Book Title: Niti Dharm ane Samaj
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ૪૬ ] દર્શન અને ચિંતન સેવ્યા કરે; જ્યારે બીજો ત્યાગી તેવી વાસના પ્રગટ થતાં, જે વાસનાને શમાવી ન શકે તે, ગમે તેટલા અપવાદ અને તિરસ્કારને સંભવ છતાં ખુલે ખુલ્લું ગૃહસ્થપણું સ્વીકારે તે પેલા નૈતિક ભૂમિકાવાળા ત્યાગી કરતાં આ ગૃહસ્થત્યાગી જ સમાજની શુદ્ધિ વધારે સાચવવાને; કારણ કે, પેલે ભયને નથી છે જ્યારે બીજાએ ભયને છતી અંતર અને બહારની એકતા સાધી નીતિ અને ધર્મ બન્નેનું પાલન કર્યું છે. આ લાંબી ચર્ચા ઉપરથી જોઈ શકાશે કે સમાજની ખરી શુદ્ધિ અને ખરા વિકાસ માટે ધર્મની જ એટલે કે નિર્ભય, નિસ્વાર્થ અને જ્ઞાનપૂણું કર્તવ્યની જ જરૂરિયાત છે. હવે આપણે જેવું જોઈએ કે દુનિયામાં હયાતી ભોગવતા કયા પ, કયા સંપ્રદાય અગર કયા ધર્મો એવા છે કે જે માત્ર એવો દાવો કરી શકે કે અમે જ ધર્મ સેવીએ છીએ અને તે રીતે બીજા કરતાં અમે વધારે સંશુદ્ધિ કરી છે. આને ઉત્તર સ્પષ્ટ છે અને તે એ છે કે એ એકેય પંથ કે સંપ્રદાય દુનિયામાં નથી કે જેણે માત્ર ધર્મનું જ આચરણ કર્યું હોય અને તે દ્વારા માત્ર સમાજની શુદ્ધિ જ સીધી હોય. કોઈ પંથ કે સંપ્રદાય પોતાનામાં અમુક સાચી ધાર્મિક વ્યક્તિઓ થઈ ગયાને નિર્દેશ કરી સમાજની શુદ્ધિ સાધ્યાને દાવો કરે છે તેવો દાવો બીજો વિધી પથ પણ કરી શકે; કારણ કે, દરેક પંથમાં ઓછી કે વધતી સાચી ત્યાગી વ્યક્તિઓ થયાને ઇતિહાસ આપણી સામે મોજૂદ છે. ધર્મનાં કહેવાતાં બાહ્ય રૂપો ઉપરથી સમાજની શુદ્ધિને આંક કાઢી કઈ પંથને ધાર્મિકપણાનું પ્રમાણપત્ર તે આપી શકાય જ નહિ; કારણ કે, બાહ્ય રૂપો એટલાં બધાં વિરોધી હોય છે કે તેને લીધે ધાર્મિકપણનું પ્રમાણપત્ર આપવા જઈએ તે કાં તે બધા જ પથને ધાર્મિક કહેવા પડે અને કાં તે બધાને જ અધાર્મિક કહેવા પડે. દાખલા તરીકે કઈ પંથ મંદિર અને મૂર્તિપૂજાના પોતાના પ્રચારને નિર્દેશ કરી એમ કહે કે તેણે એ પ્રચાર દ્વારા જનસમાજને ઈશ્વરની ઓળખાણમાં અગર તેની ઉપસનામાં બહુ મદદ કરી છે અને તે રીતે સમાજમાં શુદ્ધિ આણી છે તે તેથી ઊલટું તેને વિરોધી બીજો પંથ એમ પણ કહેવા કમર કસે કે તેણે મંદિરે અને મૂર્તિઓના ધ્વંસનું કામ કરી સમાજમાં શુદ્ધિ આપ્યું છે, કારણ કે, મંદિરે અને મૂર્તિઓને બહાને વધી ગયેલાં વહેમ, આલસ્ય અને દંભને અમુક પ્રમાણમાં તેણે મંદિરે અને મૂતિઓના વિરેાધ દ્વારા વધતાં અટકાવ્યાં છે. એક પંથ જે તીર્થસ્થાનનો મહિમા ગાતે અને વધારે હોય તે શારીરિક શુદ્ધિ દ્વારા માનસિક શુદ્ધિની દલીલ કરી પોતાની પ્રવૃત્તિને સમાજકલ્યાણકારી બતાવી શકે; જ્યારે તેને વિરોધી બીજો પંથ સ્નાનનિયમનના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8