________________ દર્શન અને ચિંતન નાતમાં મહાજન, પંથમાં તેના આગેવાનો, અને સમસ્ત પ્રજામાં રાજ્યકર્તાઓ નીતિ ઘડે છે, અને દેશકાળ પ્રમાણે બદલે છે તેમ જ તે પળાવે છે; છતાં સમાજની શુદ્ધિનું કામ તે પાછું બાકી જ રહે છે. આ કામ કઈ મહાજન, કઈ પંડિત, કે કઈ રાજા માત્ર તેને પથી સાધી ન શકે. એ કામ જ મુખ્ય છે અને એ જ કાર્ય કરવું તે ઈશ્વરીય સંદેશ છે. જે વ્યક્તિને આ કાર્ય કરવાની તાલાવેલી હોય તેણે બીજાઓને પ્રથમ ન કહેતાં પિતાના જ જીવનમાં ધર્મ દાખલ કરવા જોઈએ. જે એના જીવનમાં ધર્મ દાખલ થયો તો તેટલે અંશે તેનું જીવન સમાજની શુદ્ધિ કરવાનું (પછી ભલે તે ઈને શુદ્ધ થવાને ઉપદેશ વાણી કે લેખનથી ન પણ આપતે હોય).. સમાજની શુદ્ધિ એ જીવનશુદ્ધિમાં સમાયેલી છે, અને જીવનશુદ્ધિ એ જ ધર્મનું સાધ્ય છે. એટલે જે આપણે સમાજ અને પિતાના જીવનને નીરોગી રાખવા ઈચછતા હોઈએ તે આપણું પિતામાં ઉપર કહેલ ધર્મ છે કે નહિ, અને છે તો કેટલે અંશે છે, એનું જ નિરીક્ષણ કરવું જોઈએ. આ ધાર્મિક મનાતા. દિવસમાં જે પિતાનું નિરીક્ષણ કરવાની ટેવ કેળવીએ તો તે હંમેશાં સ્થાયી બને અને તેમ થાય તો આપણી સામે પડેલા વિશાળ સમાજ અને રાષ્ટ્રના ઘટક તરીકે આપણે કાંઈક સારો ફાળો આપ્યો કહેવાય. –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન, 1972. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org