઘડે છે અગર નીતિનિયમ બાંધે છે. એક વખતે મેટી ઉમર સુધી. કન્યાઓને કુમારી રાખવામાં અમુક અનિષ્ટ જણાવાથી સ્મૃતિશાસ્ત્રમાં નિયમ દાખલ થયે કે આઠ અગર નવ વર્ષની કન્યા ગૌરી હોય તે જ ઉમરે પરણાવી Page #3 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ધર્મ અને સમાજ [ ૪૩ દેવી એ ધમ છે. આ નિયમનું ઉલ્લંધન કરનાર કન્યાનો પિતા અને કન્યા સમાજમાં નિંદાતાં. એ ભયથી એ નાની ઉમરના લગ્નની નીતિ ચાલી. વળી એ. નીતિમાં જ્યારે બહુ અનિષ્ટ વધી ગયું ત્યારે તે દૂર કરવા સમાજના આગેવાનો અગર રાજ્યકર્તાઓને બીજો નિયમ ઘડવા પડયો અને હવે ચૌદ કે સેાળ વર્ષથી. નાની ઉંમરમાં કન્યાનું લગ્ન કરનાર કાં તે શિક્ષિતા દ્વારા થતી નિંદાથી ડરે છે અને કાં તા રાજ્યના ભયથી ડરી નિયમનું પાલન કરે છે. એક કરદાર માણસ ગમે તેટલી સંકડામણમાં પણ પેાતાનું કરજ ચૂકવવા મથે છે–એટલા માટે કે જો તે કરજ ન ચૂકવે તે તેની શાખ જાય અને શાખ જાય તો. બીજાએ ન ધીરે, અને તેમ થાય તે તેનો ધંધા ોખમાય. આ રીતે આપણે જોઈશું તા જણાશે કે સમાજમાં જે જે નીતિનિયમે પ્રચલિત હોય. છે તેનું પાલન લેાકેાકાં ા ભયથી અને કાં ા સ્વાથી કરે છે. જો અમુક કામ કરવાની પાછળ અગર અમુક કામ ન કરવાની પાછળ ભય કે લાલચ. ન હોય તો તે કામ કરનાર અગર ન કરનાર કેટલા નીકળે, એ મેટા સવાલ છે. કન્યા એ પણ એક પુત્રની પેઠે સંતતિ જ છે, અને તેથી તેને પણ છેકરા જેટલે જ હક હોવા જેઈએ એમ ધારીને તેને દાયજો આપનાર. માબાપ મળે તે કરતાં હાર કે લાખગણાં વધારે માબાપ એવું સમજીને દાયો કરનાર મળવાનાં કે જે ઠીકઠીક દાયજો આપવામાં નહિ આવે તે લાયક વર કન્યા માટે નહિ મળે અને વળી આપણા હોકરાઓ સારે ઘેર નહિ વરે. એ જ ભય કે સ્વાર્થ ઘણી વાર છોકરા-છોકરીઓના શિક્ષણ પાવા હોય છે અને તેથી જ વ્યવહારુ હેતુ સરતાં ઘણી વાર કરા-છેકરીઓનું શિક્ષણ અધ પડે છે ( પછી ભલે તે કરા કે છેકરી શિક્ષણ લેવાને લાયક પણ હોય ); કારણ કે, એ શિક્ષણ કેવળ શિક્ષણ ખાતર અપાતું ન હતું. આ રીતે આપણે કેટલાક સમાજોમાં પુનઃલગ્નના પ્રતિબંધ વિષે પણ જોઈ એ છીએ. જે સમાજમાં પુનર્લગ્ન નથી થતાં તેમાં પણ આજે ભ્રૂણાં પુરુષો અને સ્ત્રીએ એમ ચોખ્ખુ માનનારાં હોય છે કે બળાત્કારી વૈધવ્ય એ. ધર્મ નથી, છતાં તેઓ પોતાની લઘુ પુત્રી કે બહેન જે વિધવા થાય તે તેની ઈચ્છા છતાં તેનું લગ્ન કરવા તૈયાર થતાં નથી. અને ઘણી વાર તે તે પુનમ ઉપર પોતાની