________________
૪ ]
દમ અને ચિત્તન,
છે. એકાદ ત્યાગીનો શિષ્ય અનાચારી થાય તે તે ગુરુ શિષ્યની વૃત્તિ સુધરી છે કે નહિ તે જોયા સિવાય પણ એને વેશધારી બનાવી રાખવાનો પૂર્ણ પ્રયત્ન કરશે; કારણ કે, તેને એ શિષ્યની ભ્રષ્ટતા દ્વારા પેાતાની પ્રતિષ્ઠા જવાના ભય છે. કાઈ ગુરુ વડે . ત્યારે તે સંપ્રદાયના અનુગામીઓ એ વલ આચાય ને પદભ્રષ્ટ ફરતાં ખચકાશે અને તેના ઉપર બળાત્કારી બ્રહ્મચર્ય લાદવાનો પ્રયત્ન કરશે; કારણ કે, તેમને પોતાના સંપ્રદાયની પ્રતિષ્ઠા ઘટવાનો ભય છે. પુષ્ટિમાર્ગના આચાર્ય નું વારંવાર સ્નાન અને જૈન ધર્મના સાધુનું સર્વથા અસ્તાન કાઇ કાઈ' વાર સામાજિક ભયને લીધે જ હોય છે. માલવીઓના ગીતાપાઠમાં અને પંડિતના કુરાનપાર્ડમાં પણ સામાજિક ભય અને સ્વાર્થ માટે ભાગે નડતરરૂપ હોય છે. આ સામાજિક નીતિનિયમે અને રીતરિવાજોની પાછળ મોટે ભાગે ભય અને સ્વાર્થ જ રહેલાં હોય છે. ભય અને સ્વાર્થીથી અનુસરાતા નીતિનિયમે છેક જ ફેંકી દેવા જોઈએ, અગર એક જ નકામા છે, અગર તેના સિવાય પણ ચાલી શકે, એમ કહેવાનો અહીં આશય નથી. અહીં તે એટલું જ બતાવવું છે કે નીતિ અને ધર્મ વચ્ચે શૅ તકાવત છે.
જે અંધન કે જે કર્તવ્ય ભય કે સ્વામૂલક હોય છે તે નીતિ; અને જે કતવ્ય ભય કે સ્વામૂલક નહિ પણ શુદ્ધ કતવ્ય ખાતર જ હોય છે અને જે કન્ય માત્ર યાગ્યતા ઉપર જ અવલ ંબિત હોય છે તે ધર્મ. નીતિ અને ધર્મ વચ્ચેના આ તફાવત કાંઈ નાનાસૂને નથી. જો આપણે જરીક ઊંડા ઊતરીને તપાસીશું તો સ્પષ્ટ દેખાશે કે નીતિ એ સમાજના ધારણ અને પોષણ માટે આવશ્યક છતાં પણ તેનાથી સમાજનું સાધન થતું નથી. સાધન એટલે શુદ્ધિ અને શુદ્ધિ એટલે જ ખરા વિકાસ-એ સમજ જો વાસ્તવિક હોય તો એમ કહેવું જોઈએ કે એવા વિકાસ ને જ આભારી છે. જે સમાજમાં ઉપર કહેલ ધમ જેટલે અંશે વધારે અનુસરાતો હોય તે સમાજ તેટલે અંશે ચડયા. આ વસ્તુ વધારે સ્પષ્ટતાથી સમજાય એટલા માટે કેટલાક દાખલાઓ લઈએ. એ જણ એવા કહ્યું કે જેમાં એક ટિકિટમાસ્તર પોતાના ખાતાને હિસાબ બરાબર ચોકસાઈથી સાચવે છે અને રેલ્વેખાતાને એક પાઈ પણ નુકસાન થાય તેટલી ભૂલ નથી કરતા—એટલા સારુ કે જો ભૂલ આવે તે દડાવાને અગર નોકરી જવાતા ભય છે; પણ એટલી જ ચીવટવાળા તે માસ્તર ને અન્ને ભય ન હોય તે મુસાફરો પાસેથી લાંચ લે છે. જ્યારે આપણે કપેલે બીજો સ્ટેશનમાતર હિસાબની ચેકસાઈ ઉપરાંત લાંચ મળવાનો અને પચી જવાના ગમે તેટલે અનુકૂળ પ્રસંગ છતાં લાંચ નથી જ લેતો, એટલું જ નહિ, પણ તે લાંચખારીનું વાતાવરણ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org