Book Title: Niti Dharm ane Samaj Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 5
________________ નીતિ, ધર્મ અને સમાજ [ ૪૫. નથી પસંદ કરતે. એ જ રીતે એક ત્યાગી વ્યક્તિ ખુલ્લી રીતે પૈસા લેવામાં કે રાખવામાં કિચન વ્રતના ભંગ લેખી પૈસા હાથમાં નહિ લે કે પેાતાની. પાસે નહિ સધરે અને છતાં જે તેના મનમાં ચિનપણું આવ્યું નહિ હોય, એટલે કે લાભના સંસ્કાર ગયે નાંહે હોય, તેા તે ધનિક શિષ્યાને મેળવી. મનમાં ફુલાશે અને જાણે પોતે જ ધનવાન હોય એ રીતે બીજા કરતાં પેાતાને ચડિયાતો માની ગર્વભરેલા હુંપદના વ્યવહાર કરશે. જ્યારે બીજે ત્યાગી, જો ખરે ત્યાગી હશે તેા, પૈસા પોતાની માલિકીના કરીને પાસે નહિ જ રાખે અને પાસે હશે તોપણ તેના મનમાં જરાય નહિ હોય અભિમાન કે જરાય. નહિ હોય પોતાના અલગ સ્વામીપણાનું ગૌરવ. તે ગમે તેટલા ધનિકાની વચ્ચે રહેવા છતાં અને ધનિકાની સેવાના પ્રસંગમાં આવવા છતાં નહિ. તેનાથી ફુલાય કે નહિ તેને લીધે ખા કરતાં પોતાને ચડિયાતા માને. આનું પરિણામ એ આવવાનું કે જો નીતિની દૃષ્ટિએ સમાજમાં ત્યાગી હશે તે તે સમાજ ચડેલા કે શુદ્ધ નહિ હોય; કારણ કે, તેમાં ત્યાગીના વેશમાં રહી એવી રીતે ભેગ સેવાતા હશે કે જેથી ત્યાગ પાળ્યો ગણાય અને ભાગ પણ પોષાય. એવી સ્થિતિમાં ત્યાગી વચ્ચે સીધી રીતે પૈસા મેળવવાની ક સધરવાની ગૃહસ્થોની પેઠે હરીફાઈ નહિ હોય, પણ બીજા કરતાં વધારે પૈસાદાર શિષ્યાને રીઝવી, સમજાવી, પોતાના બનાવી રાખવાની ગૂઢ હરીફાઈ તે અવસ્ય હશે. અને એવી હરીફાઇમાં તે જાણે કે અજાણે સમાજની સેવા. કરવાને બદલે કુસેવા જ વધારે કરતા હશે. તેથી ઊલટું, સમાજમાં જો. ધદષ્ટિએ ત્યાગી હોય તો તેને નહિ હોય પૈસા મેળવવાની કે સુધરવાની હરીકાઈ, અગર નિહ હોય પૈસાદાર ચેલાઓને પોતાના જ બનાવી રાખવાની કિર. એટલે તેએ શિષ્યસંગ્રહ "કે શિષ્યપરિવાર વિષે તદ્દન નિશ્ચિત હશે અને માત્ર સમાજ પ્રત્યેના પેાતાના કર્તવ્યમાં જ પ્રસન્ન હશે. એટલે એવા મે ત્યાગી વચ્ચે નહિ આવવાને અદેખાઈ ના અગર ક્લેશને પ્રસંગ, અને એ જ રીતે તેમને લીધે તેઓ જે સમાજમાં રહેતા હશે તે સમાજમાં પણ નહિ આવવાના વિખવાદના પ્રસગ. આ રીતે આપણે જોઈ શક્યા કે એક સમાજમાં ગમે તેટલા નૈતિક ભૂમિકાવાળા ત્યાગી હોય છતાં તેનાથી સમાજનું કલ્યાણ ન થતાં વધારે અકલ્યાણ જ થવાનું, જ્યારે કાઈ ખીજા સમાજમાં સાચે ધાર્મિક ભૂમિકાવાળા ત્યાગી એક હોય તાપણ તે સમાજની શુદ્ધિ ખૂબ જ વધારવાના. એક બીજો દાખલો લઈ એ. કાઈ સંન્યાસી ભાગવાસના પ્રગટે થતાં સમાજમાં અપજશ થવાના ભયથી દેખીતી રીતે સાગી રહી અનાચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8