મરજી વિરુદ્ધ સખત જાપ્તા બ્રહ્મચર્યની આ નીતિની પાછળ ભય અને સ્વાર્થ સિવાય બીજો કશા જ હેતુ હોતા નથી. ગૃહસ્થાની વાત બાજુએ મૂકીએ અને ત્યાગી કે ગુરુ ગણાતા વર્ગોની અંદર જઈને જોઈ એ તાપણુ આપણને જણાશે કે તેમના ઘણા નીતિનિયમા અને વ્યવહારાની પાછળ માત્ર ભય અને સ્વાર્થ જ રહેલા હોય રાખે છે. બળાત્કારી Page #4 -------------------------------------------------------------------------- ________________ ૪ ] દમ અને ચિત્તન, છે. એકાદ ત્યાગીનો શિષ્ય અનાચારી થાય તે તે ગુરુ શિષ્યની વૃત્તિ સુધરી છે કે નહિ તે જોયા સિવાય પણ એને વેશધારી બનાવી રાખવાનો પૂર્ણ પ્રયત્ન કરશે; કારણ કે, તેને એ શિષ્યની ભ્રષ્ટતા દ્વારા પેાતાની પ્રતિષ્ઠા જવાના ભય છે. કાઈ ગુરુ વડે . ત્યારે તે સંપ્રદાયના અનુગામીઓ એ વલ આચાય ને પદભ્રષ્ટ ફરતાં ખચકાશે અને તેના ઉપર બળાત્કારી બ્રહ્મચર્ય લાદવાનો પ્રયત્ન કરશે; કારણ કે, તેમને પોતાના સંપ્રદાયની પ્રતિષ્ઠા ઘટવાનો ભય છે. પુષ્ટિમાર્ગના આચાર્ય નું વારંવાર સ્નાન અને જૈન ધર્મના સાધુનું સર્વથા અસ્તાન કાઇ કાઈ' વાર સામાજિક ભયને લીધે જ હોય છે. માલવીઓના ગીતાપાઠમાં અને પંડિતના કુરાનપાર્ડમાં પણ સામાજિક ભય અને સ્વાર્થ માટે ભાગે નડતરરૂપ હોય છે. આ સામાજિક નીતિનિયમે અને રીતરિવાજોની પાછળ મોટે ભાગે ભય અને સ્વાર્થ જ રહેલાં હોય છે. ભય અને સ્વાર્થીથી અનુસરાતા નીતિનિયમે છેક જ ફેંકી દેવા જોઈએ, અગર એક જ નકામા છે, અગર તેના સિવાય પણ ચાલી શકે, એમ કહેવાનો અહીં આશય નથી. અહીં તે એટલું જ બતાવવું છે કે નીતિ અને ધર્મ વચ્ચે શૅ તકાવત છે. જે અંધન કે જે કર્તવ્ય ભય કે સ્વામૂલક હોય છે તે નીતિ; અને જે કતવ્ય ભય કે સ્વામૂલક નહિ પણ શુદ્ધ કતવ્ય ખાતર જ હોય છે અને જે કન્ય માત્ર યાગ્યતા ઉપર જ અવલ ંબિત હોય છે તે ધર્મ. નીતિ અને ધર્મ વચ્ચેના આ તફાવત કાંઈ નાનાસૂને નથી. જો આપણે જરીક ઊંડા ઊતરીને તપાસીશું તો સ્પષ્ટ દેખાશે કે નીતિ એ સમાજના ધારણ અને પોષણ માટે આવશ્યક છતાં પણ તેનાથી સમાજનું સાધન થતું નથી. સાધન એટલે શુદ્ધિ અને શુદ્ધિ એટલે જ ખરા વિકાસ-એ સમજ જો વાસ્તવિક હોય તો એમ કહેવું જોઈએ કે એવા વિકાસ ને જ આભારી છે. જે સમાજમાં ઉપર કહેલ ધમ જેટલે અંશે વધારે અનુસરાતો હોય તે સમાજ તેટલે અંશે ચડયા. આ વસ્તુ વધારે સ્પષ્ટતાથી સમજાય એટલા માટે કેટલાક દાખલાઓ લઈએ. એ જણ એવા કહ્યું કે