Book Title: Nirvan Margnu Rahasya Author(s): Bhogilal G Sheth Publisher: Shreyas Pracharak Sabha View full book textPage 8
________________ જે તીર્થકરદેવે સ્વરુપસ્થ આત્માપણે થઈ–વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તે તીર્થકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાને ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. પૂર્વે ઘણાં શાસ્ત્રાનો વિચાર કરવાથી તે વિચારનાં ફળમાં પુરુષને વિષે જેનાં વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે તીર્થકરના વચનને નમસ્કાર કરીએ છીએ. ઘણા પ્રકારે જીવને વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરૂષ વિના જાયે જાય એવો નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થકરના માર્ગ બંધને નમસ્કાર કરીએ છીએ. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક અનેક સાધનોને બળવાન પરિશ્રમ કર્યો છતે, પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેને ઉદ્દેશ છે, તે તીર્થકરનાં ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છીએ. –શ્રીમદ્ રાજચંદ્ર (૪૩૬) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 174