Book Title: Niti Dharm ane Samaj Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ નીતિ, ધર્મ અને સમાજ [૮] કીડી તરફ બારીકીથી ધ્યાન આપીશું તે જણાશે કે તે એકલી રહી શકતી નથી. તે કોઈને સહચાર ધે છે. તેને કેડાનો તે શું પણ પિતાથી જુદી જાતની કીડીને પણ સહચાર નથી ફાવતે. તે પિતાની જ જાતના સહચારમાં વ્યસ્ત રહે છે. આવા સુદ પ્રાણીઓથી આગળ વધી પંખી તરફ નજર કરીએ. કૂકડાથી વિખૂટી પડેલી કૂકડી મોર સાથે રહેશે તે પણ તે સંતુષ્ટ રહી નહિ શકે. તેને પણ પિતાની જ જાતિનું સાહચર્ય જોઈએ. એક વાંદરા અને એક હરણું એ બન્ને પિતાપિતાની જાતિમાં જેટલાં પ્રસન્ન રહી શકે અને જીવન લંબાવી શકે તેટલાં વિજતિમાં ગમે તેટલી સુખસગવડ છતાં પ્રસન્ન નહિ રહી શકે. માણસજાતે પોતાને બનાવેલ, વફાદાર સેવક, અને સહચારી શ્વાન પણ જો બીજા શ્વાન વિનાને હશે તે તે અસંતુષ્ટ હશે અને તેથી જ એ પાળેલું ધાન પણ, બીજા શ્વાનની અદેખાઈ કરવા છતાં, પાછો બીજા શ્વાનને જોઈ શરૂઆતમાં લડીને પણ, છેવટે તેની સાથે એકરસ થઈ જશે અને ગેલ કરશે. પ્રાણી, પક્ષી અને પશજાતિનો આ નિયમ આપણે મનુષ્યમાં પણ જોઈએ છીએ. મનુષ્ય, પંખી કે પશુ પાળીને જંગલમાં એકલા રહેવાનો ગમે તેટલે અભ્યાસ કરે પણ છેવટે તેની પ્રકૃતિ મનુષ્યજાતિનું જ સાહચર્ય શોધે છે. સમાન રહેણુકરણી, સમાન , સમાન ભાવા, અને શરીરની સમાન રચનાને કારણે સજાતીય સાહચર્ય શોધવાની વૃત્તિ જીવમાત્રમાં આપણે જોઈએ છીએ. તેમ છતાં મનુષ્ય સિવાયના કોઈ પણ જીવવને કે દેહધારીવર્ગને આપણે સમાજ નથી કહેતા. એ વર્ગ ભલે સમુદાયક ગણ કહેવાય, પણ સમાજની પાત્રતા તે મનુષ્યજાતિમાં જ છે; અને તેનું કારણ તે એ છે કે મનુષ્યમાં એટલી બુદ્ધિશક્તિ અને વિવેકશકિતનું જ બીજ છે કે તે પિતાની રહેણીકરણ, પહેરવેશ, ભાષા, ખાનપાન, અને બીજા સંસ્કારે બદલી શકે છે, કેળવી શકે છે. માણસ ચાહે ત્યારે પ્રયત્નથી પિતાની જન્મભાષા ઉપરાંત બીજી ભાષાઓ શીખી લે છે, અને તે ભાષા બોલનાર સાથે સહેલાઈથી હળી-મળી જાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8