જેમાં એક ટિકિટમાસ્તર પોતાના ખાતાને હિસાબ બરાબર ચોકસાઈથી સાચવે છે અને રેલ્વેખાતાને એક પાઈ પણ નુકસાન થાય તેટલી ભૂલ નથી કરતા—એટલા સારુ કે જો ભૂલ આવે તે દડાવાને અગર નોકરી જવાતા ભય છે; પણ એટલી જ ચીવટવાળા તે માસ્તર ને અન્ને ભય ન હોય તે મુસાફરો પાસેથી લાંચ લે છે. જ્યારે આપણે કપેલે બીજો સ્ટેશનમાતર હિસાબની ચેકસાઈ ઉપરાંત લાંચ મળવાનો અને પચી જવાના ગમે તેટલે અનુકૂળ પ્રસંગ છતાં લાંચ નથી જ લેતો, એટલું જ નહિ, પણ તે લાંચખારીનું વાતાવરણ જ Page #5 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ધર્મ અને સમાજ [ ૪૫. નથી પસંદ કરતે. એ જ રીતે એક ત્યાગી વ્યક્તિ ખુલ્લી રીતે પૈસા લેવામાં કે રાખવામાં કિચન વ્રતના ભંગ લેખી પૈસા હાથમાં નહિ લે કે પેાતાની. પાસે નહિ સધરે અને છતાં જે તેના મનમાં ચિનપણું આવ્યું નહિ હોય, એટલે કે લાભના સંસ્કાર ગયે નાંહે હોય, તેા તે ધનિક શિષ્યાને મેળવી. મનમાં ફુલાશે અને જાણે પોતે જ ધનવાન હોય એ રીતે બીજા કરતાં પેાતાને ચડિયાતો માની ગર્વભરેલા હુંપદના વ્યવહાર કરશે. જ્યારે બીજે ત્યાગી, જો ખરે ત્યાગી હશે તેા, પૈસા પોતાની માલિકીના કરીને પાસે નહિ જ રાખે અને પાસે હશે તોપણ તેના મનમાં જરાય નહિ હોય અભિમાન કે જરાય. નહિ હોય પોતાના અલગ સ્વામીપણાનું ગૌરવ. તે ગમે તેટલા ધનિકાની વચ્ચે રહેવા છતાં અને ધનિકાની સેવાના પ્રસંગમાં આવવા છતાં નહિ. તેનાથી ફુલાય કે નહિ તેને લીધે ખા કરતાં પોતાને ચડિયાતા માને. આનું પરિણામ એ આવવાનું કે જો નીતિની દૃષ્ટિએ સમાજમાં ત્યાગી હશે તે તે સમાજ ચડેલા કે શુદ્ધ નહિ હોય; કારણ કે, તેમાં ત્યાગીના વેશમાં રહી એવી રીતે ભેગ સેવાતા હશે કે જેથી ત્યાગ પાળ્યો ગણાય અને ભાગ પણ પોષાય. એવી સ્થિતિમાં ત્યાગી વચ્ચે સીધી રીતે પૈસા મેળવવાની ક સધરવાની ગૃહસ્થોની પેઠે હરીફાઈ નહિ હોય, પણ બીજા કરતાં વધારે પૈસાદાર શિષ્યાને રીઝવી, સમજાવી, પોતાના બનાવી રાખવાની ગૂઢ હરીફાઈ તે અવસ્ય હશે. અને એવી હરીફાઇમાં તે જાણે કે અજાણે સમાજની સેવા. કરવાને બદલે કુસેવા જ વધારે કરતા હશે. તેથી ઊલટું, સમાજમાં જો. ધદષ્ટિએ ત્યાગી હોય તો તેને નહિ હોય પૈસા મેળવવાની કે સુધરવાની હરીકાઈ, અગર નિહ હોય પૈસાદાર ચેલાઓને પોતાના જ બનાવી રાખવાની કિર. એટલે તેએ શિષ્યસંગ્રહ "કે શિષ્યપરિવાર વિષે તદ્દન નિશ્ચિત હશે અને માત્ર સમાજ પ્રત્યેના પેાતાના કર્તવ્યમાં જ પ્રસન્ન હશે. એટલે એવા મે ત્યાગી વચ્ચે નહિ આવવાને અદેખાઈ ના અગર ક્લેશને પ્રસંગ, અને એ જ રીતે તેમને લીધે તેઓ જે સમાજમાં રહેતા હશે તે સમાજમાં પણ નહિ આવવાના વિખવાદના પ્રસગ. આ રીતે આપણે જોઈ શક્યા કે એક સમાજમાં ગમે તેટલા નૈતિક ભૂમિકાવાળા ત્યાગી હોય છતાં તેનાથી સમાજનું કલ્યાણ ન થતાં વધારે અકલ્યાણ જ થવાનું, જ્યારે કાઈ ખીજા સમાજમાં સાચે ધાર્મિક ભૂમિકાવાળા ત્યાગી એક હોય તાપણ તે સમાજની શુદ્ધિ ખૂબ જ વધારવાના. એક બીજો દાખલો લઈ એ. કાઈ સંન્યાસી ભાગવાસના પ્રગટે થતાં સમાજમાં અપજશ થવાના ભયથી દેખીતી રીતે સાગી રહી અનાચાર Page #6 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ] દર્શન અને ચિંતન સેવ્યા કરે; જ્યારે બીજો ત્યાગી તેવી વાસના પ્રગટ થતાં, જે વાસનાને શમાવી ન શકે તે, ગમે તેટલા અપવાદ અને તિરસ્કારને સંભવ છતાં ખુલે ખુલ્લું ગૃહસ્થપણું સ્વીકારે તે પેલા નૈતિક ભૂમિકાવાળા ત્યાગી કરતાં આ ગૃહસ્થત્યાગી જ સમાજની શુદ્ધિ વધારે સાચવવાને; કારણ કે, પેલે ભયને નથી છે જ્યારે બીજાએ ભયને છતી અંતર અને બહારની એકતા સાધી નીતિ અને ધર્મ બન્નેનું પાલન કર્યું છે. આ લાંબી ચર્ચા ઉપરથી જોઈ શકાશે કે સમાજની ખરી શુદ્ધિ અને ખરા વિકાસ માટે ધર્મની જ એટલે કે નિર્ભય, નિસ્વાર્થ અને જ્ઞાનપૂણું કર્તવ્યની જ જરૂરિયાત છે. હવે આપણે જેવું જોઈએ કે દુનિયામાં હયાતી ભોગવતા કયા પ, કયા સંપ્રદાય અગર કયા ધર્મો એવા છે કે જે માત્ર એવો દાવો કરી શકે કે અમે જ ધર્મ સેવીએ છીએ અને તે રીતે બીજા કરતાં અમે વધારે સંશુદ્ધિ કરી છે. આને ઉત્તર સ્પષ્ટ છે અને તે એ છે કે એ એકેય પંથ કે સંપ્રદાય દુનિયામાં નથી કે જેણે માત્ર ધર્મનું જ આચરણ કર્યું હોય અને તે દ્વારા માત્ર સમાજની શુદ્ધિ જ સીધી હોય. કોઈ પંથ કે સંપ્રદાય પોતાનામાં અમુક સાચી ધાર્મિક વ્યક્તિઓ થઈ ગયાને નિર્દેશ કરી સમાજની શુદ્ધિ સાધ્યાને દાવો કરે છે તેવો દાવો બીજો વિધી પથ પણ કરી શકે; કારણ કે, દરેક પંથમાં ઓછી કે વધતી સાચી ત્યાગી વ્યક્તિઓ થયાને ઇતિહાસ આપણી સામે મોજૂદ છે. ધર્મનાં કહેવાતાં બાહ્ય રૂપો ઉપરથી સમાજની શુદ્ધિને આંક કાઢી કઈ પંથને ધાર્મિકપણાનું પ્રમાણપત્ર તે આપી શકાય જ નહિ; કારણ કે, બાહ્ય રૂપો એટલાં બધાં વિરોધી હોય છે કે તેને લીધે ધાર્મિકપણનું પ્રમાણપત્ર આપવા જઈએ તે કાં તે બધા જ પથને ધાર્મિક કહેવા પડે અને કાં તે બધાને જ અધાર્મિક કહેવા પડે. દાખલા તરીકે કઈ પંથ મંદિર અને મૂર્તિપૂજાના પોતાના પ્રચારને નિર્દેશ કરી એમ કહે કે તેણે એ પ્રચાર દ્વારા જનસમાજને ઈશ્વરની ઓળખાણમાં અગર તેની ઉપસનામાં બહુ મદદ કરી છે અને તે રીતે સમાજમાં શુદ્ધિ આણી છે તે તેથી ઊલટું તેને વિરોધી બીજો પંથ એમ પણ કહેવા કમર કસે કે તેણે મંદિરે અને મૂર્તિઓના ધ્વંસનું કામ કરી સમાજમાં શુદ્ધિ આપ્યું છે, કારણ કે, મંદિરે અને મૂર્તિઓને બહાને વધી ગયેલાં વહેમ, આલસ્ય અને દંભને અમુક પ્રમાણમાં તેણે મંદિરે અને મૂતિઓના વિરેાધ દ્વારા વધતાં અટકાવ્યાં છે. એક પંથ જે તીર્થસ્થાનનો મહિમા ગાતે અને વધારે હોય તે શારીરિક શુદ્ધિ દ્વારા માનસિક શુદ્ધિની દલીલ કરી પોતાની પ્રવૃત્તિને સમાજકલ્યાણકારી બતાવી શકે; જ્યારે તેને વિરોધી બીજો પંથ સ્નાનનિયમનના Page #7 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ધર્મ અને સમાજ [ ૪૭ પોતાના કાર્યને સમાજકલ્યાણકારી સાબિત કરવા એવી દલીલ કરી શકે કે બાહ્ય સ્નાનના મહામાં તણાતા લેકેને તે રસ્તેથી પાછા વાળી અંતરશુદ્ધિ તરફ લઈ જવા માટે સ્નાન ઉપર નિયંત્રણ મૂકવું એ જ હિતાવહ છે. એક પંથ કંઠી બંધાવીને અને બીજો તેને તેડાવીને સમાજકલ્યાણ કર્યાનો દાવો કરી શકે. આ રીતે દરેક પંથનાં બાહ્ય રૂપ જે ઘણી વાર એકબીજાથી તદ્દન વિધી હોય છે તેના ઉપરથી આપણે નક્કી ન કરી શકીએ કે અમુક પંથ ખરે ધાર્મિક છે અને અમુક પથે જ સમાજમાં વધારે શુદ્ધિ આણું છે. ત્યારે શું એવું કેઈ ઘેરણ છે કે જે સર્વમાન્ય હોય અને જેના દ્વારા નિર્વિવાદપણે આપણે કહી શકીએ કે જે અમુક વસ્તુ હોય તે બાહ્ય રૂપ ગમે તે હોવા છતાં પણ તેનાથી સમાજનું ઐકાંતિક કલ્યાણ જ થવાનું? અને તે વસ્તુ જે પંથમાં, જે જાતિમાં, કે જે વ્યક્તિમાં જેટલા પ્રમાણમાં વધારે હોય તે જ પંથ, તે જ જાતિ, કે તે જ વ્યક્તિએ સમાજની શદ્ધિમાં અગર સમાજના વિકાસમાં વધારે ફાળો આપે છે એમ કહી શકાય ? અલબત્ત, એવી વસ્તુ છે, અને તે ઉપરની ચર્ચા દ્વારા સ્પષ્ટ થઈ ગઈ છે. તે વસ્તુ એટલે નિર્ભયપણું, નિર્લેપ પણું અને વિવેક, વ્યકિતના કે પંથના જીવનમાં એ વસ્તુ છે કે નહિ તે બહુ સહેલાઈથી જાણી શકાય. જેવું માનવું તેવું જ બલવું અને બોલવું તેથી ઊલટું ન ચાલવું અગર જેવું ચાલવું તેવું જ કહી દેવું; આ તા હોય તે નિર્ભયપણું. આવું નિર્ભયપણું ધારણ કરનાર કોઈ ને કર શેડથી ડરી ખરી બીના નહિ છુપાવે અને ગમે તેવું જોખમ ખેડવા તૈયાર રહેશે. કોઈ ભક્ત ગૃહસ્થ મેટ૫માં ખામી આવવાના ભયથી ધર્મગુરુ પાસે અગર બીજે ક્યાંય દોષ ઢાંકવા કે મોટા દેખાવા માટે બોટો ડળ ન કરતાં સાચી બીના કહેવા તૈયાર રહેશે. કોઈ ધર્મગુરુ, જે તે નિર્ભય હશે તે, પોતાનું જીવન તદ્દન સાદું ગાળશે. નિલભ પંથ ઉપર કીમતી કપડાં કે ઘરેણને તો ભાર નહિ હોય. જે કોઈ પંથમાં નિર્લેપપણું હશે તે તે પોતાની બધી જ શક્તિએ એકાગ્ર કરી બીજાઓની સેવા લેવામાં સંતુષ્ટ નહિ થાય. જે વિવેક હશે તે તે વ્યક્તિ કે તે પથને કોઈની સાથે કલેશમાં ઊતરવાનું કારણ જ નહિ હોય. તે પોતાની શક્તિ અને સંપત્તિને સદુપયોગ કરીને જ બીજાઓનાં હૃદય જીતશે. વિવેક હોય ત્યાં કલેશ ન જ હોય અને જ્યાં કલેશ હોય ત્યાં સમજવું કે વિવેક નથી જ. આ રીતે આપણે કોઈ વ્યક્તિ કે કોઈ પંથમાં ધર્મ છે કે નહિ એ જાણવું હોય તે સહેલાઈથી જાણી શકીએ અને ઉપરની કસેટીથી કરી આપણે નક્કી કરી શકીએ કે અમુક વ્યક્તિ અગર અમુક પંથ સમાજનું કલ્યાણ કરનાર છે અને અમુક નથી. Page #8 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન નાતમાં મહાજન, પંથમાં તેના આગેવાનો, અને સમસ્ત પ્રજામાં રાજ્યકર્તાઓ નીતિ ઘડે છે, અને દેશકાળ પ્રમાણે બદલે છે તેમ જ તે પળાવે છે; છતાં સમાજની શુદ્ધિનું કામ તે પાછું બાકી જ રહે છે. આ કામ કઈ મહાજન, કઈ પંડિત, કે કઈ રાજા માત્ર તેને પથી સાધી ન શકે. એ કામ જ મુખ્ય છે અને એ જ કાર્ય કરવું તે ઈશ્વરીય સંદેશ છે. જે વ્યક્તિને આ કાર્ય કરવાની તાલાવેલી હોય તેણે બીજાઓને પ્રથમ ન કહેતાં પિતાના જ જીવનમાં ધર્મ દાખલ કરવા જોઈએ. જે એના જીવનમાં ધર્મ દાખલ થયો તો તેટલે અંશે તેનું જીવન સમાજની શુદ્ધિ કરવાનું (પછી ભલે તે ઈને શુદ્ધ થવાને ઉપદેશ વાણી કે લેખનથી ન પણ આપતે હોય).. સમાજની શુદ્ધિ એ જીવનશુદ્ધિમાં સમાયેલી છે, અને જીવનશુદ્ધિ એ જ ધર્મનું સાધ્ય છે. એટલે જે આપણે સમાજ અને પિતાના જીવનને નીરોગી રાખવા ઈચછતા હોઈએ તે આપણું પિતામાં ઉપર કહેલ ધર્મ છે કે નહિ, અને છે તો કેટલે અંશે છે, એનું જ નિરીક્ષણ કરવું જોઈએ. આ ધાર્મિક મનાતા. દિવસમાં જે પિતાનું નિરીક્ષણ કરવાની ટેવ કેળવીએ તો તે હંમેશાં સ્થાયી બને અને તેમ થાય તો આપણી સામે પડેલા વિશાળ સમાજ અને રાષ્ટ્રના ઘટક તરીકે આપણે કાંઈક સારો ફાળો આપ્યો કહેવાય. –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન, 1972.